________________
[ ધ સંવે ભા૦ ૬-વિ૦ ૨-ગા૦ ૪૧ નિષ્કારણ સંકલ્પપૂર્વક નહિ હણવા ' એટલે જ નિયમ છે, તે પણ જે દ્વિવિધ, ત્રિવિધ વગેરે ભાંગા પહેલા વ્રતના અધિકારમાં જણાવી ગયા તેટલા પ્રમાણમાં જ! એમ અ૫ ત્યાગરૂપ બહુ અ૫નાનું છે. એવા નાના વ્રતમાં વળી વિભાગ કેમ થઈ શકે, કે જેથી અમુક અંશમાં (દેશથી) ભંગ થાય અને અમુક અંશમાં અખંડ રહે અને દેશભંગરૂપ અતિચાર માની શકાય? આથી અહીં દેશવિરતિમાં તે વિરતિનું પ્રમાણ અલ્પ હોવાથી સર્વનાશ (વતને અભાવ) જ થાય, અતિચાર ન થાય. તાત્પર્ય કે–જેમ હાથીનું શરીર મોટું હોવાથી ઘા, છિદ્ર, ચાંદાં વગેરે થઈ શકે છે, તેમ મહાવ્રતોનું પ્રમાણ મોટું હોવાથી દેશ-વિરાધના અને દેશ-આરાધના, એવા ભાગ શકય હોવાથી અતિચારો તે મહાવ્રતોમાં-સર્વવિરતિમાં જ ઘટે.
ઉત્તર-તમારે પ્રશ્ન અણસમજથી અસ્થાને છે. ઉપાસકદશાંગ વગેરે શાસ્ત્રોમાં દરેક વ્રતના પાંચ પાંચ અતિચારે કહેલા હોવાથી “સમ્યકત્વ તથા દેશવિરતિમાં અતિચારે નથી ઘટતા” એમ કહેવું તે અયુક્ત છે, તમે જે “ બનાવ” વગેરે પંચાશકની ગાથાથી “સંજવલનના ઉદયથી જ ભૂલ થાય તેને જ અતિચારો કહેવાય”—એમ જણાવ્યું તે પાઠ તો સર્વવિરતિના અધિકારમાં હોવાથી સર્વવિરતિને અંગે જ છે; હા ! સર્વવિરતિમાં તે સંજવલનના ઉદયથી જ અતિચારો લાગે એ વ્યાજબી છે, પણ તેનો અર્થ એ નથી કે-સમ્યકત્વ અને દેશવિરતિમાં ભૂલ થાય એટલે મૂળથી વ્રત જ ચાલ્યું જાય ! અતિચારો ઘટે જ નહિ !! વસ્તુતઃ “ વિં આ અમro” એ ગાથાનો અર્થ એમ છે કે- સંજવલન કષાયોના ઉદયથી સર્વવિરતિમાં અતિચારો ગણાય અને બાકીના બાર કષાયેના ઉદયે તેમાં “મૂલછે” પ્રાયશ્ચિત્ત લાગે ” એની ટકામાં પણ એ સ્પષ્ટ જણાવીને સર્વવિરતિને અંગે જ તે વાત કહી છે; અર્થાત્ દેશવિરતિમાં અતિચાર ન લાગે તેમ કહ્યું નથી. ઊલટે તે ગાથાના મૃઢ છેí gr , વાલvહું જાથા' એ ઉત્તરાદ્ધને અર્થ ત્યાં બીજી રીતિએ એ કર્યો છે કે-સર્વવિરતિમાં ત્રીજા (પ્રત્યાખ્યાનાવરણીય) કષાયના ઉદયે “મૂલછેદ્ય” પ્રાયશ્ચિત્ત લાગે, દેશવિરતિમાં બીજા (અપ્રત્યાખ્યાય) કષાયના ઉદયે
મૂલછેદ્ય” પ્રાયશ્ચિત્ત લાગે અને સમ્યકત્વમાં પહેલા (અનંતાનુબંધી ) કષાયના ઉદયે “મૂલછેદ્ય” પ્રાયશ્ચિત્ત લાગે. આ અર્થથી પણ દેશવિરતિ અને સમ્યફત્વમાં અતિચારો ન લાગે એમ કહેવું તે ખોટું કરે છે. વળી યુક્તિથી વિચારતાં પણ, જેમ સંજ્વલનને ઉદય હોવા છતાં સર્વવિરતિ, ગુણ પ્રાપ્ત થાય છે અને સંજવલનના યોગે તેમાં અતિચારો લાગે, તેમ ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય છતાં પણ દેશવિરતિગુણ પ્રાપ્ત થાય છે અને તે કષાયથી તેમાં અતિચાર લાગે; એ જ ન્યાયે બીજા અપ્રત્યાખ્યાનીયને ઉદય છતાં પણ સમકિતગુણ પ્રગટે છે અને તે કષાયના ઉદયથી તેમાં અતિચારે જ લાગે; જે ત્રીજા કષાયના ઉદયથી દેશવિરતિધર્મ (વ્રત) જ રહે નહિ, તે તેને ઉદય હોવા છતાં તે દેશવિરતિ ગુણસ્થાનક જીવને પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે એ વાત જ ઉડી જાય એ જ ન્યાયે બીજા કષાયના ઉદયથી સમતિદષ્ટિપણું પણ ન જ રહે, તે ચેથા ગુણસ્થાનકને બીજા કષાયને ઉદય છતાં સમકિતદષ્ટિ ગુણસ્થાનક કહ્યું છે તે વાત પણ છેટી જ કરે; માટે જે કષાયોને ઉદય છતાં પણ જે ગુણ પ્રાપ્ત થઈ શકે છે, તે ગુણમાં તે કષાયના ઉદયે જે દેષ લાગે તેને અતિચાર જ કહેવાય, ન્યાય સર્વત્ર એકસરખે જ હોઈ શકે, માટે સર્વવિરતિમાં જે અતિચારો કહેવાય તે દેશવિરતિ(આદિ માં પણ અતિચારે જ કહેવાય. વળી કષાને ઉદય એ વિચિત્ર હોય છે કે-તે તે કષાને ઉદય હોવા છતાં તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org