________________
૨૭૦
[ ધo સંo ભા. ૧-વિ૦ ૨–ગા ૪. દીન-દુઃખી માનવા એ અજ્ઞાન છે.) તેમાં આહાર, અશન-પાન-ખાદિમ-સ્વાદિમ (જેનું વર્ણન દિનકૃત્યના પચ્ચકખાણ અધિકારમાં કહેવાશે.) એ ચાર પ્રકારે છે, વસ્ત્રો પ્રસિદ્ધ છે-અથવા વસ્ત્ર શબ્દથી વસ્ત્રો તથા કામળી વગેરેનું દાન સમજવું; પાત્ર એટલે સાધુને ઉપયોગી કાષ્ટાદિનાં તરપણી, ચેતના, પાત્રો વગેરે સમજવાં; તે સિવાય પણ આદિ શબ્દથી મકાન, પાટ, પાટલા, શય્યા. (સાડા ત્રણ હાથપ્રમાણ), સંથારો (અઢી હાથપ્રમાણ), તથા પાથરવાનું ગરમ આસન વગેરે સાધુધર્મમાં ઉપયેગી વસ્તુઓનું દાન પણ “અતિથિસંવિભાગ રૂપે સમજવું. આથી એ નિશ્ચિત થયું કે સોનું, રૂપું, ધન, વગેરે સાધુને આપી શકાય નહિ, કારણ કે-સાધુઓને તેવી વસ્તુ લેવા –રાખવાને આચાર પણ નથી. એ પ્રમાણે અતિથિસંવિભાગ વ્રત શ્રીજિનેશ્વરદેએ કહ્યું છે.
અતિથિસંવિભાગ' શબ્દની વ્યુત્પત્તિપૂર્વક વ્યાખ્યા આ પ્રમાણે છે- અતિથિને એટલે જેનું સ્વરૂપ પહેલાં કહેવાયું તેવા “સાધુને,” “સં” એટલે “સમ્યફ –આધાકર્મ વગેરે ૪૨ દોષરહિત, “વિ” એટલે વિશિષ્ટ રીતિથી (સાધુને પશ્ચાતકર્મ આદિ દેષ ન લાગે તે રીતિએ),
ભાગ” એટલે પિતાની વસ્તુને અમુક અંશ આપવાનું જે વ્રત, તે અતિથિસંવિભાગ વત કહેવાય છે. તાત્પર્ય એ છે કે-ન્યાયપાર્જિત ધનથી કે ન્યાયથી મેળવેલી વસ્તુઓ, અચિત્ત, નિર્દોષ ( ૪૨ દેષરહિત) અને કખ એટલે સાધુતાને પિષક હોય તેવી આહાર, વસ્ત્ર, પાત્રાદિ ઉપર જણાવેલી વસ્તુઓ દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમપૂર્વક પિતાના ઉદ્ધારની બુદ્ધિથી સાધુઓને આપવી, તે અતિથિસંવિભાગ સમજવો. તેમાં દેશ૮ એટલે ડાંગર વગેરે અનાજ
જ્યાં પાકતું કે ન પાકતું હોય તે પ્રદેશ, કાળ એટલે સુકાળ-દુષ્કાળ વગેરે વિચારીને, શ્રદ્ધા૨° એટલે આ લેક-પરલોકની સ્વાર્થ સાધનારહિત માત્ર આત્માને ઉપકાર કરવાની ભાવનાથી; સત્કાર એટલે ગુરુ પધારે ત્યારે આસનેથી ઉભા થવું, આસન આપવું, વન્દન કરવું અને તેઓ જાય ત્યારે યથાશક્તિ વળાવવા સાથે જવું વગેરે; અને કમર એટલે દુર્લભ કે ઉત્તમ વસ્તુઓની પ્રથમ, અને સામાન્ય વસ્તુઓની પછી વિનતિ કરવી, એ રીતિએ દેશ-કાળ વગેરેની અપેક્ષાએ વિશિષ્ટ દાન આપવું. કહ્યું છે કે
૭૭. અતિ પરિણતિવંત છવોએ સાધુઓની ભક્તિને અંગે ભદ્રક ભાવે કે રાગદશાને વશ થઈ રોકડ રકમ વગેરે તેઓના કથનાનુસાર તેઓ કહે ત્યાં આપવું, બીજાને સોંપવું અને તેને ખર્ચ કરવા-ન કરવાની સતા સાધુની રાખવી, તે ઘણું અનુચિત છે; વસ્તુતઃ જે સાધુને પિતાના સંયમને વિશ્વાસ ન હોય તે જ આ પ્રબંધ કરાવે અને ગૃહસ્થ અજ્ઞાન દશાથી ગુરૂવચન તહત્તિ કરી પરિગ્રહથી ભારે કરે–એમ બન્નેને નુકશાન જ થાય,
૭૮. જે દેશમાં જે વસ્તુ દુર્લભ હેયે ત્યાં તેનું દાન કરવું, તે દેશની અપેક્ષાએ ઉત્તમ. ૭૯. દુષ્કાળમાં દાન કરવું, તે કાળની અપેક્ષાએ ઉત્તમ. '૮૦. શુદ્ધ ભાવપૂર્વકનું દાન કરવું, તે શ્રદ્ધાની અપેક્ષાએ ઉત્તમ. ૮૧. સત્કાર-સન્માનપૂર્વક દેવું, તે સત્કારની અપેક્ષાએ ઉત્તમ.
૮૨. પ્રથમ સામાન્ય વસ્તુ વહેરાવ્યા પછી ઉત્તમ વસ્તુની વિનંતિ કરવાથી, સાધુને આહાર પૂર્ણ થઈ જવાથી ન વહેરે ત્યારે ઉત્તમ વસ્તુના લાભથી વંચિત રહેવાય, માટે ઉત્તમ વસ્તુઓ પહેલાં વહેરાવવી, તે ક્રમની અપેક્ષાએ ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org