________________
=
કo ૨-દેશાવગશિક વ્રત ]
૨૪૯ ભાવાર્થ-“શ્રાવક, મચ્છર-જુ કે માંકડ વગેરેની હિંસાને નિદ્રાધીન દશામાં સંભવ હેવાથી તે ત્રસ જેને છેડીને રાત્રે શયનવસરે પણ અન્ય સર્વ વસ-સ્થાવર જીવોની હિંસાને, જુઠને, ચેરીને, મૈથુનને, તથા (પહેલાંના પરિગ્રહ ઉપરાન્ત) તે દિવસે થયેલી કમાઈ વગેરે સર્વ પરિગ્રહને, અનર્થદંડમાં કલહ વગેરેને, સાતમા વ્રતમાં પલંગ, બેડીંગ કે સુવા-પાથરવા-ઓઢવાની શયનમાં ઉપયોગી સામગ્રી સિવાયની સઘળી ગોપભેગની વસ્તુઓને અને દિશિપરિમાણમાં જ્યાં સુવાનું હોય તે ઘરનો મધ્ય ભાગ વગેરે છોડીને બીજે સ્થળે જવા-આવવા વગેરેને; એમ સઘળાં પાપ સાધનને તથા પાપકાનો, “વચન અને કાયાથી સ્વયં કરું નહિ તથા અન્યદ્વારા કરાયું નહિ” એ આઠેય વ્રતના સંક્ષેપરૂપ નિયમ-ત્યાગ “ગંઠિસહિ” વગેરે પચ્ચકખાણપૂર્વક કરે, એટલે કે-આ ગાંઠ છોડું નહિ ત્યાં સુધી મારે ઉપર્યુક્ત પાપો કરવાં-કરાવવાં નહિ–એવું પચ્ચફખાણુ શયન અવસરે કરે; (ઊંધ્યા પછી આમાંનું કાંઈ કરવાની જરૂર રહેતી નથી, જાગ્યા પછી
એ પચ્ચફખાણ પૂર્ણ થતાં જીવનવ્યવહારમાં કઈ વાંધે આવવા સંભવ નથી; ઊલટું તેટલા કાળ સુધી વિરતિનો-ત્યાગને મહાન લાભ થતો હોવાથી) એ શ્રાવકનું કર્તવ્ય છે. અહીં “વચન અને કાયાથી” એમ કહેવાનું કારણ એ છે કે-નિદ્રામાં પણ મનને શેકવું અશક્ય છે, માટે “વચન અને કાયાથી નહિ કરું, નહિ કરાવું” એવું પચ્ચખાણ કરે.” (ચાર શિક્ષાત્રતે આત્માને ઉપકારક હોવાથી તેને સંક્ષેપ ન થાય.) એમ સર્વ વ્રતના સંક્ષેપરૂપ આ વ્રત સમજવું.
આ વ્રતનું ફળ એ બતાવ્યું છે કે-જેમ કેઈના શરીરમાં સર્વત્ર પ્રસરી ગયેલું ઝેર કઈ મંત્રવાદી પોતાની મંત્રશક્તિ વડે આખા શરીરમાંથી ખેંચીને ડંખમાં લાવે, તેમ ધમી આત્મા આ વ્રતરૂપી મંત્ર વડે સઘળે વિસ્તૃત પાપવ્યાપાર કે કરીને અમુક પ્રમાણમાં (અલ્પ, ક્ષેત્ર કે કાળરૂપે) મર્યાદિત કરી દે છે, એમ પાપ વ્યાપાર ટૂંકે થવાથી તે દ્વારા બંધાતાં કર્મો પણ અલ્પ બંધાય છે અને અનુક્રમે આ વ્રતથી મોક્ષ પણ થાય છે.
એ પ્રમાણે બીજું શિક્ષાત્રત કહ્યું, હવે ત્રીજું કહે છે. | પૃષ્ઠ–“ શાહાર–નુસરવાયાગ્રા –સાવધવાળામ!
ત્યાર પર્યંત વ્યાં, તદ્ધિ વધવત છે રૂછે ” મલાર્થ–“આહાર, શરીરસત્કાર, મૈથુન અને પાપવ્યાપારને ચાર પમાં ત્યાગ કરે તેને પધવત કહ્યું છે.”
ટીકાને ભાવાર્થ૧. આહાર એટલે ખાવું-પીવું; ૨. શરીરસત્કાર એટલે સ્નાન કરવું, તેલ વગેરે રોળાવવું, વર્ણ કરવા (મેંદી, અળતા વગેરે લગાડવાં ), ચંદન-બરાસ વગેરે ચોપડવું, માથામાં પુપે વગેરે ગૂંથવાં કે પુપ, હાર વગેરે પહેરવા, અત્તર વગેરે સુગંધી ચીજો લગાડવી કે સુશોભિત અથવા તે તે છતુમાં અનુકૂળ ગરમ, સુતરાઉ કે રેશમી સુંવાળાં–કેમળ વસ્ત્રો પહેરવાં વગેરે; ૩. અબ્રહ્મ એટલે મૈથુન સેવવું ૪--સાવદ્ય કર્મ એટલે ખેતી-વ્યાપાર વગેરે કઈ પણ પાપકાર્યો કરવાં; એ ચારેયને અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા–એ ચાર પર્વોમાં ત્યાગ કરવો, તેને શ્રીજિનેશ્વરદેએ પૌષધવ્રત કહેલું છે. આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org