________________
૨૪૨
[ ધ સં. ભા. ૧-વિ-ગા૩૦ અથવા “મન્સ' પર પૂર્વમહર્ષિઓનું કહેલું હોવાથી મૂળ “મવાન્ત' માની પ્રાકૃતના નિયમ પ્રમાણે “સાજન' સૂત્રના આધારે વચ્ચેના “વા”વર્ણને લેપ અને શ્રીસિદ્ધહેમના (૮-૪-૨૮૭ સૂત્રના) આધારે અર્ધમાગધીમાં પ્રથમ વિભક્તિના એકવચનમાં અકારને એકાર કરતાં “ભવાન્ત નું પણ “મજો” થઈ શકે છે, એ રીતિએ એને બીજો અર્થ “મજો અવાજ' એટલે “સંસારના પારને પામેલા” એ પણ થાય.
“સામા જિને અર્થ પહેલાં કહ્યું તેમ આત્માને સમભાવમાં સ્થિર કરું છું” એ જાણુ. હવે આત્માને સમભાવમાં કેવી રીતિએ સ્થિર કરું છું, તે કહેવાય છે.
વાવ ૧i gaar'—સાવદ્ય એટલે પાપયુક્ત જે યોગે, (અર્થાત–મન, વચન અને કાયાની પાપપ્રવૃત્તિ) તેને “પચ્ચક્ખામિ” એટલે “ત્યાગ કરું છું–સાવદ્ય પ્રવૃત્તિની વિરુદ્ધમાં નિર્ણય કરું છું” અથવા “નહિ કરવાને આદરપૂર્વક નિર્ણય કરું છું.” કયાં સુધી ? તે કાળની મર્યાદા બતાવે છે કે
કાવ સાહૂ પલ્લુવાણાન”—યાં સુધી સાધુઓની પર્યું પાસના કરું ત્યાં સુધી * પાપ વ્યાપારને તનું છું. અહીં જ્યાં સુધી માટે જે “ગાવ' પદ છે, તેના ત્રણ અર્થે થાય છે. એક પરિમાણ, બીજે મર્યાદા અને ત્રીજે અવધારણું-નિશ્ચય. એ ત્રણ અર્થે પૈકી પહેલા પરિમાણુ અર્થમાં “જ્યાં સુધી સાધુની પર્યું પાસના કરું ત્યાં સુધી” પાપ વ્યાપારને તજું છું, બીજા મર્યાદા અર્થમાં “સાધુની પર્ય પાસના શરુ કરું તે પહેલાં એટલે કે સામાયિક શરુ કરતા પહેલાંથી પા૫વ્યાપારને તળું છું અને ત્રીજા અવધારણ અર્થમાં “સાધુપણું પાસના કરું ત્યાં સુધીને માટે જ ” તે પછી નહિ; એમ “ભાવ” શબ્દના ત્રણ અર્થોથી નક્કી થયું કે સામાયિક લેતાં પહેલાંથી શરુ કરીને તે પૂરું થાય ત્યાં સુધી પાપ વ્યાપારને ત્યાગ કરવામાં આવે છે, તે પછીને માટે નહિ.
હવે તે પાપવ્યાપારને કેવી રીતિએ તજ? તેને આકાર (મર્યાદા) બતાવે છે. “સુવિધ વિ ” અર્થાત્ “દ્વિવિધ” એટલે બે પ્રકારના પાપગ્યાપારને અને “ત્રિવિધેન” એટલે ત્રણ પ્રકારે–ત્રણ સાધન દ્વારા તાજું છું. તેમાં પ્રથમ કયા ત્રણ પ્રકારે છે તે કહે છે, “મi-વાપજાપા” એટલે મનથી, વચનથી અને કાયાથી; અર્થામન, વચન અને કાયા એ ત્રણ પાપનાં સાધને છે, તે ત્રણેય સાધને પિકી એક પણ સાધનથી પાપ નહિ કરું તે પછી કયા બે પ્રકારના પાપવ્યાપારને ત્યાગ? તે બતાવે છે. “ fમ મિ” એટલે હું સ્વયં કરીશ નહિ અને બીજા દ્વારા કરાવીશ નહિ–એમ સ્વયં કરવા અને બીજા પાસે કરાવવારૂપ બે પ્રકારના પાપ વ્યાપારને ત્યાગ કરું છું, અનમેદનરૂપ પામવ્યાપારને ત્યાગ નહિ; કારણ કે પોતે નહિ
૪ આમાં એ હેતુ સમજાય છે કે-બીજે સ્થળે સામાયિક ઊગ્યરી સાધુના સ્થાને ગયેલો શ્રાવક ત્યાં ગુસવિનય માટે ફરી સામાયિક ઊચ્ચરે, ત્યારે ગુનિશ્રામાં બાકીને વખત પૂર્ણ કરવાના ઉદ્દેશથી “સાધુની સેવામાં રહું ત્યાં સુધી એમ સમયની મર્યાદા માટે “વાવ તા” બેલે. આવચૂર્ણિમાં એ ભાવ કહેલો સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org