________________
બ૦ ૨-અથડવિરમણ વ્રત ].
૩૧ મૂક-“શરીરવિવો, જે શિરે કનૈઃ
सोऽनर्थदण्डस्तत्याग-स्तार्तीयीकं गुणव्रतम् ॥ ३५ ॥" ચૂર્ણ; વગેરે મુખશુદ્ધિનાં સાધનો પૈકી અમુક નામપૂર્વક અમુક સંખ્યાને નિયમ કરી બાકીનાં તજે છે. વસ્ત્રમાં કઈ ધોતીયું, પિતડી, હાથ સાફ કરવાના ટુકડા (નેપકીન), શરીર લુછવાના રૂમાલ વગેરે દરેક વસ્ત્રોની ગણત્રી રાખે છે. પુપના ઉપલક્ષણથી કોઈ અમુક જાતિનાં સુંધવાનાં તેલ, અત્તર વગેરે તથા હાથમાં રાખવાની કલગી, ગળાના ફૂલહાર, હાથે પહેરવાના કુલના કંકણ, માથે ગૂંથવામાં આવતી ફૂલની વણીઓ, છૂટાં ફૂલ વગેરે દરેકનું નિયમન કરે છે. વાહન-“ફરતું, તરતું, ચરતું અને ઊડતું-એમ ચાર પ્રકારની હોય છે. તેમાં મેટર, ગાડી, રે, સાઈકલ, ટ્રામ, ગાડાં, એક્કા વગેરે જડ કે યાંત્રિક જમીન ઉપર ચાલતાં પ્રત્યેક વાહને “ ફરતાં' કહેવાય છે; નાવડી, હાડી, સ્ટીમર, મચ્છવા, ત્રાપા વગેરે, નદી, ખાઈ કે સમુદ્રાદિના પાણીમાં ચાલતાં વાહને ‘તરત’ ગણાય છે; હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર વગેરે પશુરૂપ વાહને “ચરતાં” ગણાય છે; અને આકાશમાં ચાલતાં વિમાનાદિ “ ઉડતાં' વાહને કહેવાય છે. એ દરેક જાતિનાં વાહનોને વિભાગપૂર્વક અમુક સંખ્યામાં નિયમ કરી બાકીને ત્યાગ કરાય છે. વિલેપનમાં–શરીરને સુખસ્પર્શરૂપ “સાબુ, તેલ, અળ, મેંદી, પાઉડરે, સુખડ, બરાસ, કસ્તુરી” વગેરેનું અમુક તે તે વસ્તુઓનાં નામપૂર્વક, અમુક પ્રમાણમાં, અમુક વખત, ઈત્યાદિ નિયમન કરી બાકીને ત્યાગ કરાય છે. શયનમાં–ગાદી, તકીયા, ખુરસી, ટેબલ, મેજ, આરામચૅર, સ્ટેયર, પલંગ, ખાટલા, ચોપાઈ, પથારી, કૌચ વગેરે સુવા, બેસવા કે આરામનાં દરેક સાધનોની સંખ્યાને નામવિભાગપૂર્વક નિયમ કરી બાકીનો ત્યાગ કરાય છે અને સ્મરણ ન રહે તે બહારગામે, બજારમાં કે એવા બીજા
સ્થાને ઔચિત્યભંગ ન થાય માટે જાણું રખાય છે. અબ્રહ્મને અંગે સ્વસ્ત્રીસંતોષ અને એકથી અધિક સ્ત્રીઓ હોય તો અમુક અમુક સિવાયની બીજીને નિયમ કરવા સાથે અમુક વખતથી વધારે મૈથુન તજે છે. આને અંગે તિથિ પ્રાતઃ સૂર્યોદયથી મનાય છે, છતાં પૂર્વની મધ્યરાત્રિના પછીના સમયથી તેને ત્યાગ કર વ્યાજબી છે, કારણ કે પાછલી અડધી રાત્રિ બીજી તિથિરૂપે નહિ છતાં બીજી તિથિના પરોઢરૂપે વ્યવહાર થાય છે અને તેથી કેટલીક વખત નિયમ તૂટવાનો સંભવ છે, માટે તે દિવસની પૂર્વની મધ્યરાત્રિથી આરંભીને તે દિવસ અને પૂર્ણ રાત્રિ સુધી પણ તજવું શ્રેયસ્કર છે. અન્યથા પર્વતિથિ વગેરે પણ સચવાવી શક્યું છે. દિશાઓમાં ઊર્ધ્વ, અધે અને આઠ તિથ્થી–એ દશેય દિશામાં જવા-આવવાને નિયમ કરાય છે. સ્નાનને અંગે છટક– મટકીને વિભાગ કરાય છે. તેમાં સંપૂર્ણ સ્નાન કરવું તે મટકું કહેવાય છે અને હાથ, પગ, મુખ વગેરે
વાં તે છટકાં કહેવાય છે. આ સ્માને અમુક સંખ્યાથી વધારે નહિ કરવાનો નિયમ કરાય છે. ભક્ત એટલે ભાત-પાણીરૂપ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ-એ ચારેય આહાર પૈકી જે જે મુખમાં નંખાય, ખવાય અને પીવાય તે તે બધાનું વજનથી અમુક શેર-એમ પ્રમાણુ કરી તેથી વધુને ત્યાગ કરાય છે.
આ ઉપરાન્ત પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવરને નિયમ કરાય છે. તેમાં પૃથ્વીકાયમ–ખાણની માટી, મીઠું વગેરે ચીજોનું સંખ્યા અને વજનથી પ્રમાણ કરાય છે. અપકાયમાં–અમુક શેરથી વધારે પાણી નહિ પીવાને નિયમ કરાય છે, સ્નાનને અંગે અમુક માપ નક્કી કરાય છે અને કપડાં વગેરે ધોવાને અંગે અમુક કુવા, તળાવ, નદી, નળ વગેરેનો નિર્ણય કરાય છે. તેઉકાયમાં–અમુક સંખ્યામાં ચુલા, સ્ટવ વગેરેના આરંભનો નિર્ણય કરાય છે, દીવાને અને પિતાનાં ઘર, દુકાન વગેરેના દીવાઓનું અમુક સંખ્યામાં પ્રમાણ કરાય છે અને જાહેર રસ્તાના વગેરે બીજા દીવાઓની જયણા રખાય છે. વાયુકાયમાં–પંખા, હિંચકા વગેરે વાયુકાયની વિરાધનાનાં સાધનને નિયમ થાય છે અને વનસ્પતિકાયમાં–સચિત્તના નિયમમાં જણાવ્યું તેમ નામ, માપ અને સંખ્યાના વિભાગપૂર્વક ત્યાગ કરાય છે. ત્રસકાયમ–અમુક સંખ્યામાં નોકર-ચાકરે વગેરેનો નિર્ણય થાય છે. તે સિવાય અસી, મસી અને કૃષિ-એ ત્રણને વ્યાપારના નિયમે કરવામાં આવે છે. તેમાં અસીના નિયમમાં ચપૂ, કાતર, સડી, સૂડા, સેય વગેરે દરેક પ્રકારનાં શો વાપરવાને અને અમુક પ્રમાણમાં સંખ્યાને નિયમ કરાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org