________________
પ્ર૦ ર્-ભાગાપભાગમાં ૧૪ નિયમા ]
૨૨૯
સ સચિત્તના ત્યાગમાં અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યાનુ ઉદાહરણુ? શાસ્ત્રમાં કહેલુ છે. એ રીતિએ આત્માથી એ સચિત્તને ત્યાગ કરવામાં શકય પ્રયત્ન કરવે.
૨. દ્રવ્ય-સચિત્ત અને વિગઈ આ સિવાય ૨ જે જે વસ્તુ સુખમાં નાખવામાં આવે, તે દરેક ચીજોને દ્રવ્યેામાં સંખ્યાથી ગણવી. તેમાં ખીચડી, રોટલી, નિવિયતા લાડુ, લાવસી, પાપડી, ચુરમુ, કરા, દુધપાક, ખીર વગેરે પદાર્થો અનેક જાતિનાં ધાન્યા આદિ ઘણાં દ્રવ્યેથી તૈયાર થાય છે, તેા પણ તે બધાં દ્રવ્યાનુ સ્વરુપ ખટ્ટલાઈને એક નવું સ્વરુપ પ્રગટ થતું હોવાથી તેને એકેક દ્રવ્ય જ ગણવું. વળી એક જ જાતિના અનાજ વગેરેમાંથી ખનેલાં અનેક દ્રવ્યો, જેવાં કેએક ઘઉંમાથી પુરી, રોટલેા, રોટલી, ખાખરા, ઘુઘરી, ઢોકળાં, થુલી, ખાટ, કશુક વગેરે દરેકનાં નામ તથા સ્વાદ જુદા જુદા હાવાથી, તે એક જ દ્રવ્યમાંથી અને તે પણ દરેકને જુદાં ગણવાં. ફળો, સીંગા વગેરેમાં પણ તેનાં નામ એક જ હાવા છતાં સ્વાદ જુદા જુદા હાવાથી તથા તેનું સ્વરુપ બદલાતું નહિ હોવાથી દરેકને જુદાં દ્રવ્યો તરીકે ગણવાં. અથવા તે ગુરૂ કે અનુભવી શ્રાવક પાસેથી સમજીને ઉપર જણાવ્યું તે સિવાય બીજી રીતિએ પણ દ્રવ્યોની મર્યાદા સખ્યાથી નિયત કરવી. ધાતુની સળી, હાથની આંગળી વગેરે મુખમાં નાખવા છતાં દ્રવ્યમાં ગણાતાં નથી. (તે સિવાયની પ્રત્યેક ચીજ દ્રવ્યરુપે ગણુવી-એમ વ્યવહાર છે. )
૩. વિગઈ-ધ, દહી, ઘી, તેલ, ગેાળ અને સ`પકવાન–એ છ વિગઈ એ લક્ષ્ય છે. (તેમાં અમુક રાખીને ખાકીની શકય હાય તેટલી વિગઈ આને ત્યાગ કરવા તે વિગઇનિયમ. )
૪. ઉપાનહ–જોડા, બુટ, ચપલ વગેરે ચામડાનાં-કપડાનાં પગરખાં કે કપડાનાં માજા, એ દરેક ઉપાનહ કહેવાય છે. લાકડાની પાદુકા ( ચાખડી) વગે૨ે તેા ઘણા જીવાની વિરાધનાનુ કારણ હાવાથી શ્રાવકે તેનેા સર્વથા ત્યાગ કરવા, અને વાપરવાના ચામડાનાં કે કપડાનાં ઉપર જણાવ્યા તે મુટ, ચપલ, મેાજા' વગેરેનું પ્રમાણ નક્કી કરી ખાકીને ત્યાગ કરવા.
૫. તાસ્કૂલ-મુખવાસ, પાન, સાપારી, ખદિર ( કપુર કે ખેરમાંથી બનેલી ઔષધિ વગેરે), વિકા, કાથા વગેરે સ્વાદિમ વસ્તુ અમુક ઉપરાન્ત નહિ વાપરવાનું નિયમન કરવુ.
૬. વસ્ત્ર–મસ્તક આદિ પાંચેય અંગાનું રક્ષણ કરનાર વેષ. લજ્જાના રક્ષણુ માટે પહેરવાનુ ૩૧. અખડ પરિવ્રાજકના સાતસે શિષ્યોએ પાછળથી શ્રાવકધર્માંતે સ્વીકાર્યાં હતા, તેમાં તેઓએ ‘ સજીવ તથા ખીજાએ આપ્યા વિનાનાં ' આહાર-પાણી નહિ વાપરવાને નિયમ કર્યાં હતા, તેથી તે હુંમેશાં અચિત્ત અને તે પણ ખીજાએ આપેલા આહારાદિથી જીવનનિર્વાહુ કરતા. કાઈ વખત ગંગા નદીના કાંઠે જંગલમાં પહેાંચતાં, ત્યાં ગ્રીષ્મૠતુના સખ્ત તાપ, ગંગા નદીના કાંઠાની અતિ તપેલી ઉષ્ણુ રેતી અને સૂર્યની ગરમી વગેરેથી અતિ તૃષાતુર થયા, છતાં પોતાના નિયમમાં દઢતાવાળા તેએાએ ગંગાના પાણીના ઉપયોગ ન કરતાં, આગળ ચાલવા માટે અસમર્થ હાઈ આખરી અનશન ( સ` આહારાદિનો ત્યાગ ) કર્યું અને કાળધર્મ પામી પાંચમા બ્રહ્મ દેવલાકમાં ઈન્દ્રની સમાન ઋદ્ધિવાળા દેવા થયા, એમ સચિત્તના ત્યાગથી થતા લાભને સમજી આત્માર્થીએ શકય ત્યાગ કરવા ઉદ્યમ રાખવે.
૩૨. ગ્રંથમાં · સચિત્ત અને વિગઈ એ સિવાય ' એમ જણાવેલું છે, તેનું કારણ એ કે—ચૌદ નિયમમાં સચિત્ત અને વિગ એ એ નિયમેા અલગ જણાવ્યા છે, વર્તમાનમાં તે મુખમાં નંખાય તે તે બધી વસ્તુઓને ગેમ્સમાં ગણવાના વ્યવહાર જોવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org