________________
૨૨૮
[ ધo સં૦ ભા. ૧-વિ૦ ર–ગા. ૩૨ થી ૩૪ સ્ત્રીસ ભેગના રસને ચાખે છે (અર્થાત જેણે તે પદાર્થો ભેગવ્યા છે, અને તેથી તેના રસાસ્વાદને જાણે છે, છતાં તેને ત્યાગ કરે છે તેઓ દુષ્કરકારક (મહા સમર્થ) છે. તેઓને હું વાંદુ છું.” ( અર્થાત–વિષયેના રસને ચાખ્યા પછી છાડવા દુષ્કર છે. માટે ઉત્તમ શ્રાવકે વિષયને ભેગવ્યા પહેલાં જ શક્ય હોય તેટલી વિશેષ વિરતિ કરવી હિતાવહ છે.) - સચિત્તમાં પણ નાગરવેલનાં પાનને ત્યાગ કર મુશ્કેલ છે, બીજી સચિત્ત વસ્તુઓ પ્રાયઃ થોડા કાળમાં અચિત્ત થતી જોવાય છે, પણ પાન તે પાણીથી નિરંતર ભીંજાયેલાં રહેવાથી સચિત્ત જ રહે છે. તે ઉપરાન્ત પણ તેમાં બીજા કુંથુ આદિ ત્રસ જીવેની પણ ઘણી વિરાધના થાય છે, માટે પાપભીરુ શ્રાવકે પાનને તજવું હિતકર છે, છડી ન શકાય તે પણ રાત્રે તે તે નહિ જ વાપરવું; આમ છતાં જે કંઈને રાત્રે પણ તેની જરૂર પડે, તે તેને દિવસે જોઈ–તપાસી રાખવાં. એમ યતનાની મુખ્યતા રાખવી. બહાચારીએ તે નાગરવેલનાં પાન કામદીપક હોવાથી તજવાં જ જોઈએ. વસ્તુતઃ સચિત્તના ભક્ષણથી “અનેક જીવોની હિંસા થાય ” એ મોટું પાપ છે, કારણ કે–પ્રત્યેક વનસ્પતિકાય પણ સચિત્ત હોય ત્યાં સુધી તેના એક જ પત્ર-ફળ કે બીજ વગેરેના ઉપયોગથી પણ અસંખ્યાતા જીવોની હિંસાને સંભવ છે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે
" जं भणि पज्जत्तग-निस्साए वुक्कमंत अपजत्ता ।
ગત્યેનો પત્તો, સત્ય અક્ષરવા પmત્તા છે ? ” ભાવાર્થ–“કારણ કહ્યું છે કે અપર્યાપ્તા છ પર્યાપ્તાની નિશ્રામાં ઉપજે છે, તેમાં પણ જ્યાં એક જીવ પર્યાપ્ત હોય, ત્યાં અસંખ્યાતા બીજા અપર્યાપ્તા હોય છે.”
આ સિદ્ધાન્ત પણ બાદર-એકેન્દ્રિય જીવેને અંગે છે, સૂકમ એકેન્દ્રિય જીવોમાં તે (તેથી ઊલટું એટલે કે–) જ્યાં અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ એક હોય, ત્યાં તેની નિશ્રાએ નિશ્ચયે અસંખ્યાતા પર્યાપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય જી હાય છે–એમ આચારાંગસૂત્રની ટીકા વગેરેમાં કહ્યું છે. એ કારણે એકૈક પત્ર, ફળ વગેરે વાપરવામાં પણ અસંખ્ય જીવોની વિરાધના થાય છે અને તેને આશ્રયે અપૂકાય (પાણી) કે નીલ (ફૂગ) વગેરે જે રહ્યાં હોય તે તે અનંતા જીવેને પણ નાશ થાય છે. પાણું, લવણ વગેરે પણ અસંખ્યાતા જીના સમૂહરૂપ જ છે. સિદ્ધાન્તમાં
" एगंमि उदगविंदुमि, जे जीवा जिणवरेहिं पन्नत्ता ।
ते जइ सरिसवमित्ता, जंबुद्दीवे न मायति ॥१॥" “ દામજપમાણે દવા વંતિ ને ગૌવા
તે વાવયપિત્ત, વંદો ન મારિ | ૨ ” ભાવાર્થ-“પાણીના એક (બારીક) બિંદુમાં (પણ) તેટલા જ શ્રીજિનેશ્વરદેવોએ કહ્યા છે કે–તેઓનાં શરીર જે સરસવના દાણા જેવડાં હોય, તે આખા જમ્બુદ્વીપમાં પણ તે સમાય નહિ. ૧ લીલા આમળાના પ્રમાણુ જેટલા પૃથ્વીકાયમાં (માટી, મીઠા વગેરેમાં) જે હોય છે તેઓનાં શરીરે જે પારેવા (કબુતર) જેવડાં હોય તે સમગ્ર જમ્બુદ્વીપમાં પણ સમાય નહિ. ૨.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org