________________
૨૨૬
[ ધo સંવે ભા૦ ૧-વિ૦ ૨-ગા, ૩૨ થી ૩૪ ભાવાર્થ– નીત્રોદક એટલે વરસાનું છાપરા ઉપરથી નીચે પડેલું પાણી. છાપરામાં રસડાને ધુમાડો લાગેલ હોય તે પાણી ધુમાડાવાળું થવાથી, અથવા વરસાદ પડતાં પહેલાં છાપરું સૂર્યના કિરણેથી તપી ગયેલું હોય તે તેના સ્પર્શથી પણ પાણી અચિત્ત થાય, માટે તેનું પાણું સાધુને લેવાને નિષેધ નથી. કેટલાકે એમ કહે છે કે–સાધુઓએ તે પાણી પિતાના પાત્રમાં ગ્રહણ કરવું, પરંતુ તે વિષયમાં આચાર્ય કહે છે કે તે પાણી અશુચિવાળું હોવાથી સાધુને પિતાના પાત્રમાં તેવું પાણી લેવાને નિષેધ છે, માટે પહેલાં તે કુંડી વગેરે ગૃહસ્થના કેઈ વાસણમાં તે પાણી લેવું : વળી વરસાદ પડતી વખતે તે તે પાણી મિશ્ર પણ હોય છે, માટે સાધુએ વરસાદ બંધ રહ્યા પછી અંતમુહૂર્ત બાદ તે નિતરી જાય અને અચિત્ત થાય ત્યારે લેવું. વળી શુદ્ધ પાણી તે અચિત્ત થયા પછી પણ ત્રણ પ્રહર બાદ સચિત્ત થઈ જાય છે. માટે તે સમય પહેલાં તેમાં ખાર (અચિત્ત ચૂને વગેરે) નાખવે, કે જેથી તે સચિત્ત થાય નહિ અને સ્વચ્છતા પણ રહે,-એ મુજબ પિંડનિર્યુક્તિની ટીકામાં જણાવ્યું છે.”
ખાનું ધાવણ પણ પહેલી વખતનું, બીજી વખતનું કે ત્રીજી વખતનું ધોએલું હોય અને જે તે અ૫ કાળનું હોય તે મિશ્ર સમજવું, જ્યારે તે લાંબે કાળ રહે ત્યારે જ અચિત્ત થાય છે. અર્શીખાને ધોવાથી તેમાં રહેલી પાણીને અચિત્ત કરવાની તાકાદ ઘટતી જાય છે, માટે પહેલાથી બીજી વખતનું-ત્રીજી વખતનું ધાવણ ઉત્તરોત્તર વધુ સમય પછી અચિત્ત થાય છે અને ચોથી-પાંચમી વખતનું તે ઘણે વખત રાખવા છતાં પણ અચિત્ત થતું નથી-સચિત્ત રહે જ છે. પ્રવચનસારે દ્ધાર વગેરેમાં અચિત્ત વગેરે પાકુંને કાળ આ પ્રમાણે જણાવ્યું છે
“ उसिणोदगं तिदंडु-कालिअं फासुअजलं जइकप्पं ।
નર નિશ્રાવિશુ, પતિપોવરિ વિ રિવચ્ચે છે ?” " जायइ सचित्तया से, गिम्हासु पहरपंचगस्सुवरि । चउपहरुवरि सिसिरे, वासासु जलं तिपहरुवरिं ॥२॥"
(પ્રવાઢા, nro ૯૮૨-૮૮૨) ભાવાર્થ-બત્રણ ઊકાળાથી પૂર્ણ ઊકળેલું શુદ્ધ પાણી અચિત્ત હેવાથી સાધુને કલ્પે છે. ફક્ત વૃદ્ધ, રેગી વગેરેને માટે કારણ હોય તે ત્રણ પ્રહર ઉપરાન્ત પણ રાખી શકાય.૩૦ ઉકાળેલું અચિત્ત પાણી (અગ્નિને સંબંધ છૂટયા પછી) ઉન્ડાળામાં પાંચ પ્રહર પછી, શિયાળામાં ચાર પ્રહર પછી અને વર્ષાકાળમાં ત્રણ પ્રહર પછી પુનઃ સચિત્ત થઈ જાય છે.” - ૩૦. સાધુને ઉત્સર્ગ માર્ગે આહાર-પાણ દિવસે પહેલા પ્રહરમાં વહેલું સાંજે એક પ્રહર બાકી રહે ત્યાં સુધી અને બીજા પ્રહરમાં વહારેલું સાંજ સુધી–એમ ત્રણ પ્રક૨ સુધી જ રાખવું કપે છે. એ હેતુથી અહીં કહેવામાં આવ્યું છે કે-વૃદ્ધ, રેગી વગેરેને કારણે અપવાદથી પાણી ત્રણ પ્રહર ઉપરાન્ત પણ રાખી શકાય છે. વસ્તુતઃ તેની અચિત્તતા તે ચેમાસું, શિયાળ અને ઊનાળે–એ ત્રણ કાળમાં અનુક્રમે ત્રણ-ચાર-પાંચ પ્રહર રહે છે, માટે તે રાખવું પડે તે પણ તે પહેલાં તેમાં ક્ષાર ભેળવી દેવો જોઈએ. પાણી ઊકાળતાં જ્યારે પહેલે ઉભરે આવે ત્યારે થોડું અચિત અને ઘણું સચિત્ત, બીજો ઉભરો આવે ત્યારે ઘણું અચિત્ત અને થોડું સચિત્ત એમ મિશ્ર રહે છે, જ્યારે ત્રીજે ઉભરો આવે ત્યારે જ તે પૂર્ણ અચિત્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org