________________
પ્ર. ૨-ભેગેપગમાં સચિત્તાદિ વિભાગ ]
૨૨૧ વગેરેનાં તેલ, તત્કાળ ભાંગી બીજ કાઢી નાખેલાં કપરાં–શીંગોડાં–સેપારી વગેરે, તત્કાળ બીજરહિત કરેલાં પાકાં ફળ, કણીયા ન રહે તેવાં બારીક તત્કાળ વાટેલાં જીરૂં-અજમો વગેરે દરેક પદાર્થો બે ઘડી (૪૮ મીનીટ) સુધી મિશ્ર અને તે પછી અચિત્ત થાય-એમ વ્યવહાર છે. બીજા પણ જે પદાર્થો પ્રબલ અગ્નિશસ્ત્રના ચુંગ વિના જ અચિત્ત કર્યા હોય, તે પણ બે ઘડી સુધી મિશ્ર અને તે પછી અચિત્ત થાય-એમ વ્યવહાર છે. જેમ કે-(સાકર, રાખેડી કે ક્ષાર યથાયોગ્ય જોઈતા પ્રમાણમાં નાખીને) અચિત્ત બનાવ્યું હોય તે પાણી પ્રથમ બે ઘડી સુધી મિશ્ર અને પછી અચિત્ત ગણાય છે એમ દરેક બાબતમાં સમજવું. કાચાં ફળે, કાચાં અનાજધાન્ય તથા કાચું મીઠું વગેરેને અતિ ઝીણો વાટયાં હોય, તે પણ પ્રાયઃ અગ્નિ વગેરે પ્રબલ શસ્ત્ર લાગ્યા વિના તે અચિત્ત થતાં નથી.
સે જન ઉપરાન્ત દુર-પરદેશથી આવેલાં હરડે-ખારેક-કીસમીસ (સુકી-સફેદ દ્રાક્ષ)કાળી દ્રાક્ષ–ખજુર-(કાળાં-ધોળાં) મરી–પીપર–જાયફળ-બદામ-વાયમ (?) અબડ-નમિજપીસ્તાં અને ચણકબાવા; સ્ફટિક જે તદ્દન સફેદ સિવ વગેરે–સાજીખાર તથા બીડલવણ (એક ખાર) વગેરે ક્ષારે; કૃત્રિમ ક્ષાર પદાર્થો, કુંભાર વગેરેએ ચળેલી–પરિકમિત માટી વગેરે, એલચીલવીંગ-જાવંત્રી-સુકી મેથ-કેકણાદિ દેશનાં પાકાં કેળાં (કુકણી કેળાં)ઉકાળેલાં (બાફેલા) શીગડાં–સોપારી + વગેરે પદાર્થો વ્યવહારથી અચિત્ત મનાય છે. કહ્યું છે કે
“ ગોળનાં તુ , ગળફાળે તે મંદતી
વાયાજાળ , વિન્થ ફોર રોળા છે ? ” (૦૫, ૪૦ -૨૭૩) ભાવાર્થ – ૨૮ લવણાદિ વસ્તુઓ પિતાના ઉત્પન્નસ્થાનથી બીજે સ્થલે જતાં, પહેલા દિવસે થડી, પછી તેથી વધારે, પછી તેથીય વધારે-એમ દરરેજ અચિત્ત થતી, છેવટે સે જન જતાં સર્વથા અચિત્ત થાય છે. તેનું કારણ કહે છે
પ્ર-શસ્ત્ર વિના માત્ર સે જન જવાથી જ અચિત્ત કેમ થઈ શકે ?
ઉત્તર-આહારના અભાવે અચિત્ત થાય, કારણ કે-જે વસ્તુનું જે ઉત્પત્તિસ્થાન છે, ત્યાંનાં હવા, જમીન વગેરે તેનાં પિષક હેવાથી તેને તે આહાર ગણાય છે, તે આહારથી તે સચિત્ત રહી શકે છે, પણ તે સ્થાનને છોડી અન્યત્ર જતાં પિતાનાં પિષક હવા, જમીન વગેરેના અભાવે તે અચિત્ત થાય છે. વળી પૂર્વ પૂર્વના પાત્રમાંથી બીજા બીજા પાત્રમાં નાખવાથી ( અથડાતાં– કુટાતાં); તેમ જ એક સ્થાનેથી અન્ય સ્થાને, ત્યાંથી વળી બીજે સ્થાને-એમ વારંવાર સ્થાનાંતર કરવાથી પણ અચિત્ત થાય છે; વાયુથી, અગ્નિથી કે (રડા વગેરેમાં) ધુમાડાથી પણ અચિત્ત થાય છે, અહીં આદિ શબ્દથી લવણ સાથે બીજી નીચે કહેવાતી વસ્તુઓ સમજવી.” 1 + ચાલુ અધિકારમાં સોપારીને ભાગ્યા પછી બે ઘડી સુધી મિશ્ર કહી છે, તેથી અહીં “ચીકણી સોપારી' સમજાય છે, કારણ કે- જોજન દૂરથી આવેલી માંગરોળી વગેરે સોપારીને સચિત્ત તરીકે વ્યવહાર છે.
૨૮. અહીં લવણ શબ્દથી મીઠું નહિ પણ સાજીખાર, બીડલવણ વગેરે કૃત્રિમ લવણું સમજાય છે, કારણ કે-મીઠું તે પ્રબલ અગ્નિશસ્ત્ર વિના અચિત્ત થતું જ નથી-એમ ભગવતીસૂત્રના પાઠપૂર્વક પૃ. ૨૦૫ માં બાવીસ અભક્ષ્યના વર્ણનમાં કહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org