________________
પ્ર. ૨-ભેગોપાગમાં બાવીસ અભક્ષ્ય ]
૨૧૭ " वासासु पन्भरदिवस, सि-उण्हकालेसु मास-दिणवीसं।
उग्गाहिम जईणं, कप्पइ आरब्भपढमदिणा ॥१॥" ભાવાર્થ–પવાનાદિ તળેલી વસ્તુઓ, તે બની હોય તે દિવસને ભેગે ગણુતાં વષકાળમાં ઘેર વિવેકપૂર્વક કરેલું જ વિશ્વાસપાત્ર ભક્સ છે, કારણ કે-વેપારીએ બનાવેલાને કાળ નક્કી હેતે નથી, બેટાં વગેરેનાં ભજીયાં બનાવ્યાં હેય તે જ તેલ ચવાણામાં પણ વપરાય છે. લાડ તળ્યા વિનાના ચૂરમાના બીજે જ દિવસે વાસી થાય. તળેલા ચૂરમાના લાડુ પણ મુઠીઆ કાચાં રહે તે વાસી થવા સંભવ છે. કઈ કઈ મતીયા, કણસઈ વગેરે પણ ચાસણી કાચી હોવાના કારણે કે બુંદી કાચી રહેવાના કારણે બે-ચાર દિવસમાં ગંધાય છે અને ભાંગતાં અંદર સફેદ ફગ-અનંતકાય જણાય છે. રાઈ ઉહાળામાં સખ્ત ગરમીને લીધે ઉતરી જવાથી–બેસ્વાદ થાય તે તેને રસ બદલાઈ જવાને સંભવ છે, ગરમ ગરમ રોટલા-રોટલી–પુરી વગેરે પણ વાસણમાં ભરી તરત ઢાંકવા નહિ, પરંતુ થોડી વાર પછી ઢાંકવા. છાસમાં રાખેલા ભાતને કાળ આઠ પ્રહરને લેવાથી સાંજે રાખ્યો હોય તે બીજે દિવસે ખપે, પણ સવારને રીધેલે તે તે જ દિવસે સૂર્યાસ્ત સુધી ખપે, કારણ કે–રાત્રિએ રાત્રિભોજનનો દોષ લાગે અને બીજે દિવસે સવારે જ કાળ પૂર્ણ થઈ જાય. તે પણ જે બૂડાબૂડ જાડી છાશમાં દાણે દાણુ છૂટા થઈ જાય તેમ છાંટેલો હોય તે જ ખપે, નહિ તે અભક્ષ્ય થાય, તેમાં ચાર આંગળ છાશ ઉપર તરતી હેવી જોઈએ, ચોમાસામાં તો એ પ્રમાણે કરતાં પણ દોષ લાગવા સંભવ છે. કઈ કઈ પ્રદેશમાં આજે બનાવેલા રોટલા-ભાખરી વગેરે બીજે દિવસે ખાવાનો રિવાજ છે, તે વાસી હેવાથી અભક્ષ્ય છે. સેકેલા જેટલા પણ ભાંગતાં ખાખરા કે પાપડની જેમ અવાજ થાય તેવા આકરા સેકાયેલા જ વાસી ન થાય. રાંધેલું વધી પડ્યા પછી લેભથી-કુપણુતાથી વાસી રાખવા અને ખાવાને પણ પ્રસંગ આવી જાય છે, પણતા હોય તે પ્રમાણયુક્ત રાંધવું, નહિ તે વધેલું અનુકંપાદાન તરીકે ઉપયોગ કરવો ઉચિત છે. દહીં-દૂધમાં ખટાઈ નાખી મેળવેલું દહીં ૧૬ પ્રહર પછી અભક્ષ્ય થાય છે, માટે પ્રભાતે મેળવેલું બીજ દિવસની સાંજ સુધી ભક્ષ્ય સમજવું. રાત્રિ પૂર્ણ થતાં ૧૬ પ્રહર પૂર્ણ થઈ જાય, અર્થાત્ બે રાત્રિ પસાર થતાં તે અભક્ષ્ય બને છે, માટે સાંજે મેળવ્યું હોય તે પણ ૧૨ પ્રહર જ એટલે બીજા દિવસની સાંજ સુધી જ વાપરી શકાય. અહીં સોલ પ્રહરને અર્થે મેળવણુ નાખ્યું ત્યારથી તે ૧૬ પ્રહર સુધી-એમ સમજવાને નથી. મેળવણુ ગમે ત્યારે નાખ્યું છે, તે પણ તે દિવસના પૂરા ચાર પ્રકર, રાત્રિના ચાર પ્રહર, બીજા દિવસના ચાર પ્રહર અને બીજી રાત્રિના ચાર પ્રહર મળી ત્રીજા દિવસનો સૂર્યોદય થતાં પહેલાં સેલ પ્રહર પૂરા ગણવાના છે. તેમાં છેલ્લી રાત્રિએ રાત્રિભોજન-દોષ લાગે માટે મેળવ્યું તેના બીજા દિવસની સાંજ સુધી જ તે વાપરી શકાય અને ત્રીજ દિવસના સૂર્યોદય પહેલાં તેની છાશ-વલેણું કરી નાખવું જોઈએ. તેની બનેલી છાશને કાળ પણ એ જ રીતિએ સેલ પ્રહને ગણવે. દૂધને સામાન્ય રીતિએ ચાર પ્રહરને કાળ છે, તે પણ સાંજના દેહેલા દૂધમાં મધ્યરાત્રિ પહેલાં મેળવણ નાખી દેવું જોઈએ. વ્યાપારીઓ દૂધમાં પણ વાસી દૂધ કે આરારૂટ નામને લોટ જેવો પદાર્થ ભેળવીને વેચે છે, જે અભક્ષ્ય છે. ઘી-વીને સ્વાદ વગેરે બદલાઈ કડવું બની જાય, ખરું કે લાલ બની જાય અને તેની ગંધ બદલાઈ જાય, તે તે અભક્ષ્ય જાણવું. વેપારીઓ ઘીમાં પણ ચરબી, બટેટાં, રતાળ વગેરેના કંદને બાફીને મેળવે છે, માખણને થેડી છાશ સાથે રાખીને ઘી બનાવવું જોઈએ, નહિ તે માખણ અભક્ષ્ય બની જાય છે. પ્રસૂતિ પછી દશ દિવસ સુધી ગાયનું, પંદર દિવસ સુધી ભેંસનું અને આઠ દિવસ સુધી બકરીનું દૂધ કપે નહિ. તેને બળી વગેરે બનાવ્યો હોય તે પણ ખાવ નહિ. ખાટાં ઢોકળાં-ચોખાની કણકી, અડદ કે ચણાની દાળ વગેરેને ભરડી રાત્રે છાશમાં પલાળી રાખે છે અને બીજે દિવસે ઢોકળાં બનાવે છે, જે વાસી થવા સાથે કોળમાં છાશ ભળવાથી (દ્વિદળ) અભક્ષ્ય થાય છે. સેકેલાં ધાન્ય-ચણ, મમરા, ધાણી વગેરેને કાળ પકવાન જેટલું સમજ. વગેરે ઘણી વસ્તુઓ વિવેક વિના અભક્ષ્ય બને છે. આ વિષયમાં પણ સમજ મેળવવાની જરૂર છે. અહીં આ વિષયમાં બહુ લંબાણ ન કરતાં મેહસાણું–શ્રીયશોવિજયજી જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org