________________
૫૦ ર્-સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત ]
૧૮૩
અર્થાત્-લેનારને લાકા ચાર કહે, તેવું પારકું ધન વગેરે નિહ લેવાની પ્રતિજ્ઞા-નિયમ કરવા, તેને શ્રીતીથ કરદેવાએ ( સ્થૂલ અદ્યત્તાદાનવિરમણ નામનુ') ત્રીજું અણુવ્રત કહ્યું છે. ” ટીકાના ભાવાર્થ- અદત્ત એટલે તેના માલિકે નહિં આપેલું. ” તેના ચાર પ્રકાર છે. કહ્યુ` છે કે
e
“ સામીનીવાર્ત્ત, ત્તિસ્થવરેળ તહેવ મુદ્દે । ગમાર્થ, પવિત્ર બાળમહૈિં ॥ ? ॥
"
( સંોષપ્રજ, શ્રાવ્રતાધિ॰, ૨૬ ) ભાવાથ- ૧. સ્વામિઅદત્ત, ૨. જીવઅનુત્ત, ૩. તીર્થંકરઅદત્ત અને ૪. ગુરુઅદત્ત, એમ ચાર પ્રકારે અદત્તનું સ્વરૂપ આગમના મને જાણનારા જ્ઞાનીઓએ કહ્યુ છે. ”
C
તેમાં ૧. સેાનુ, વસ્ત્ર, પાત્ર વગેરે કોઈ વસ્તુ તેના સ્વામીએ ( માલિકે) ન આપવા છતાં લેવી, તે ‘સ્વામીઅદત્ત ’ કહેવાય છે. ૨. સચિત્ત ફળ, ફૂલ, અનાજ વગેરે સજીવ પદાર્થો જે તેમાં રહેલા વનસ્પતિકાય આદિ એકેન્દ્રિય અવાનાં શરીરરૂપ છે, તે સચિત્ત ફળાદિને તેના બાહ્યમાલિક (અથવા ખીજો કાઈ પણ) કાપે, છેદે, સેકે કે ખાય, વગેરેથી તેના નાશ કરે, ત્યારે તેના સાચા માલિક જીવ, કે જેનું તે શરીર છે, તેની એ રીતિએ નાશ કરવા સંમતિ હાતી નથી માટે તે અદત્ત ગણાય છે: એ પ્રમાણે જે કઈ વસ્તુ જીવના શરીરરૂપ હાય, તેને તે જીવની રજા વિના કાપવી, ઈંદ્રવી, સેકવી, ખાવી વગેરે · જીવઅદત્ત ’ કહેવાય છે; કારણ કે-વ્યવહારમાં માલિક મનાતા મનુષ્ય વગેરેને ફળાદિના તે તે જીવા તે ફળાદિ પાતાનાં શરીરનેા નાશ કરવા સ'મત થતા નથી. ૩. ગૃહસ્થે સાધુને વહેરાવેલાં અચિત્ત પણ આધાકમી કાદિ દોષિત આહાર વગેરે, કે જેને લેવાના શ્રીતી કરદેવાએ સાધુઓને (ઉત્સગ માગે) નિષેધ કરેલા છે, આવુ... તીથ કરની આજ્ઞાવિરુદ્ધ જે લેવામાં આવે તે તીથંકરઅદત્ત ’ કહેવાય છેઃ તે મુજબ ગૃહસ્થને પણ અચિત્ત છતાં અનંતકાય, અભક્ષ્ય, વગેરે પદાર્થોં લાગવવાની શ્રીતીર્થંકરદેવાની આજ્ઞા નથી, છતાં તેના ઉપયાગ કરે, તેા ગૃહસ્થને પણ તીથ કરઅદ્યત્ત મનાય છે. ૪. ઉપરના બધા દોષોથી રહિત જે વસ્તુ શુદ્ધ—પ્ય હાય તે પણુ, સાધુ પાતે જેની નિશ્રામાં હાય તે શુદિને નિમંત્રણુ કર્યો વિના, ખતાવ્યા વિના કે તેઓની સંમતિ વિના વાપરે, તે તેને ‘ગુરુઅદત્ત ’ કહેવાય છે. એ ચારેય અદત્તો જે જે વસ્તુમાં જેટલાં ઘટે તેટલાં સ્વયમેવ વિચારવાં.
"
C
ઉપરનાં ચાર અદત્તાદાના પૈકી શ્રાવકને સ્વામીઅદ્યત્તને અંગે જ વિરતિ થઈ શકે છે, તે સ્વામીઅદ્યત્ત એ પ્રકારનુ` છે, ૧–સ્થૂલ અને ૨-સૂક્ષ્મ. તેમાં · અહુમૂલ્ય મેટી વસ્તુ કહ્યા વિના લેવાથી ચારીનુ કલંક લાગે, તેથી જિનેશ્વરાએ માલિકની રજા વિના તેને લેવાના નિષેધ કર્યો છે. ’–એમ સમજવા છતાં પણ સંમતિ વિના ગ્રહણ કરે, ત્યારે લેનારના અધ્યવસાયા ઘણા દુષ્ટ (ચારીના ) હોવાથી તે ‘ સ્થૂલ ’કહેવાય છે. એ પ્રમાણે ખેતર-ખળા વગેરેમાંથી પણ થાય ચારીની બુદ્ધિથી ગુપ્ત રીતિએ ગ્રહણ કરે, તે તે પણ દુષ્ટ આશયપૂર્વક લેવાતું હોઈ સ્થૂલ અદત્તાદાન કહ્યું છે. તેનાથી વિપરીત એટલે ચારી કરવાની બુદ્ધિ વિના સામાન્ય ઘાસ, માટીનું ઢેકું, રાખ વગેરે વસ્તુ લેવી તે સૂક્ષ્મ-નાનું અદત્તાદાન સમજવું. આ એમાં સૂક્ષ્મ અદત્તાદાનની યતના રાખી શ્રાવકને માત્ર સ્થૂલ અદત્તાદાનના ત્યાગ થઈ શકે છે. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org