________________
૧૮૨
[પ૦ સંo ભા. ૧-વિ૦ ૨–ગા. ૨૭ નારા આ જન્મમાં પણ જિહુવાદ, વધ, જેલ, ફાંસી વગેરેની અનેક પીડાઓ ભેગવે છે, અપયશ પામે છે, નિર્ધન થાય છે, દરિદ્રી બને છે, ઈત્યાદિ મૃષાવાદનાં આ લેક-પરલેકનાં માઠાં ફળને સમજી અવશ્યમેવ મૃષાવચન તજવું જોઈએ. એ પ્રમાણે બીજા વ્રતનું સ્વરૂપ જણાવ્યું. હવે ત્રીજા વતનું વર્ણન કરે છે. મૂઝ-“પપ્રVIૌર્ય- નવનાત !
મા નિત્તરતીયં તત્ત, જે વૈરyવતન ૨૭.” મૂલાર્થ-“બીજાનું જે ધન લેવાથી “આ ચોર છે-એણે ચોરી કરી ”—એવું આળ ચઢે,
૭. મૌન એ સર્વશ્રેષ્ઠ કલ્યાણમાર્ગ છે. જ્યાં સુધી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે અંતરંગ શત્રુઓનું બળ છે, ત્યાં સુધી વાણીમાં અસત્યવાદ, કટુતા, તિરસ્કાર, દ્વેષ, કપટ વગેરે આવી જવું સંભવિત છે, તેથી ચાર જ્ઞાનના ધણી શ્રી તીર્થંકરદે પણ કેવલજ્ઞાન થતાં સુધી મૌન સેવે છે અને રાગાદિ અંતરંગ શઓને આખરી નાશ કર્યો પછી જ ઉપદેશ આપવાની શરૂઆત કરે છે, માટે જ તેઓનું વચન સત્ય, યથાર્થ અને સર્વને સર્વ પ્રકારે હિતકારક હોય છે. છાસ્થ જીનું સ્વતંત્ર વચન કદી સત્ય બની શકતું નથી. આટલું સામાન્ય પણ સમજ્યા પછી છદ્મસ્થ જીવોને સ્વમતિકલ્પનાનુસાર બલવામાં શો લાભ છે? કાંઈ જ નથી. જો કાંઈ લાભ હોય તે પણ તે સર્વજ્ઞોનું બોલેલું બોલવાથી જ, નહિ કે–સ્વમતિકલ્પનાએ બોલવાથી ! આમ વિચારતાં સમજાશે કે-અજ્ઞાતપણે બેલવામાં ઘણું હાનિ છે. સમર્થ યોગીઓ પણ મૌન સેવીને કલ્યાણ સાધે છે. માણસ જેમ જેમ મહાન બને તેમ તેમ બલવાનું ઓછું થતું જાય. નિરર્થક બેલનારે કદી પણ મહાન બની શકતા નથી. અઢાર મહા પાપસ્થાનમાં ૧–મૃષાવાદ, ૨-કલહ, ૩–આળ-અભ્યાખ્યાન, ૪-પૈશુન્ય (ચાડી), ૫–પર પરિવાદ (નિંદા) અને ૬-માયામૃષાવાદ, એ છ પાપ અજ્ઞાનપણે બોલવાથી જ થાય છે. ભાણસ વિચાર કરશે તે તેને જણાશે કે–તેના બેલવામાં મોટે ભાગે ક્રોધ, માન, કપટ, લેભ, રાગ, દ્વેષ વગેરે શત્રુઓનું પોષણ થઈ રહ્યું હોય છે. કઈ જ્ઞાની સાધુ, સંયમી કે વૈરાગીનું વચન જ પાપરહિત જણાશે. શ્રીજિનેશ્વરદેવના ધર્મનો સાર મૌન છે. તેઓએ મનમાં જ આખરી ધર્મ કહ્યું છે. કેઈ પ્રસંગે નહિ બલવાથી નુકશાન થવા સંભવ હોય અને બોલવાથી લાભ થવા સંભવ હોય, તે પણ બલવાની યોગ્યતા ધરાવતા
અધિકારીને અને તે પણ શ્રી તીર્થંકરદેવના વચન અનુસારે જ બોલવાનું જણાવ્યું છે. એથી વિપરીત બોલવામાં પાપ છે, માટે જ ભાષાસમિતિ અને વચનગુપ્તિરૂપ વચનના અંકુશને ધર્મ કહ્યો છે અને ભાષાના સાવદ્યનિરવદ્ય પ્રકારે પણ એ ઉદ્દેશથી જ બતાવ્યા છે.
આમ છતાં ઉપકાર કરવાની ઉત્સુકતાના ગે અણસમયે પણ અનધિકારીપણે જે બોલાય કે લખાય તેનાથી હિતને બદલે સ્વ–પર ઘણું અહિત થવા સંભવ છે. ભગવાન શ્રીજિનેશ્વરદેવને શાસનની રચના-બંધારણ જ એવું છે કેતેને અનુસરવામાં કદાપિ પરિણામ ખરાબ ન આવે. જ્યારે જ્યારે ધર્મને બદલે અધર્મ કે શાસનની અપભ્રાજના–લઘુતા વગેરે થાય, ત્યારે ત્યારે તેમાં મુખ્ય કારણરૂપે અનધિકારી આત્માઓનું અધિક સ્વેચ્છાચારીપણું સંભવે છે; માટે બીજાનું કે પિતાનું કલ્યાણ ઈચ્છતા આત્માએ મૌનને આશ્રય લેવો તે સર્વશ્રેષ્ઠ છે. કહ્યું છે કે-“ૌવં સવાધનમ્” અર્થાત-સઘળાં પ્રયોજનનું સાધક મૌન છે.” મૌનથી લૌકિક જીવનમાં પણ કેટલાંય દુઃખો ટળી જાય છે. બેલી બતાવવા કરતાં કરી બતાવવું તે જ કરણીય છે. જેમ મંદિરમાં અબેલ મૂર્તિ પણ હજારેને આકર્ષણ કરે છે, તેમ મનુષ્યનું અસદાચાર વિનાનું સદાચારી જીવન વિના બેલ્વે પણું હજારેને સન્માર્ગમાં આકર્ષે છે; માટે શક્ય હોય તેટલું મૌન સેવવું અને જરૂર પડે તે પણ બહુ વિચારીને સ્વ-પરહિતકારી બોલવું તેને ધર્મ કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org