SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૨-સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત ] ઉત્તર–પ્રશ્ન વ્યાજબી છે, છતાં બધાં દ્વિપદોમાં કન્યાને અંગે, ચાર પગવાળામાં ગાયને અંગે અને સઘળી અપદ વસ્તુઓમાં ભૂમિને અંગે અસત્ય બોલવું, તે લોકોમાં અતિ નિંદનીય (બહુ ખરાબ) તરીકે પ્રસિદ્ધ છે, માટે તેની અતિ દુષ્ટતા સમજી વિશેષતયા વજેવાં જોઈએ; એમ સમજાવવા “દ્વિપદ' વગેરેને બદલે “કન્યા” વગેરે નામ રાખ્યાં છે. કન્યાદિને અંગે એમ અસત્ય બોલવાથી બોલનારને ભોગાન્તરાય (કમને બંધ) થાય છે, દ્વેષવૃદ્ધિ થાય છે, વગેરે તેનાં અનેક માઠાં ( દુષ્ટ) ફળ જગતમાં પણ પ્રસિદ્ધ છે. શ્રીઆવશ્યકસૂત્રની ચૂર્ણિમાં પણ જણાવ્યું छ - " मुसावाए के दोसा ? अकधंते के गुणा ? तत्थ दोसा कण्णगं चेव अकण्णगं भणंतो भोगान्तरायदोसा य, दुट्ठा वा आतघातं करेज्ज कारवेज वा, एवं सेसेसु भाणिअव्वा ॥ इत्यादि ॥” (पच्चक्खाणाव० ) અર્થાત-“અસત્ય બલવામાં કયા દે છે અને નહિ બોલવામાં ક્યા ગુણ છે? તેના ઉત્તરમાં દ-કન્યાને અકન્યા (વ્યભિચારિણી) કહેવાથી બોલનારને ભેગાન્તરાય થાય છે, દ્વેષ થાય છે” અગર કન્યા દુષ્ટ હોય તે આપઘાત કરે કે કરાવે વગેરે (ઘણું દુષ્ટ ફળો આવે છે). એમ બાકીનાં અસત્યમાં પણ સમજવું.” ઈત્યાદિ. ૪-ચાણ -ન્યાસ એટલે રક્ષા માટે બીજાએ સેપેલી વસ્તુ (સોનું વગેરે થાપણ). તેને અંગે અસત્ય બોલવું, જેમ કે મારે ત્યાં તે કઈ થાપણ મૂકી જ નથી, અગર મૂકી હોય વધારે અને કહેવું કે-આટલી જ મૂકી છે, અગર અમુક વસ્તુ મૂકી હોય તેને બદલીને કહેવું કેતું આ વસ્તુ મને સંપી ગયું છે, વગેરે થાપણ સંબંધી અ૫લાપ કરે, તે “ન્યાસાપહાર” કહેવાય છે. પૂર્વના ત્રણ અસત્યથી આને ભિન્ન કહેવાનું કારણ એ છે કે આમાં બીજાએ વિશ્વાસથી પેલી થાપણને અંગે ” અસત્ય બેલાય છે. વસ્તુતઃ તે અસત્ય નહિ પણ એક ચિરીને પ્રકાર છે, છતાં એ ચોરી જુટ હું બેલીને કરાતી હેવાથી એમાં અસત્ય વચનની મુખ્યતા હોવાથી મૃષાવાદમાં ગણેલ છે. કફૂરસારું-લેવડ–દેવડ વગેરેમાં બીજાએ પ્રમાણિક માનીને વિશ્વાસથી સાક્ષી રાખેલે હેય, તે છતાં પોતે લાંચ, રૂશ્વત, દ્વેષ આદિને વશ થઈ જુઠી સાક્ષી ભરે. આ જુદી સાક્ષીનું વચન બીજાનાં પાપનું પિષણ કરવારૂપ મૃષાવાદ હેવાથી ઉપરનાં ચારથી તેને ભિન્ન ગણાવ્યું છે. અહીં તાત્પર્ય એ છે કે-ક્રોધ, માન, માયા, લેભ, કામરાગ, નેહરાગ, દષ્ટિરાગ, દ્વેષ, હાસ્ય, ભય, લજજા, કીડા, રતિ, અરતિ, દાક્ષિણ્યતા, વાચાળપણું, વિષાદ વગેરે દુષ્ટ આશયથી બેલાય તે સઘળું અસત્ય છે કારણ કે-દુષ્ટ આશયથી બોલાતું સત્ય વચન પણ અન્યને નુકશાન માટે થતું હોવાથી અસત્ય માન્યું છે. તત્વથી “સો( સદાચારીઓ)ને હિત કરે તે સત્ય” એ અર્થ કહે છે. એટલે અર્થપત્તિથી સિદ્ધ થયું કે–બીજાને પીડા થાય તેવું સત્ય વચન પણ અસત્ય જ છે. કહ્યું છે કે " अलियं न भासिअव्वं, अस्थि हु सच्चंपि जं न वत्तव्वं । सच्चपि तं न सच्चं, जं परपीडाकरं वयणं ॥१॥" (સંવષ૦, રાત િરહ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy