________________
પ્ર) ૨-શ્રાવકનાં દાના ભગા ]
- ૧૫૭ “ત્રીજે (મૂળ) ભાંગે”—આ ભાગે ત્રિવિધ–એકવિધ છે. તેના પણ ત્રણ ઉત્તરભાગા થાય છે. દ્વિવિધ એટલે કરવું અને કરાવવું એ બે કરણને એક પ્રકારથી એટલે એકલા મનથી અથવા વચનથી કે કાયાથી ત્યાગ કરે, એમ ત્રણ ભાંગા થયા. (અર્થાત્ ૧-મનથી હિંસાદિ કરવું–કરાવવું નહિ, ૨-વચનથી હિંસાદિ કરવું-કરાવવું નહિ અને ૩-કાયાથી હિંસાદિ કરવું–કરાવવું નહિ. ) એ મુજબ “દ્વિવિધ–એકવિધ” એ ત્રીજે મૂળ ભાંગે ત્રણ પ્રકારે સમજ.
ચેથે ભાગે ”—આ ભાંગે એકવિધ-ત્રિવિધ છે. તેના આ પ્રમાણે ઉત્તરભાંગા બે થાય છે. ૧-સ્વયં હિંસાદિ કરવું નહિ-મન, વચન અને કાયાથી અને ૨-સ્વયં હિંસાદિ કરાવવું નહિમન, વચન અને કાયાથી. ચોથા મૂળ ભાંગાના એ બે ઉત્તરભાગા જાણવા.
“પાંચમો મૂળ ભાંગે”—આ ભાંગે એકવિધ-દ્વિવિધ છે. તેના આ રીતિએ ઉત્તરભાગા છ થાય છે. ૧-સ્વયં કરવું નહિ—મનથી અને વચનથી, ૨–સ્વયં કરવું નહિ-મનથી અને કાયાથી અને ૩સ્વયં કરવું નહિ-વચનથી અને કાયાથી. જેમ આ ત્રણ ભાંગા સ્વયં કરવાના નિષેધરૂપ એક કરણના થયા, તેમ બીજા પાસે કરાવવું નહિ એ બીજા કરણના પણ ત્રણ ભાંગા થાય. ૧-કરાવવું નહિ-મન અને વચનથી, ૨-કરાવવું નહિ-મન અને કાયાથી અને ૩-કરાવવું નહિ-વચન અને કાયાથી. એમ પાંચમા મૂળ ભાંગાના કુલ છ ઉત્તરભાગા થયા.
છો (મૂળ) ભાગે”—આ ભાંગે એકવિધ-એકવિધ છે. તેના પણ ઉત્તરભાગા પાંચમા ભાંગાની પેઠે છ થાય છે. ૧-મનથી હિંસાદિ સ્વયં કરવું નહિ, વચનથી સ્વયં કરવું નહિ, ૩કાયાથી સ્વયં કરવું નહિ, ૪–મનથી અન્યદ્વારા કરાવવું નહિ, પ-વચનથી બીજાની પાસે કરાવવું નહિ અને ૬-કાયાથી બીજા દ્વારા કરાવવું નહિ. એમ મૂળ ભાંગ છે અને તેના ઉત્તરભાગા (૧+૩+ ૩+૨+ ૬+ ૬ = ૨૧) એકવીશ થયા. કહ્યું છે કે
__ " दुविहति विहाइ छच्चिय, तेसिं भेया कमेणिमे हुँति ।
__ पढमिको दुन्नि तिआ, दुगेग दो छक्क इगवीसं ॥१॥" (श्रा० व्रतभङ्गाव०९) ભાવાર્થ-“દ્વિવિધ-ત્રિવિધાદિ મૂળ ભાંગા છ જ છે અને તેના ઉત્તરભેદ ક્રમશઃ આ પ્રમાણે થાય છે, પહેલા( ૨-૩ )નો એક, બીજા( ૨-૨)ના ત્રણ, ત્રીજા( ૨-૧)ના ત્રણ, થા( ૧-૩)ના બે, પાંચમા(૧-૨)ના છે અને છ (૧-૧)ના , કુલ ૨૧ ભાંગા થયા.”
એમ છ ભાગે (મૂલ) વ્રતે ઉચ્ચરનારા વ્રતધારી શ્રાવકેના છ તથા ગુણવ્રત અને શિક્ષાત્રતરૂપ ઉત્તરગુણ (વ્રત) ઉચ્ચરનારાઓને એક, એ વ્રતધારીના સાત ભેદનું સ્વરૂપ કહ્યું. અહીં સાતમા ભેદમાં સામાન્યથી ઉત્તરગુણરૂપ સાતેય વ્રતે, કે સાત પિકી કઈ એક ચા અધિક વ્રત ઉચ્ચરનારા બધાયને એક ભેદમાં જ ગણ્યા છે એમ સમજવું. એ સાતમાં મૂળગુણ કે ઉત્તરગુણ પૈકી એકેય વ્રત અંગીકાર કર્યું ન હોય, તેવા અવિરતિ સમકિતદષ્ટિને ઉમેરીને શ્રીઆવશ્યકનિર્યુક્તિમાં શ્રાવકના કુલ આઠ ભેદે જણાવ્યા છે.
વળી એ જ આઠ પ્રકારના ભિન્ન (એકેક) વતની અપેક્ષાએ બત્રીશ પ્રકારે પણ થાય છે. જેમકે-ઉપર પાંચેય અણુવ્રતમાં દરેકના છ છ ભાંગા કહ્યા, તેને પાંચ અણુવ્રત સાથે ગુણતાં ૫૪૯=૩૦ થાય અને તેમાં ઉત્તરગુણને તથા અવિરતિને એ બે મેળવતાં કુલ ૩ર ભાંગા થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org