________________
શાન્તિદાસની પ્રેરણાથી ગ્રન્થકારશ્રીએ કર્યું હતું. એજ સુશ્રાવક શાંતિદાસના વંશજ સ્વર્ગત સુશ્રાવક મયાભાઈની પ્રેરણાથી એજ ગ્રંથના આ ભાષાન્તરનું નિર્માણ થયું છે. શ્રદ્ધા, અભ્યાસી, ક્રિયારૂચિ, લબ્ધાર્થ, હિતાર્થ, શાસનની ધગશવાળા, વિરલ શ્રાવકે પૈકીના તેઓ એક હતા. તેમણે પિતાના જીવતાં આ ભાષાન્તરની પ્રેસકોપી સંપૂર્ણ ઈ– વાંચી લીધી હતી અને પ્રેસમાં ચાલુ કરવાની તૈયારીમાં જ તેઓ વિ. સં. ૨૦૦૬માં પરલોકવાસી થયા. તેમના જ સુપુત્ર સુશ્રાવક નત્તમદાસ વિગેરે, પોતાના પિતાશ્રીની ઈચ્છાનુસાર પિતાની સંપૂર્ણ આર્થિક સહાયથી પ્રથમવૃત્તિનું પ્રકાશન કરે છે. સેનામાં સુગંધ મળવા રૂપ આથી વધારે સુંદર યુગ બીજે કર્યો હોય ?, કે જેઓ મૂલ ગ્રંથની રચનામાં પ્રેરણામૂતિ હતા, તેમના જ કુલદીપક આ ભાષાન્તરની રચનામાં પ્રેરણામૂતિ થયા અને વળી ઉત્તરોત્તર તેમના જ કુલદીપક આ ભાષાન્તરનું મુદ્રણ કરાવી પ્રકાશમાં લાવે છે. અતિગાર
આ અમૂલ્ય ગ્રંથનું “ઉદ્બોધન” લખવાની મારી તૈયારી ન હતી, પરંતુ ભાષાન્તરકાર મુનિશ્રીની સહૃદય વિનંતિને મારાથી નકારી શકાઈ નહિ અને મહારે તોગ્ય તૈયારી કરવી પડી. આ ભાષાન્તર સાથે હારે જે અલ્પ સંબંધ છે, તે અનુભવથી હું કહી શકું છું કે કોઈ પણ મૂલ કૃતિનું ભાષાન્તર પ્રામાણિક કરવા માટે જેટલી કાળજી રખાવી જોઈએ, તેટલી આમાં ખચિત રાખવામાં આવી છે, તથાપિ છદ્મસ્થતાના ગે સુલભ ભૂલ થયેલી ક્યાંય પણ જે દેખાય તે તો સુધારી લેશે અને પરિશ્રમને પૂરો ન્યાય આપશે, એવી આશા રાખવી અસ્થાને નથી જ. એ ભૂલાવું ન જોઈએ કે આ ગ્રંથના થોડા ભાગનું ભાષાન્તર વિ. સં. ૧૯૬૧માં જેનવિદ્યા પ્રસારક વગ-પાલીતાણા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. જો કે તેને આમાં કશે ઉપગ કરવામાં આવ્યું નથી. અમારી શુભેચ્છાન ધર્મમાં કે વ્યવહારમાં મનુષ્ય જે અનેક પ્રકારના વિચાર, વચન કે પ્રવૃત્તિ સેવતા માલુમ પડે છે, તે નિ કેવલ તેઓની અજ્ઞાનતા આદિને આભારી છે. તેઓ સહુ સમ્યગ જ્ઞાન પામે, એ માટે જ મહાપુરૂષે ઉત્તમ પ્રકારનાં સાહિત્યનું સર્જન કરે છે. તે પ્રતિના એક આ ગ્રંથને વાચકે આદર કરે, આદર કરીને માનવતાના મંદિરમાં અધ્યાત્મભાવનાના દીવા સળગાવે, તેના પ્રકાશમાં પિતાનું જીવન આદર્શ જેનપણના રંગથી રંગે, રંગીને સ્વ-પરના અભ્યદય તેમ જ નિઃશ્રેયસની સાધનામાં કદમ કદમ આગલ બઢે અને આગે બઢતા તેઓ મૈથ્યાદિ ભાવયુક્ત વિશ્વશાન્તિકર શ્રી સર્વજ્ઞધર્મનાં નિર્દોષ અનુષ્ઠાને જગતમાં જયજયકાર બોલાવે, એજ શુભેચ્છા. વિ. સં. ૨૦૦૯, જેઠ વદ ૧૦, સેમવાર લિ. પૂજ્યપાદ પરમગુરૂ આચાર્યદેવેશ શ્રીમદ્ સગરામપરા-જૈન ઉપાશ્રય,
વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના ચરણસુરત
ચંચરિક આચાર્ય વિજયજબૂસૂરિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org