________________
ગૃહસ્થનાં બાર વતાનું સ્વરૂપ
मूळ-" स्थूलहिंसादिविरति, व्रतभङ्गेन केनचित् ।
પુતાન પાકુનાલીન ભવઃ ૨૪ . ” મૂલાથ–“સ્કૂલ હિંસા, જુઠ વગેરે પાપને યથાશક્તિ (આગળ કહેવાશે તેમાંથી) કોઈ ભાંગે ત્યાગ કરવાં, અર્થાત્ તે તે પ્રમાણમાં તે હિંસાદિથી અટકવું, તેને શ્રીતીર્થંકરદેવેએ અહિંસા, સત્ય, વગેરે પાંચ અણુવ્રત કહ્યાં છે. ”
ટીકાને ભાવાર્થ–અહીં (જેનું સ્વરૂપ આગળ કહેવાશે તેવા) પ્રમાદથી જીવના પ્રાણને વિયોગ (થાય તેવી પ્રવૃત્તિ કરવી) તેને હિંસા કહી છે, આ હિંસાના સૂમ (નાની) અને સ્કૂલ (મોટી) એમ બે ભેદે છે, તેમાં જૈનદર્શન જ જેને માને છે તે પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર-એકેન્દ્રિય
ની હિંસા તે સૂક્ષ્મ હિંસા અને મિથ્યાદષ્ટિએ પણ જેને હિંસા માને છે તે સ્થૂલ (બાદર) હિંસા અથવા બીજી રીતિએ (પૃથ્યાદિ સ્થાવરની સૂક્ષ્મ હિંસા અને) ચાલતા-ફરતા અળસીયાંકીડા-કીડી-કુંથુઆથી માંડીને પંચેન્દ્રિય સુધીના ત્રસ જીવેની હિંસા તે ૧-સ્થૂલ હિંસા, એ જ ન્યાયે આદિ શબ્દથી ૨–સ્થૂલ મૃષાવાદ-જુઠું વચન, ૩-સ્થૂલ ચેરી, ૪-સ્થૂલ એટલે પરદારાદિની સાથે અબ્રહ્માનું સેવન અને પ-સવિશેષ પરિગ્રહ (વસ્તુઓને સંગ્રહ કે મૂચ્છ). એ સ્થૂલહિંસા વગેરે પાંચ મેટાં પાડે છે, તેની વિરતિ કરવી, અર્થાત્ તેનાથી અટકવું તે પાપોથી બચવું, તેને સ્થૂલ અહિંસાદિ એટલે ૧-અહિંસા, ૨-સુકૃત, ૩–અસ્તેય, બ્રહ્મચર્ય અને પ-અપરિગ્રહ નામનાં પાંચ અણુવ્રત કહ્યાં છે. અહીં “અણુ” એટલે નાનાં વતે કહેવાનું કારણ એ છે કેસાધુધર્મમાં એ જ પાંચ વ્રત મહાન હોય છે, તેની અપેક્ષાએ આ નાનાં છે અથવા તે સાધુના ગુણસ્થાનક કરતાં ગૃહસ્થનું ગુણસ્થાનક ઉતરતું (નાનું) છે, તેથી નાના ગુણસ્થાનકવાળા ગૃહસ્થનાં બતે પણ “આણુ” એટલે નાના કહ્યાં છે, અથવા તે પ્રાકૃત “અણુ'નું સંસ્કૃત ભાષામાં “મનું બને છે, તેને અર્થ “પશ્ચાતુ-પછી” થાય છે. આ દષ્ટિએ ઉપદેશક ગુરુ શ્રાવકને પહેલાં મહાત્રને અને મહાવ્રતે માટે અસમર્થ હોય તેને પાછળથી સ્થૂલ વ્રતને ઉપદેશ આપે છે. એમ મહાવ્રતોની “અનુ” એટલે પછી ઉપદેશ કરાત હેવાથી “અનુવતે--અણુવ્રત ” કહેવાય છે. કહ્યું છે કે
ભાવાર્થ–“સાધુધર્મ માટે અસમર્થ આત્માને સાધુઓએ તે અણુવ્રત સમજાવવાં (ઉચ્ચરાવવાં–આપવાં) તે પણ વ્યાજબી છે.”
તે અણુવ્રત પાંચ (બ) હેવા છતાં મૂલ ગાથામાં “વિરસિં' પદમાં એકવચનને પ્રગ કર્યો છે, તેમાં કારણ એ છે કે-વ્યક્તિરૂપે જુદાં જુદાં પાંચ (બડુ) હેવા છતાં વિરતિ-ધર્મરૂપે જાતિથી તે બધાં એક જ છે એમ સમજી શકાય, અર્થાત આ પાંચેય અણુવ્રતે “દેશવિરતિ”. ધર્મરૂપ છે. તેના પ્રરૂપક કેઈ સામાન્ય છવાસ્થ નથી, પણ સ્વયં શ્રીતીર્થકર ભગવત છે. વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org