________________
પ્ર. ૨-ત્રતાદિ ઉચ્ચરવાને વિધિ ].
૧૪૭ એમ સામાચારીના પાઠથી સર્વસામાન્ય તેર કાર્યોને નિર્દેશ કરેલે છે. તેનું વિશેષ સ્વરૂપ તે આ પ્રમાણે છે.
“ઉત્તમ ક્ષેત્રમાં,” જ્યાં શ્રીજિનમંદિર આદિ હોય ત્યાં, અથવા પ્રશસ્ત રાયણ, આંબા, આસોપાલવ, વડ વગેરે ઉત્તમ વૃક્ષોની નીચે; “ઉત્તમ મુહુ” એટલે કે-તિષની ગણત્રીથી તિથિ, વાર, કરણ, નક્ષત્ર, મુહૂર્ત, યોગ, ચંદ્રબળ, લગ્નબળ વગેરે ઉત્તમ હોય તેવા ઉત્તમ દિવસમાં ઉત્તમ સમયે; “પરીક્ષિત શિષ્યને” એટલે સમ્યક્ત્વ–આણુવ્રતાદિ અંગીકાર કરનારા આત્મામાં વિનયાદિ ગુણદ્વારા તે તે વ્રતાદિનું પાલન કરવાની શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેની યોગ્યતા જણાતી હોય તેને તાત્પર્ય કે–તે ગ્રતાદિને પાળવા માટે જરૂરી ગુણે જેનામાં હોય, તેવા આત્માને, આચાર્યભગવાન આગળ કરીને (વસતિની શુદ્ધિ જોઈ નંદિની ચારેય દિશાએ એકેક નવકાર ગણું, પ્રણામપૂર્વક ત્રણ પ્રદક્ષિણા વગેરે દઈને તૈયાર થયા પછી) પ્રથમ પ્રભુજીની સન્મુખ ખમાસમણ દેવાપૂર્વક આદેશ મંગાવે કે
___ " इच्छकारि भगवन् ! तुम्हे अम्हं सम्यक्त्वसामायिकं श्रुतसामायिकं देशविरतिसामायिकं आरोवावणियं नंदिकरावणियं देवे वंदावेह ? "
ગુરુ ઉત્તર આપે કે-વંગિા ' પુનઃ ખમાસમણુપૂર્વક શિષ્ય આદેશ માગે કે“છાતે દિ અપાવન ત્યવંત વારં?” ગુરુ “શું” કહી ચૈત્યવંદન બેલે, પછી જ કિચિ૦, નમસ્થ શું, અરિહંત ચેઈઆણું૦,અન્નત્થ૦ કહીને એક નવકારને કાઉસ્સગ્ન કરી, ગુરુમુખે પહેલી અરિહંતની સ્તુતિ સાંભળીને “નમે અરિહંતાણું” કહી પારે. તે પછી લેગસ્સ , સવ્વલેએ વગેરે કહીને, ફરી એક નવકારને કાઉસ્સગ્ન કરી બીજી સર્વજિનેની સ્તુતિ સાંભળીને પારે. પુનઃ વગેરે પફખરવરદી, કહી, સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ કહી, ચાવતું એક નવકારને કાઉસગ્ગ કરી ત્રીજી જિનવાણની સ્તુતિ સાંભળીને પારે. તે પછી સિદ્ધાણું બુદ્વાણું૦ પૂર્ણ કહે. એ રીતિએ ગુરુ શિષ્યને પોતાની ડાબી બાજુએ ઉભે રાખીને ત્રણે વધતી (એટલે ઉત્તરોત્તર પહેલી-બીજીત્રીજી સ્તુતિમાં અક્ષરો વધતા વધતા હોય તેવી) સ્તુતિ વડે સિદ્ધાણં બુદ્ધાણં સુધી દેવવન્દન કરાવે. તે પછી “શ્રીરાન્તિનાથં આપના જાનિ કરતi૦” કહી, વંદણુવત્તિઓએ વગેરે કહી, ૨૭ શ્વાસોચ્છવાસને (સાગરવર ગંભીરા સુધી) કાઉસ્સગ્ન કરી ગુરુમુખે શ્રીશાન્તિજિનની ચેથી સ્તુતિ સાંભળે. પછી કાઉસ્સગ્ગ પારીને “શ્રાવળી-આરાધનાર્થ નિ કરતા.” કહી, વંદણુવત્તિઓએ વગેરે કહી, એક નવકારને કાઉસ્સગ્ન કરી ગુરુમુખે પાંચમી દ્વાદશાંગીની સ્તુતિ સાંભળે. પુનઃ કાઉસ્સગ પારીને “સુમવાર નિ વકત” કહી, અન્નત્થ૦ કહી, એક નવકારને કાઉસ્સગ્ન કરી ગુરુમુખે છઠ્ઠી શ્રુતદેવતાની સ્તુતિ સાંભળીને પારે. તે પછી “જીશહેવાસાધનાર્થ નિ જા સ્ત્ર” કહી, અન્નત્ય કહી, એક નવકારને કાઉસ્સગ્ન કરી ગુરુમુખે “વાં પતિ જૈન, સા કર્નાચિન સામવેતરપર્થ, મૂછાલન
૨. હાલમાં પહેલાં ખમા દઈ, મુહપત્તિ પડિલેહણ કરાવી, બીજું ખમા દઈ, ઉચ્ચરવાનાં હોય તે વ્રતદિનાં નામપૂર્વક નંદિને અને વાસનિક્ષેપને આદેશ ભાગી વાસક્ષેપ કરવામાં આવે છે અને પછી ખમાર દઈ ઉપર કહ્યા પ્રમાણે દેવવંદનને આદેશ ભાગી દેવવન્દન કરવા-કરાવવાની પ્રવૃત્તિ છે.
૩. હાલમાં આ સ્તુતિને બદલે ૫૦ ૧૪૪ માં જણાવેલી સાતમી “૩૫વવિઝન ” ઈત્યાદિ બોલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org