________________
પ્ર. ૧-પરિણામ વિના પણ ક્રિયાથી થતે લાભ].
૧૪૩ સમ્યકૃત્વ કે વ્રતાદિ ગ્રહણ કર્યા પછી (ઉત્તરકાળે) તદ્વિષયક પ્રયત્ન કરવાથી ગ્રહણ કરતી વખતે પ્રગટેલા ન હોય તેવા સમ્યક્ત્વના કે પ્રાણાતિપાત વિરમણાદિ વિરતિના તે તે યથાર્થ પરિણામે (અધ્યવસાયો) પ્રગટ થાય છે અને પ્રગટ થયેલા હોય તે દઢ થાય છે–શુદ્ધ થાય છે, કારણ કે-તે સમ્યકત્વ કે વિરતિને રોકનારૂં તે તે મેહનીય કર્મ સેપક્રમી એટલે પ્રયત્ન કરવાથી નાશ પામે તેવું હોય છે અને વિધિપૂર્વક કરાતા ક્રિયારૂપ પ્રયત્નમાં તે કર્મોને તેડવાની શક્તિ હોવાથી તે કર્મો તૂટે છે; ઊલટું તથાવિધ પ્રયત્ન નહિ કરવાથી અશુભ કષાયાદિને બંધાવનારાં તે તે કર્મોને ઉદય થતાં (સમ્યક્ત્વને કે વ્રતાદિને ગ્રહણ કરતી વેળા) વિદ્યમાન હોય તે પરિણામ પણ અવરાઈ જાય છે. અહીં કેઈ પ્રશ્ન કરે કે-પરિણામે અદશ્ય હોવાથી તે અવરાઈ ગયા (કે પ્રગટ થયા ) એ શી રીતિએ સમજાય ? તેનું સમાધાન એ છે કે–પરિણામ ચાલ્યા જવાથી બદલાઈ જતી આત્માની તે તે પ્રવૃત્તિઓ(વર્તન)દ્વારા તે સમજાય છે. સમ્યકત્વ કે વ્રતાદિના પરિણામની અભાવ જણાવનારાં ચિહુને, જેવાં કે–તેની, તેના ઉપદેશકેની કે વ્રતધારી શ્રાવકેની નિંદા, અવજ્ઞા તથા અનાદર કરે, તેના અવર્ણવાદ બોલે તથા અંગીકાર કરેલાં વ્રતની રક્ષા–પાલના કરવાનો ઉદ્યમ ન કરે, એ વગેરેથી સમજાય કે–તેના વ્રતાદિના તે તે પરિણામે અવરાઈ (ઢંકાઈ) ગયા છે. અહીં કેઈને પ્રશ્ન થાય કે–સમ્યફત્વ કે વિરતિના પરિણામ પ્રગટયા વિના જ તેનું ગ્રહણ ક્યા નિમિત્તથી કરે ? તેનું સમાધાન એ છે કે-જીવ ઉપરધથી (ગુર્નાદિના ઉપદેશના ગે, લજજા કે દાક્ષિણ્યતાના ગે, બીજા વ્રતધારી સાધમીઓને અનુસરવાના ગે, ઈત્યાદિ બાહ્ય નિમિત્તોથી) પરિણામ નહિ છતાં પણ સમકિત કે વ્રત આદિનું ગ્રહણ કરી શકે છે, આગમમાં પણ સંભળાય છે કે-દરેક જીવે ભૂતકાળમાં દ્રવ્યથી અનંતી વાર શ્રાવકપણું કે સાધુપણું ગ્રહણ કર્યું છે એમ પરિણામ વિના પણ તથાવિધ કારણે મળતાં સમ્યકત્વ-વ્રતાદિનું ગ્રહણ થઈ શકે છે અને વિધિપૂર્વક તેનું પાલન વગેરે પ્રયત્ન કરતાં કરતાં કમનો ક્ષયે પશમ વગેરે થતાં ભાવ-પરિણામ પણ પ્રગટે છે, એમ માનવામાં વિરોધ જેવું કાંઈ નથી. એ પંચાશકની ૩૫ મી ગાથાને ભાવાર્થ કહ્યો. હવે “તા” વગેરે ગાથાઓમાં પ્રાસંગિક ઉપદેશ કર્યો છે તેને ભાવાર્થ આ પ્રમાણે છે.
ઉપર કહ્યું તે પ્રમાણે પ્રયત્ન કરવાથી અછતા પરિણામે પણ પ્રગટે છે અને પ્રયત્નના અભાવે છતા પરિણામે પણ અશુભ કર્મોદયથી ચાલ્યા જાય છે, માટે અંગીકાર કરેલા સમ્યકત્વ કે અણુત્રતાદિ ગુણોનું (મેં કયાં ક્યાં વ્રત કે નિયમે, કયા ક્યા ભાગે કેટલા કાળ માટે અંગીકાર કર્યા છે, વગેરે) નિત્ય સ્મરણ કરવું, અંગીકાર કરેલાં તે તે વ્રતાદિનું બહુમાન કરવું તથા તેના પ્રતિ પક્ષી મિથ્યાત્વ, હિંસા વગેરેની જુગુપ્સા કરવી (નિંદા કરવી-અણગમે કરવો), સમ્યકત્વ, અહિંસા વગેરેનું તથા તેના વિરોધી મિથ્યાત્વ, અવિરતિ વગેરેનું સ્વરૂપ વિચારવું, એટલે કે–સમ્યકત્વ-ત્રત વગેરે મોક્ષના હેતભૂત છે; મિથ્યાત્વ, અવિરતિ એ પરિણામે દુઃખદાયી છે, ઈત્યાદિ વિચારવું અને તેથી થતાં લાભ-હાનિને સતત વિચાર કરો. (ગા. ૩૬)
ઉપરાન્ત શ્રીતીર્થકર ભગવાનની ભક્તિ-વિનયાદિ કરવામાં, ઉત્તમ સાધુતાથી યુક્ત ભાવસાધુ વગેરેની સેવાદિ કરવામાં, સમ્યકત્વ વગેરે અંગીકાર કરેલા ગુણોથી પણ વિશેષ ગુણે મેળવવાની શ્રદ્ધામાં, અર્થાત્ સમકિત અંગીકાર કરનારે દેશવિરતિની અને દેશવિરતિ અંગીકાર કરનારે સર્વ વિરતિની અભિલાષામાં, તેમ જ ક્યારે મારામાં વધુ ને વધુ ગુણે પ્રગટ થાય તેવા મનેર કરવામાં ઈત્યાદિમાં સમ્યકત્વ કે વ્રતાદિ અંગીકાર કર્યા પછીથી પણ સદા-સર્વદા ઉદ્યમી રહેવું. (ગા. ૩૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org