________________
૧૩૮
[ ધ સંવે ભા. ૧-વિ૦ ૨–ગા. ૨૨ તેઓની ઈચ્છાનુસાર વતે તે; એ ચાર પ્રકારો પાંચમા લક્ષણના કહ્યા છે કે સામાન્યતઃ માતા, પિતા, વિદ્યાગુરુ વગેરેને પણ ગુરુ કહ્યા છે, છતાં અહીં અધિકાર ધર્મગુરુનો હોવાથી શ્રી આચાર્ય ભગવંત આદિ ધર્મગુરુઓની સેવા કરનારે, એમ સમજવું. ૬. પ્રવચનકુશલ–“સિદ્ધાન્ત સમજવામાં કુશળ.” આ લક્ષણના છ પ્રકારે છે.
“કુરે ના તહ, રસ-રવા-માનવ
નો સર્વ પત્તો, પર્વાફાસો તો છઠ્ઠા !” ( પત્ર , ના કર ) ભાવાર્થ-સૂત્ર, અર્થ વગેરે છ વિષયેમાં કુશળ શ્રાવકને પ્રવચનકુશળ કહ્યો છે. તેમાં ૧. સૂવકલ-જે કાળે શ્રાવકને ઉચિત જે જે મૂળ સૂત્રો વગેરે ભણવાનો અધિકાર હોય, તે સૂત્રાદિને ગુરુ પાસે વિધિપૂર્વક ભણેલે, ૨. અર્થકુશલ–સંવેગી એવા ગીતાર્થ ગુરુઓ પાસે સૂત્રોના અર્થો (વ્યાખ્યાન) સાંભળીને અર્થના જ્ઞાનમાં નિપુણ બને. ૩–૪. ઉપસર્ગ–અપવાદ કેશલઅહીં ઉત્સગ એટલે સર્વસામાન્ય મુખ્ય માર્ગ અને અપવાદ એટલે તથાવિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ-પુરુષાદિને ઉદ્દેશીને કારણિક માર્ગ આ બે માર્ગોમાં પ્રવીણ હોય તે શ્રાવક કેવળ ઉત્સર્ગ કે કેવળ અપવાદને નહિ સેવતાં, જ્યારે કારણ ન હોય ત્યારે ઉત્સર્ગ માર્ગે ચાલે અને દ્રવ્ય-ક્ષેત્રકાલાદિ તથાવિધ કારણે ઉપસ્થિત થયે અપવાદનું આલંબન લઈને પણ પિતાના દાનાદિ ધ કે વ્રતાદિનું પાલન કરે. ઉદાહરણ તરીકે ઉત્સર્ગ માર્ગે સાધુને નિર્દોષ આહારાદિ વહેરાવવામાં શ્રાવકને ઘણે લાભ કહ્યો છે માટે તેવાં નિર્દોષ જ વહેરાવે, પણ માંદગી હોય કે આહારાદિ ન મળતાં હોય તેવા પ્રસંગે આધાકમી આદિ દોષિત વસ્તુ પણ વાપરવાનું વિધાન છે, એમ જાણતા હોવાથી તેવા સમયે તેવાં દોષિત આહારાદિ પણ વહરાવે, પરંતુ એમ ન વિચારે કે-દોષિત કેમ વહોરાવી શકાય? વગેરે. ૫. ભાવકુશલ-વિધિપૂર્વક ધમ-અનુષ્ઠાન કરવામાં કુશલ, વિધિનો જાણ, સ્વયં વિધિમાં આદરવાળે, બીજા વિધિપૂર્વક અનુષ્ઠાન કરનારાઓનું બહુમાન કરનારો અને પોતે સામગ્રીના અભાવે ન કરી શકે તો પણ વિધિપૂર્વક કરવાના મનોરથને સેવનાર; એમ વિધિ( જિનાજ્ઞા)ના પક્ષપાતીને ભાવકુશલ જાણ. ૬. વ્યવહારકુશલ-ગીતાર્થોએ ચલાવેલા ધર્મવ્યવહારોમાં કુશલ, અર્થાત દેશ-કાલાદિની અપેક્ષાએ લાભ–હાનિ, (વધુ લાભ-ઓછું નુકશાન) વગેરે ગુલાઇવતાને સમજનારો. આ કુશળ શ્રાવક ગીતાર્થોએ ચલાવેલા આત્મહિતકર વ્યવહારોને લેપે નહિ.
" एसो पवयणकुसलो, छन्भेओ मुणिवरेहिं निद्दिवो।
વિથિયારું છવિય, f&ાઉં માવસરણ .” (પત્ર પ્રજા ) ભાવાર્થ_એ છ પ્રકારે પ્રવીણ હોય તેને જ્ઞાનીઓએ પ્રવચનકુશળ કહ્યું છે. ઉપર જણાવ્યાં તે ભાવશ્રાવકનાં છ લક્ષણે ક્રિયાગત જાણવાં, અર્થાત્ ભાવશ્રાવકનું લક્ષણ તેની ક્રિયાને ઉદેશીને આ છ પ્રકારે કહ્યું.” હવે ભાવો–અધ્યવસાયને ઉદ્દેશીને તેનું લક્ષણ કહે છે.
" भावगयाई सत्तरस, मुणिणो एअस्स बिति लिंगाई । जाणिअजिणमयसारा, पुवायरिआ जओ आहु ॥१॥"
Jain Education International
For Private & Personal use only.
www.jainelibrary.org