SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અo ૧-સમ્યક્ત્વનું સ્વરૂપ) ૧૦૫ ૧૭૦ માં) શુદ્ધ આત્મસ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે-“સ સા નિબતિ, ત િરથ ન વિજ્ઞ, અ તથ ન દિશા ઈત્યાદિ, અર્થાત્ (આત્મસ્વરૂપને ઓળખાવવામાં) સઘળા સ્વરે (શબ્દો) નિષ્ફળ છે, તર્કે ટકી શકતા નથી અને બુદ્ધિ તેને ઓળખીએાળખાવી શકતી નથી.” વગેરે. આ માટે જ્ઞાનાદિ ગુણોના સમૂહથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન (આત્મગુણરૂપ) હોવાથી સમ્યક્ત્વનું વિવેચન (વર્ણન) કરવું અશક્ય છે. તે તે અનુભવથી જ સમજી શકાય તેવું છે, તેને ઓળખાવનારાં બે કાવ્ય તેના અનુભવીઓએ નીચે પ્રમાણે કહેલાં છે. " न भिन्नं नामिन्नं भयमपि नो नाप्यनुभयं, न वा शाब्दन्यायाद्भवति भजनाभाजनमपि । गुणासीनं लीनं निरवधिविधिव्यअनपदे, यदेतत्सम्यक्त्वं तदनुकुरुते पानकरसम् ॥ १॥" न केनाऽप्याख्यातं न च परिचितं नाप्यनुमितं, न चा“दापन्नं क्वचिदुपमितं नापि विबुधैः । विशुद्धं सम्यक्त्वं न च हृदिन नालिङ्गितमपि, स्फूरत्यन्तज्योतिर्निरुपधिसमाधी समुदितम् ।।२॥" ભાવા–“જેમ કઈ (મદિરા, ભાંગ વગેરે) સ્વાદિષ્ટ પીવાની વસ્તુને સ્વાદ તેનાથી ભિન્ન નથી, અભિન્ન નથી, ભિન્નભિન્ન નથી, ભિન્નભિન્ન નથી એમ પણ નથી અને અનુભવમાં આવે છે માટે અસત્ કલ્પના માત્ર પણ નથી. જેમ તે સ્વાદ તે પીણામાં મેળવેલી ઉત્તમ વસ્તુઓના ગુણેમાં રહેલો છે અને તે સ્વાદ પણને તૈયાર કરવાનો સંપૂર્ણ વિધિ-પ્રયત્ન કરાવનારે છે, (અર્થાત્ તે સ્વાદને લુપી પીણાને તૈયાર કર્યા વિના રહી શકતે નથી) તેમ આ સમકિત પણ એકાન્ત આત્માથી ભિન્ન (જુદું) નથી, અભિન્ન (આત્મરૂપ) નથી, ભિન્નભિન્ન નથી, ભિન્નભિન્ન નથી એમ પણ નથી, વ્યાકરણના ન્યાયે નામ હેય તે પદાર્થ હોય જ માટે કલ્પના માત્ર પણ નથી, સત્ છે, તે તે કેવું છે? તે કહે છે કે-જ્ઞાનાદિ ગુણામાં (આદરરૂપે) રહેલું અને સંપૂર્ણ વિધિ (ક્રિયા-અનુષ્કાને) કરાવવામાં કારણરૂપ, (એટલે કે-આત્મા એ સમકિતના બળે સર્વે અનુછાને કરવામાં આદરવાળે થાય તેવું) ગુપ્ત હોવાથી તે પાનકરસ એટલે કેઈ ઉત્તમ પીણાના સ્વાદ જેવું (હેવા છતાં વર્ણવી ન શકાય તેવું) છે. ૧. કઈ પંડિત (ગ્રંથકારે) સમકિતને સ્વમુખે કહી શક્યા નથી, તેને પ્રત્યક્ષ પરિચય કરી શક્યા નથી અને અનુમાનથી, અર્થપત્તિથી કે ઉપમાનથી તેને સિદ્ધ કરી શક્યા નથી, આમ છતાં તેઓના હદયમાં તે સ્પર્યું નથી એમ પણ નથી. એવું સમ્યકત્વ નિર્વિકાર-નિષ્કટક શુદ્ધ સમાધિમાં એકરૂપ બની ગયેલા આત્માના સ્કુરાયમાન અંત:પ્રકાશરૂપ છે–આત્મતિરૂપ છે. ૨.” એ પ્રમાણે સમ્યકત્વનું વર્ણન કર્યું, હવે ચાલુ મૂળ ગાથામાં કહેલા બાકીના “ નિવરિશાળેવ' પાદનું વર્ણન કરે છે કે-પૂવે જણાવ્યાં તે નૈસર્ગિક અને આધિગમિક, અને પ્રકારના સમ્યક્ત્વનું અંતરંગ કારણ એક જ “મિથ્યાત્વને પરિહાર છે, અર્થાત્ શ્રીજિનેશ્વરદેવકથિત તમાં અશ્રદ્ધારૂપ મિથ્યાત્વને સર્વથા ત્યાગ કરવાથી (થવાથી), એટલે કે–ત્રિવિધ ત્રિવિધ પ્રકારે પશ્ચફખાણ કરવાથી તે બન્ને પ્રકારનું સમકિત પ્રગટે છે. કહ્યું છે કે-“મિચ્છામિળ, સિવિ સિવિન નાયક (આવશ્યક નિર્યુક્તિગા. ૧૨૫૦-૧૨૫૧) અર્થાતુ-મિથ્યાત્વનું પ્રતિક્રમણ (પચ્ચકખાણ) ત્રિવિધ-ત્રિવિધથી જાણવું. જે મિથ્યાત્વનું પચ્ચકખાણ કરવાથી સમ્યક્ત્વ પ્રગટે છે, તે મિથ્યાત્વ લૌકિક અને લોકોત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy