________________
પ્ર૦ ૧-સભ્યત્વના ૧૦ પ્રકારે ]
૧૦૧ મુંનું છે” અર્થા–અર્થજ્ઞાનથી જ વસ્તુતત્ત્વ સમજાય છે, કેવળ સૂત્ર કાંઈ જ્ઞાન કરાવતું નથી; માટે કેવળ સૂત્રરુચિ અપ્રમાણિક છે. એટલું જ નહિ, અર્થનિરપેક્ષા સૂત્રરુચિ અજ્ઞાનનું પણ કારણ છે. કહ્યું છે કે
" अपरिच्छियसुयणिहसस्स, केवलमभिन्नसुत्तचारिस्स ।।
સંયુઝમેન વિ જયં, સનાત ઘઉં ” ( મહા-૦ ૪૨૫)
ભાવાર્થ_“સૂત્રના રહસ્યને સમજ્યા વિના, (નિક્તિ, ટીકા આદિ અર્થગ્રંથ સિવાયનાં) કેવળ મૂળ સૂત્રોને જ જે અનુસરે છે તેની સર્વ પ્રકારના ઉદ્યમપૂર્વક કરેલી આરાધના પણ અજ્ઞાન તપ( કચ્છ )રૂપ છે.”
એ પ્રશ્નના સમાધાનમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે–તમારૂં કથન સત્ય છે, સૂત્રરુચિમાં અર્થને અને અર્થ( અભિગમ)રુચિમાં સૂત્રને સમાવેશ હોવા છતાં, સૂત્ર-અધ્યયનથી અને અર્થ—અધ્યયનથી થયેલા જ્ઞાનમાં ભેદ પડે છે અને તે ભિન્ન ભિન્ન જ્ઞાન દ્વારા થયેલી રુચિમાં પણ ભેદ હોય છે. એ રીતિએ સૂત્રરુચિ અને અભિગમ(અર્થ)રુચિ બંનેમાં ભિન્નતા છે. આ કારણથી જ સૂત્ર કરતાં પણ અર્થના અધ્યયનમાં વિશેષ ઉદ્યમ કરવા સૂચવ્યું છે કે" सूत्ता अत्थे जत्तो, अहिगयरो णवरि होइ कायव्यो।
इत्तो उभयविसुद्धि, त्ति मूअगं केवलं सुत्तं ॥१॥" ( उपदेशपद-गा० ८५६ )
ભાવાર્થ–“સૂત્રજ્ઞાન કરતાં અર્થજ્ઞાન માટે સવિશેષ ઉદ્યમ કરવું જોઈએ, કારણ કે-અર્થજ્ઞાનથી સૂત્ર-અર્થ બનેના બેધમાં શુદ્ધિ થાય છે, માટે જ “અર્થ વિનાનું કેવળ સૂત્ર મંગું છે? એમ કહેલું છે. ”
અથવા બીજી રીતિએ આ પણ સમાધાન છે કે સૂત્ર (મૂળાગમ) વિષયક રુચિ તે સૂત્રરુચિ અને નિર્યુક્તિ આદિ અર્થ જણાવનારા ગ્રંથ વિષયક રુચિ તે અર્થરુચિ, આ કારણથી જ ઠાકુંગસૂત્ર(૭૫૧)ની ટીકામાં “આજ્ઞા(અભિગમ)રુચિને, તે નિર્યુક્તિ આદિ અર્થજ્ઞાનના થની રુચિવાળું હવાથી સૂત્રરુચિથી ભિન્ન છે” એમ જણાવ્યું છે. - ૭, વિસ્તારચિ–પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણે, ન અને નિક્ષેપાદિ પૂર્વકનું સર્વ દ્રવ્યોનું અને સર્વ ભાવો એટલે ગુણ-પર્યાનું જે જ્ઞાન, તેના દ્વારા પ્રગટ થયેલી અતિવિશુદ્ધ શ્રદ્ધા, તે “વિસ્તારરુચિ—સમ્યક્ત્વ સમજવું.
૮ક્રિયારુચિ-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચારને આચરવાની, તેમ જ વિનય-વૈયાવચાદિ અનુષ્ઠાને કરવાની રુચિ, તે કિયારુચિ. અહીં પ્રશ્ન થાય છે કે આજ્ઞારુચિ પણ અનુષ્ઠાનવિષયક છે અને ક્રિયારુચિ પણ અનુષ્ઠાનવિષયક કહી, તે બેમાં ભેદ શું રહ્યો? તેનું સમાધાન જણાવે છે કે–એવી શંકા કરવી નહિ, કારણ કે આજ્ઞારુચિમાં મુખ્યતા અનુષ્ઠાનની નહિ, પણ આજ્ઞાની છે (એટલે કે–આજ્ઞામાં રુચિ છે) અને ક્રિયારુચિમાં તે આજ્ઞા વિના પણ અનુષ્ઠાનની રુચિ છે, આજ્ઞાનું બળ તેમાં નથી; એ બેમાં ભેદ છે.” આ હેતુથી જ જે મહર્ષિ એને ક્રિયા સર્વથા સામ્યરૂપ એટલે આત્મસાત્ બની ગઈ છે, કેઈની આજ્ઞા કે શાસ્ત્રવચનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org