________________
---
--
[ ધ સં૦ ભા. ૧-વિ૦ ર–ગા. ૨૨ દ્રવ્યસમકિતી” કેમ થાય? સામાન્ય “સમતિદષ્ટિ જીવ” એવા પાઠથી વિશિષ્ટ દ્રવ્યસમકિતી એવો અર્થે કરવામાં પ્રમાણુ શું ? તેના સમાધાનમાં ગ્રંથકારમહર્ષિ જણાવે છે કે-પ્રશ્ન ઠીક છે, પણ અહીં વિસ્તારરૂચિ એ ભાવસમકિત છે” એમ કહ્યું, તે વચન જ અર્થપત્તિએ “સામાન્યરૂચિ એ દ્રવ્યસમક્તિ છે” એમ કહેવામાં પ્રમાણરૂપ છે; અર્થાત્ વિસ્તારરૂચિરૂપ ભાવસમ્યકૃવની અપેક્ષાએ જ સામાન્યરૂચિ એ દ્રવ્યસમ્યકત્વ તરીકે સિદ્ધ છે. વળી જે નય, દ્રવ્ય અને ભાવ બંનેને પરસ્પર અનુવિદ્ધ (સંકલિત) માને છે તેના અભિપ્રાયે તે દ્રવ્યસમ્યફત્વમાં પણ અપેક્ષાએ (રૂચિરૂપ) ભાવસમ્યક્ત્વ રહેલું છે, ઈત્યાદિ અન્ય ગ્રંથમાં કહ્યું છે. એમ દ્રવ્ય અને ભાવ એ સમ્યકત્વના બે પ્રકાર ભિન્ન ભિન્ન નથી અનેક રીતિએ સમજવા. જેમ દ્રવ્ય–ભાવથી દ્વિવિધપાશું કહ્યું, તેમ વ્યવહાર-નિશ્ચયથી પણ સમ્યક્ત્વ બે પ્રકારનું છે. તેનું લક્ષણ આ પ્રમાણે છે“निच्छयओ सम्मत्तं, नाणाइमयप्पसुद्धपरिणामो।
સુદુ સમયે, મન સ ર્જે છે ? ” (સભ્ય તા-૦ ૨૨) ભાવાર્થ-“જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્માને શુદ્ધ પરિણામ તે નિશ્ચયસમ્યકત્વ અને તેમાં હિતુભૂત સમ્યકત્વના ૬૭ ભેદનું જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપે યથાશક્ય પાલન કરવું તે વ્યવહારસમ્યકત્વ છે, એમ હે ભગવંત! તમારા સિદ્ધાન્તમાં કહેલું છે.” અહીં એ પ્રશ્ન થાય છે કે-“આ ગાથાના “
નામ પદને “જ્ઞાન-દર્શન–ચારિત્ર ત્રણેયથી મિશ્રિત” આત્મપરિણામ એવો અર્થ થાય, તે એથી નિશ્ચયસમકિતને પણ અર્થ ભાવચારિત્ર જ થ, ભાવચારિત્ર અને નિશ્ચયસમકિત બંનેનું એક જ સ્વરૂપ નક્કી થયું; તે કેમ ઘટે? ગ્રંથકારશ્રી તેનું સમાધાન આપે છે કે-વાત સત્ય છે, ભાવચારિત્ર એ નિશ્ચયસમકિતરૂપ જ છે કારણ કે-મિથ્યા (અસ૬) આચારના ત્યાગરૂપ કાર્ય નિશ્રયસમક્તિરૂપ કારણથી જ થાય છે. નિશ્ચયનયથી જે કારણ સાથે કાર્ય ન હોય તેને કારણુ મનાતું નથી, (ક્રિયાકાળે કારણ જ કારણ કહેવાય છે, કાર્ય સમાપ્ત થયા પછી કે ક્રિયાની પહેલાં કારણ ગણાતું નથી.) માટે અહીં નિશ્ચયસમ્યકત્વરૂપ કારણ સાથે ભાવચારિત્રરૂપ કાર્યની સાધના રહેલી જ છે એમ સમજવું. અહીં પ્રશ્ન થાય છે કે-જે એમ ચારિત્રરૂપ કાર્યને સાધે તેને જ સમકિત કહેવાય, તે ચારિત્રરહિત શ્રેણિક મહારાજા વગેરેને સમ્યકત્વ નહિ મનાય તેનું શું? તેને ઉત્તર ગ્રંથકારશ્રી આપે છે કે-ચોથા વગેરે ગુણસ્થાનકે (જેવી શ્રદ્ધા–જ્ઞાન તેવું જ આચરણ કરવારૂપ) નિશ્ચયસમકિત નહિ હેવાથી શ્રેણિક મહારાજા આદિમાં (જ્ઞાન-દર્શન–ચારિત્રમય) નિશ્ચયસમ્યક્ત્વ ન મનાય એ વાતને કે વિરોધ કરી શકે તેમ છે? કારણ કે–એ નિશ્ચયસમ્યકત્વ અપ્રમત્તને (સાતમાં ગુણસ્થાનકથી) જ હોય છે-એમ શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલું છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે
“ હું સમ્મતિ પાસહા, તે મોતિ વાસંદા .
૬ મોતિ પાસ, તે સમંતિ વાસ છે?” " ण इमं सक्कं सिढिलेहिं अदिज्जमाणेहिं गुणासाएहिं वंकसभायारेहिं पमत्तंहिं गारमावसंतेहिं ॥"
" मुणि मोणे समादाय, धुणे कम्मसरीरगं ।। તદું જ તિ, વીરા (ધા) સમત્તલંસિ | શ ત્તિ ” (ર૦ ૧-૩૦૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org