________________
ક
[ ધ સં. ભા. ૧-વિ૦ ૨-ગા. ૨૨ ભાવાર્થ-“ દ્રવ્યાદિ, કારકાદિ અને ઉપશમ આદિ, વગેરે ભેદથી સમ્યક્ત્વ એક, બે, ત્રણ, ચાર, પાંચ અને દશ પ્રકારે પણ છે. તેમાં “તત્વની સમ્યફ રૂચિ” એ તેને એક પ્રકાર છે, નૈસર્ગિક અને આધિગમિક (અથવા દ્રવ્ય-ભાવ અને નિશ્ચય-વ્યવહાર) એમ બે પ્રકારે અનેક રીતિએ છે, કારક, રેચક અને દીપક અથવા ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાપશમિક એમ તેના ત્રણ પ્રકારે પણ છે; વળી તેમાં સાસ્વાદન મેળવતાં ચાર પ્રકાર અને વેદક મેળવતાં પાંચ પ્રકારે પણ થાય છે; એ પાંચેયને નૈસર્ગિક તથા આધિગમિક એમ બે બે પ્રકારથી ગણતાં દશ, અથવા નિસર્ગ રૂચિ, ઉપદેશરુચિ, આજ્ઞારૂચિ, સૂત્રરૂચિ, બીજરૂચિ, અભિગમરૂચિ, વિસ્તારરૂચિ, કિયારૂચિ, સંક્ષેપરૂચિ અને ધર્મરૂચિ–એમ પણ દશ પ્રકારે કહ્યા છે.”
ઉપરના પ્રકારેને ભાવાર્થ ગ્રંથકારશ્રી વિશેષ રૂપમાં જણાવે છે કે-સમ્યકત્વના બધાય પ્રકારોમાં તથાવિધ “ તત્ત્વશ્રદ્ધારૂપે સમાનતા હોવાથી “શ્રી જિનકથિત તમાં યથાર્થપણાની બુદ્ધિ” એ (બધાં) સમ્યક્ત્વને એક જ પ્રકાર છે. વળી નિસંગથી તથા અધિગમથી બે પ્રકારે પ્રાપ્ત થાય છે-એમ તેની પ્રાપ્તિના બે પ્રકારે છે તેથી સમ્યક્ત્વ પણ ૧-નૈસર્ગિક (સ્વાભાવિક) અને ૨-આધિગમિક (અધિગમથી) એમ બે પ્રકારનું છે. આ નિસગ અને અધિગમનું સ્વરૂપ ચાલુ ગાથાના વિવરણમાં જ કહેવાઈ ગયું છે. તદુપરાંત દ્રવ્યસમકિત અને ભાવસમકિત–એમ પણ તેને બે પ્રકાર છે. તેમાં “શ્રીજિનેશ્વરદેવકથિત તમાં જીવની સામાન્ય રૂચિ” તે કવ્યસમકિત અને વસ્તુતત્વને જાણવાના ઉપાયરૂપ “નય-નિક્ષેપ-પ્રમાણ વગેરેથી જીવ-અવ આદિ બધાં તત્તને વિશુદ્ધરૂપે (યથાર્થરૂપે) જાણનારા જીવનું જ્ઞાનસ્વરૂપ” તે ભાવસમકિત સમજવું, કારણ કેશાસ્ત્રમાં નય-નિક્ષેપ-પ્રમાણાદિથી તેની પરીક્ષારૂપે પ્રાપ્ત થયેલા મતિજ્ઞાનના ત્રીજા ભેદરૂપ અપાયજ્ઞાનને ભાવસમકિત કહેલું છે. પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે
“ एवं जिणपण्णत्ते, सद्दहमाणस्स भावओ भावे । પુરિસtifમવિહે, સંસાર વળ્યો ?” (
સતત, વાળ ૨-૨૨) ભાવાર્થ-“એ પ્રમાણે દર્શન શબ્દ, શ્રીજિનકથિત ભાવોને ભાવથી સહતા (યથાર્થરૂપમાં જાણતા) પુરૂષને આભિનિધિક (મતિ) જ્ઞાનને વાચક છે, અર્થાત્ દર્શન શબ્દથી તેવા પુરૂષનું આભિનિધિક જ્ઞાન સમજવું.” વળી શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પણ જણાવે છે કે
“ વિપવિયમેવ તત્ત, ફલ્ય હો રઘસમા
કમાવાળાના-વિમુક્ત ભાવસંમત્ત છે.(પંચતુર, ર ) ભાવાર્થ-“જિનેશ્વરનું વચન જ તત્વરૂપ છે, એવી જે (સામાન્ય) રૂચિ તે અહીં દ્રવ્ય સમકિત અને વસ્તુને યથાવસ્થિત જણાવનારા (નય-નિક્ષેપ-પ્રમાણુદિથી વિશુદ્ધ) જ્ઞાનપૂર્વકની શ્રદ્ધાથી પરિશુદ્ધ, તે ભાવસમકિત જાણવું.”
આ અર્થ પણ ઉપરની વ્યાખ્યાને અનુસરતા જ છે, કારણ કે–ત્યાં પંચવસ્તુક ગ્રંથમાં “જિનવચન એ જ તત્વ છે, એ સિવાય બીજું તત્ત્વ નથી.”—એવી સામાન્ય રૂચિને દ્રવ્યસમકિત અને “નય-નિક્ષેપ-પ્રમાણ વગેરેથી સંસ્કારવાળી, વિશુદ્ધ બનેલી વિસ્તારરૂચિને ભાવસમ્યકત્વ જણાવેલું છે. તેમાં “ દ્રવ્ય એટલે કારણ અને ભાવ એટલે કાર્યસિદ્ધિ” એમ કહેલું હોવાથી અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org