________________
[ધ સં૰ ભા૦ ૧–વિ૦ ૧-ગા. ૨૨ ભાવાર્થ-“ જીવે જે સમ્યક્ત્વ પ્રગટવા પહેલાં પરભવનું આયુષ્ય આંધ્યું ન હોય અને સમ્યક્ત્વ પ્રગટયા પછી તેનું વમન થયું ન હોય તા, અર્થાત્ સમ્યક્ત્વ અવસ્થામાં આયુષ્યના મધ કરે તા (મનુષ્ય-તિય ચા ) નિયમા વૈમાનિક દેવપણાને જ પામે. ” વળી “ સમકિતષ્ટિ જીવ દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવને આશ્રયી જ્યારે જેટલુ ધર્મ-અનુષ્ઠાન શકય હાય ત્યારે તેટલું કરે અને અશકયમાં શ્રદ્ધા–સદ્ગુણા રાખે, એટલે ચાગ્ય સમયે સામગ્રી મળેથી કરવાની ભાવના રાખે. આવી શ્રદ્ધા કરતા જીવ અજરામર સ્થાન(મેાક્ષ)ને પામે છે.” વગેરે સમ્યક્ત્વનું ફળ સમજવું.
૮૧
એમ ધર્મીમાં સમ્યક્ત્વની મૌલિકતા, તેનુ' લક્ષણ અને ફળ જણાવીને, હવે તેને પ્રાપ્ત કરવાના કેટલા અને કયા કયા માર્ગી–ઉપાયે છે તે તથા તેના કેટલા અને કયા કયા પ્રકાશ છે, તે કહે છે.
મૂળ—“ નિસર્ગાદાઽધિયામતો, ગાયતે તપ વયા । મિથ્યાત્વપરિહાયૈવ, પદ્મહસારુજિતમ્ ॥ ૨૨ |
77
મૂલના અર્થ- મિથ્યાત્વના ઉદય અટકવાથી જીવને સ્વાભાવિક અથવા ગુરૂના ઉપદેશથી એમ એ રીતિએ પાંચ લક્ષયુક્ત સમ્યક્ત્વ પ્રગટે છે અને તે પાંચ પ્રકારનું છે. ”
ટીકાના ભાવાર્થ-“ ઉપર કહ્યું તે સમ્યક્ત્વ કોઈ જીવને નૈસર્ગિક રીતિએ એટલે ગુરૂઉપદેશ આદિ નિમિત્ત વિના સ્વાભાવિક જ અને કોઈને અધિગમથી પ્રગટે છે. અહી અધિગમ કહેા, ગુરૂના ઉપદેશ કહા કે પદાર્થના યથાર્થ ખાધ (જ્ઞાન) કહા, એ ત્રણેયનો એક જ અર્થ છે. ચેાગશાસ્ત્રના પહેલા પ્રકાશની ૧૭ મી ગાથાની ટીકાના આંતરશ્ર્લાકેન્દ્વારા પૂર્વ આચાર્ય ભગવાન શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી જણાવે છે કે
'
“ અનાદિઅનંત સ’સારરૂપી આવતમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓને જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, વેદનીય અને અંતરાય–એ ચાર કર્મીની ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમપ્રમાણુ, નામક અને ગાત્રકમ ની વીસ ક્રોડાક્રોડ સાગરાપમપ્રમાણ અને મેાહનીયકસની સીત્તેર ક્રોડાક્રોડ સાગરોપમકાલપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બધાય છે. જેમ પર્વતમાંથી નીકળેલી નદીમાં પાણીથી તણાતા-અથડાતા કૂટાતા પત્થર અણઘડચો પણ કયારેક ગેાળ–સુવાળા બની જાય છે, તેમ જીવને પણ તથાવિધ ક્રસ્થિતિ ઘટાડવાના કોઈ આશય વિના પણ ઘણાક્ષરન્યાયે * સંસારનાં કષ્ટ સહન કરતાં કેટલાંક કર્મો ખપે છે તથા નવાં ખધાયા કરે છે; આને જૈનશાસ્ત્રોમાં ‘ યથાપ્રવૃત્તિકરણ ’ કહ્યુ છે. એ યથાપ્રવૃત્તિકરણદ્વારા કસ્થિતિની હાનિ—વૃદ્ધિ થતાં, સાતેય કર્મીની ઉપર જણાવી તે સ્થિતિ ઘટીને એક ક્રોડાક્રેાડી સાગરાપમથી પણ ન્યૂન ખાકી રહે ત્યારે સર્વ સંસારી જીવાને વૃક્ષના મૂળની દુર્ભેદ્ય અને કઠીન ગાંઠ જેવા આકરા દુર્ભેદ્ય રાગ-દ્વેષનો પરિણામ, કે જેને જૈન પરિભાષામાં ગ્રંથી? કહેવાય છે તેનો ઉદય થાય છે, આ એક ક્રોડાકોડી સાગરોપમથી ન્યૂન સ્થિતિ ખાકી રહે, ત્યારે જીવ એ ગ્રંથીદેશે ( પાસે ) આવ્યા કહેવાય છે, અર્થાત્ તે અવસરે તેને થીરૂપ રાગ-દ્વેષનો તીવ્ર ઊય અવશ્ય થતા હાવાથી તે ( અવસ્થાને ) ગ્રંથીદેશ કહેવાય છે. પ્રાયઃ ભવ્ય-અભવ્ય દરેક જીવા આ અવસ્થાને (અનતી વાર) પામવા છતાં ગ્રંથીનો પરાભવ નહિ કરી શકવાથી, અર્થાત્ રાગ-દ્વેષને * ઘણુ ' નામના કીડા લાકડાને કાતરી ખાય. તેમાં જેમ આશય વિના પણુ અક્ષરાના આકાર પડે તેમ.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org