________________
॥ अनन्तलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः ॥ સટીક શ્રીધર્મસંગ્રહને સવિસ્તર ગૂર્જરાનુવાદ
ભા. ૧ લ–વિભાગ ૨ જે માનવતાને વિકાસ યાને શ્રાવકનો વિશેષ ધર્મ
પ્રકરણ ૧ લું–સમત્વાધિકાર
પહેલાં ગૃહસ્થને સામાન્ય ધર્મ કહ્યું, હવે તેના વિશેષ ધર્મનું સ્વરૂપ કહેવાય છે. આ વિશેષધર્મનું મૂળ સમ્યક્ત્વ છે, અર્થાત્ સમ્યક્ત્વવાન આત્માને જ આ ધર્મ વાસ્તવ સ્વરૂપે પ્રગટ થાય છે, માટે ગ્રન્થકારશ્રી શ્લેકના પૂર્વાદ્ધમાં સમ્યક્ત્વની પ્રસ્તાવના કરી ઉત્તરાદ્ધમાં તેનું લક્ષણ કહે છે.
मूळ-" न्याय्यश्च सति सम्यक्त्वेऽणुव्रतप्रमुखग्रहः ।
વિના , જિ: સુદ્ધા સભ્ય | ૨? ” મૂલને અર્થ–“આત્માને સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી જ અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતરૂપ બાર કે તે પૈકીનાં ઓછાં-વધુ વ્રત વગેરે ધર્મ ગ્રહણ કર યુક્ત છે. શ્રીજિનેશ્વરદેવએ કહેલાં “જીવ-અછવાદિ કે દેવ-ગુરુ આદિ તમાં જીવની જે નિર્મળ રૂચિ' તેને સમ્યત્વ કહેવાય છે.”
ટીકાનો ભાવાર્થ-“સમ્યગદર્શન ગુણ જેને પ્રગટ થયું હોય તેવા આત્માએ જ અણુવ્રત, ગુણવ્રત કે શિક્ષા ગ્રહણ કરવા યોગ્ય છે. સમ્યક્ત્વ પ્રગટ્યા વિના તે ગ્રહણ કરવા છતાં તેનું સાચું ફળ મળતું નથી, માટે સમ્યક્ત્વ વિના તે અઘટિત છે.” કહ્યું છે કે “ઉખર ભૂમિમાં વાવેલાં બીજ ઉગતાં નથી, તેમ મિથ્યાત્વવાસિત જીવે સ્વીકારેલાં વ્રતનું ફળ મળતું નથી." પ્રલયકાળના અગ્નિ વડે ફળોથી નમી પડતાં વૃક્ષે પણ સર્વ ભસ્મીભૂત બને, તેમ મિથ્યાત્વરૂપ અગ્નિથી સર્વ પવિત્ર સંયમ-નિયમે પણ નાશ પામે છે.” એમ વિશેષ ધર્મમાં સમ્યક્ત્વની મૂલકારણતા જણાવી. હવે સમ્યક્ત્વ એટલે શું? તે કહે છે.
શ્રીજિનેશ્વરદેવોએ બતાવેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ ભાવમાં અજ્ઞાન, સંશય કે મિથ્યાજ્ઞાનાદિથી રહિત “આત્માની નિર્મળ રુચિને-શ્રદ્ધાને ” શ્રી તીર્થંકરદેવેએ સમ્યક્ત્વ કહેલું છે, સમ્યફત્વ એ ગૃહસ્થને વિશેષ ધર્મ છે, અર્થાત્ સમ્યક્ત્વથી આરંભીને પાંચમાં ગુણસ્થાનકના - ૧. અભ્યાસ માટે તે મિથ્યાત્વી કે અવિરતિ-સમકિતવાળાને પણ તે લેવાનું આ ગ્રંથમાં જ આગળ જણાવાશે. અહીં નિષેધ કર્યો તે નિશ્ચયનયના મતે સમજ. અભ્યાસ કરનાર વિદ્યાર્થી વિના આવડતે પણ વ્યાપારાદિને અભ્યાસ કરે છે, તેમ ગૃહસ્થ મિથ્યાત્વ દશામાં પણ વ્રતાદિ ગ્રહણ કરવાં–પાળવાં જોઈએ. એના અભ્યાસથી આત્મામાં સમ્યકત્વ પ્રગટે છે અને પછી તે પણ સાચું ફળ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org