________________
[ ધo સં૦ ભા. ૧-વિ૦ ૧–ગા. ૨૦ ૧. અશુદ્ર-ઉતાવળીઓ અને છીછરે નહિ, પણ ઉદાર, ધીર અને ગંભીર. ૨. રૂપવાન-પાંચેય ઈન્દ્રિયથી પૂર્ણ—ખડરહિત અવયવોથી પરિપૂર્ણ અને સમર્થ શરીરવાળે. ૩. પ્રકૃતિસૌમ્ય-સ્વભાવથી જ પાપકર્મ નહિ કરનારે, શાન્ત સ્વભાવથી બીજાઓને પણ ' ઉપશમનું કારણ. ૪. લોકપ્રિય-નિંદા, જુગાર, શિકાર વગેરે શાસ્ત્રોમાં કહેલાં લોકવિરુદ્ધ કાર્યોને નહિ કરનાર,
દાનવિનયાદિ સદાચારયુક્ત. ૫. અક્રૂર-પ્રશસ્ત ચિત્તવાળે, કષાય-કલેશ વિનાને, જેનું ચિત્ત પ્રસન્ન હોય. ૬. ભી–આ લેક-પરલોકના દુખેથી અને અપયશકલંકથી ડરનારે. ૭. અશક–વિશ્વાસનું પાત્ર, કેઈને નહિ ઠગનારે, પ્રશંસાને ગ્ય, ભાવથી ધર્મ કરનારે. ૮. સુદાક્ષિણ્ય-બીજાની પ્રાર્થનાને ભંગ નહિ કરતાં સ્વકાર્ય છોડીને પણ તેનું કાર્ય કરનારે. ૯. લજજાળું-અગ્ય કાર્યો કરતાં લજજા પામનારે અને અંગકાર કરેલા કાર્યને પૂર્ણ કરનારે. ૧૦. દયાળુ-દુઃખી, દરિદ્ધી અને ધર્મરહિત વગેરે પ્રાણીઓ પ્રત્યે દયાના પરિણામવાળો. ૧૧. મધ્યસ્થ સૌમ્યદષ્ટિ-રાગ-દ્વેષરહિત હોવાથી યથાસ્થિત વસ્તુતત્વને વિચારક. અર્થાત્ હેય
ઉપાદેયમાં વિવેકવાળે, નિઃ પક્ષપાતી, સત્યને ગ્રાહક ૧૨. ગુણરાગી-(ગુણ) ગુણીને પક્ષપાત કરનાર, નિર્ગુણીની ઉપેક્ષા કરનાર, પ્રાસગુણની
રક્ષામાં તથા નવા ગુણની પ્રાપ્તિમાં ઉદ્યમવાળો. ૧૩. સત્કથક-ધર્મકથાની રુચિવાળે અને વિકથામાં અરુચિવાળે. ૧૪. સુપક્ષયુક્ત–અજ્ઞાંકિત, ધમીર, સદાચારી અને ધર્મકાર્યોમાં સહાયક પરિવારવાળે. ૧૫. સુદીર્ઘદશી–સૂમ વિચારપૂર્વક જેનું પરિણામ સુંદર જણાય તેવાં કાર્યો કરનારે. ૧૬. વિશેષજ્ઞ–પક્ષપાત વિના વસ્તુના ગુણદોષને સમજનારે. ૧૭. વૃદ્ધાનુગ–નાના કે મોટા શુદ્ધ-પરિણત બુદ્ધિવાળા જે સદાચારી હોય તે વૃદ્ધ કહેવાય,
તેવા ઉત્તમ પુરુષોની સેવા કરનારે અને તેઓની શિખામણને અનુસરનારે. ૧૮. વિનીત-મોક્ષનું મૂળ વિનય છે એમ સમજી અધિક ગુણીને વિનય કરનારે. ૧૯. કૃતજ્ઞ–બીજાએ કરેલા ઉપકારને વિસરે નહિ-પ્રત્યુપકારની ભાવનાવાળો. ૨૦. પરહિતાર્થકારી–નિઃસ્વાર્થ પરોપકારકરણ સ્વભાવવાળો. (દાક્ષિણ્ય ગુણવાળે પ્રાર્થના
કરનાર પ્રત્યે ઉપકાર કરનારો હોય અને આ ગુણવાળ પરની પ્રાર્થના વિના સ્વભાવથી
જ પરહિતમાં રક્ત હોય, એમ ભેદ સમજ.) ૨૧. લબ્ધલક્ષ્ય-ચતુર, ધર્મવ્યવહારને જલ્દી સમજનારા; એટલે કે-જેને સહેલાઈથી ધર્મ
અનુષ્ઠાન શીખવી શકાય તે. ઉપર પ્રમાણે એકવીશ ગુણયુક્ત જે હોય તેને ઉત્તમત્તમ જૈનધર્મરૂપ ધમરત્નને (પામવા) ગ્રહણ કરવામાં થેય્ કહ્યો છે. અહીં જણાવે છે કે-સંપૂર્ણ એકવીશ ગુણવાળો ધર્મપ્રાપ્તિ માટે ઉત્તમ પાત્ર છે, ચતુર્કીશ ગુણહીન એટલે પિણ ભાગના ગુણવાળે ધમપેગ્યતામાં મધ્યમ પાત્ર છે અને અડધા ગુણવાળો ધર્મ માટે જઘન્ય યોગ્યતાવાળો સમજ. જેનામાં તેટલા પણ ગુણે નથી, તે આ ધર્મરત્ન પામી શક્તા નથી. તેને દરિદ્ર સમાન સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org