________________
[ ધ સં. ભા. ૧-વિ૦ ૧-ગા, ૧૯ થઈ જાય, તેમ ૧. પદાર્થોની અનિત્યતા, ૨. સંસારમાં (જીવનું) અશરણ્ય, ૩. એકત્વ, ૪. અન્યત્વ, ૫. દેહનું અશુચિપણું, ૬. (અન્ય અન્ય ગતિમાં જીવનું સંસરણ) સંસાર, ૭. કર્મોના આશ્રવ, ૮. કર્મોને સંવર, ૯. કર્મોની નિર્જરા, ૧૦. લેકનું સ્વરૂપ, ૧૧. ધર્મનું સુ ખ્યાતપણું અને ૧૨. બધિદુર્લભપણું,-એ બાર ભાવના દ્વારા તને વિચારવાથી આત્માને રાગ-દ્વેષ–મેહ વગેરે મળ નાશ પામે છે, કારણ કે-ભાવનાઓ રાગાદિ આત્મશત્રુઓની ઘાતક છે તેથી રાગાદિને ક્ષય કરી શકે છે, એ રીતે રાગાદિ અશુભ ભાવેને (કર્મોને) નાશ થાય, એ વરબોધિનું પાંચમું ફળ છે.
૬. રાગાદિ શત્રુઓ(મેલ)નો ક્ષય થવાથી સકલ કાલેકપ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણની પ્રાપ્તિ થાય છે અને આયુષ્ય પૂર્વ થતાં (સંસારથી પાર પામેલા) જીવને સદાને માટે કર્મોના બંધનમાંથી (છૂટકારો) મેક્ષ થાય છે. આ મેક્ષનું સ્વરૂપ પણ જણાવવું કે-જીવને કર્મને સર્વથા પેગ ટળવાથી શારીરિક-માનસિક કઈ જાતિનાં દુઃખને લેશ પણ જેમાં નથી, તે સંસારી જીવને અગમ્ય-અસાધારણ શાશ્વતઃ–(કદી નાશ ન પામે તે) અખંડ આત્માનંદને અનુભવ, તે જ આત્માને મોક્ષ છે, વગેરે સમજાવવું. (અધ્યાય ૨/૭૦ થી ૭૭)
એ પ્રમાણે ધર્મદેશના વિધિ વિસ્તારથી જણાવીને ઉપસંહાર કરતાં કહે છે કે-ઉપર કહ્યા પ્રમાણે સાંભળવાની ઈચ્છાવાળા (ગે) જીવને સંવેગ પ્રગટે તે રીતે, “ઉપર્યુક્ત કૃતધર્મ જેનામાં પરિણામ પામ્યું હોય તેવા” મુનિમહાત્માએ ધર્મદેશના કરવી. અહીં કોઈને શંકા થાય કે–વિધિપૂર્વક ધર્મોપદેશ કરવા છતાં જે શ્રોતાને તથાવિધ કર્મષથી બંધ ન થાય તે ધર્મોપદેશકને શું ફળ?” ત્યાં સર્વજ્ઞો કહે છે કે-તથાવિધ શ્રોતાઓના કઠિન કર્મો આદિ દેને લીધે યદિ તેને બોધ ન થાય, તે પણ નિર્મળ (પરોપકાર-અનુગ્રહ બુદ્ધિવાળું) ચિત્ત છે જેનું, તેવા ઉપદેશકને તે ધર્મોપદેશ કરવાથી ફળ મળે જ છે.”
વળી અહીં શંકા થાય કે–દેશનાનું કઈ જીવમાં ઊલટું પણ ફળ આવવાને સંભવ છે, તે આ ધર્મદેશનાથી સર્યું, અર્થાત્ ન દેવામાં શું વાંધો ? ત્યાં સમાધાન કરે છે કે–આ જગતમાં ઉપકાર અનેક પ્રકારે થાય છે, પણ દુઃખને મૂળમાંથી છેદ કરનારી ધર્મદેશનાથી યોગ્ય જીવને જે ઉપકાર થાય છે, તે ઉપકાર કઈ કાળે કઈ ક્ષેત્રમાં બીજી કઈ રીતે થઈ શકતું જ નથી; કારણ કે-ધર્મદેશનાથી વરબધિની પ્રાપ્તિરૂપ શ્રદ્ધા ગુણ પ્રગટે છે અને એ પરંપરાએ લેશ માત્ર પણ જ્યાં દુઃખ નથી તેવા મોક્ષસુખને પ્રાપ્ત કરાવે છે. આ રીતે ધર્મદેશનાથી છો પરંપરાએ મોક્ષસુખને પામે છે, માટે એગ્ય જીને મહા ઉપકારનું કારણ હોવાથી અધિકારીએ વિધિપૂર્વક દેશના દેવી, તે દેશનાની શાસ્ત્રકથિત યોગ્યતા ધરાવનારા મહામુનિનું અવશ્ય કર્તવ્ય છે.
આ રીતે ગ્રંથકારશ્રીએ ઓગણીસમી ગાથાના વિવેચનમાં ધમબિન્દુમાં પૂજ્યપાદ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજાએ જણાવેલ ધર્મદેશના વિધિ વિસ્તારપૂર્વક જણાવ્યું, હવે આ સદ્ધને ગ્રહણ કરવા માટે જીવમાં કેવી યોગ્યતા હોવી જોઈએ તે જણાવે છે.
मूळ-" संविग्नस्तच्छ्तेरेवं, ज्ञाततत्त्वो नरोऽनघः ।
દઢ જીયા કચ્છ, સંપ્રડ પ્રવર્વતે ૨૦ ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org