________________
૬૮
[ ધ૦ સં૦ ભા૧-વિ૦ ૧-ગ. ૧૯ છે. હવે જે આત્મા જ પર્યાય વિનાને માત્ર દ્રવ્યસ્વરૂપ, જેમાં કઈ રીતે તિલ-તુષ ત્રિભાગ જેટલે (અલ્પ માત્ર) પણ ફેરફાર ન જ થાય તે હમેશાં ઉત્પત્તિ-વિનાશરહિત સ્થિર એક જ સ્વરૂપવાળો માનવામાં આવે, તે તેના પૂર્વ સ્વરૂપના નાશરૂપ મરણ, દુઃખ અને કલેશ વગેરે નવા ભાવોની ઉત્પત્તિ તેનામાં થાય જ નહિ અને ઉપર જણાવેલી ત્રણમાંથી એક પણ હિંસા તેમાં ઘટે જ નહિ, કારણ કે-તે ત્રણ પ્રકારમાંની કેઈ પણ હિંસા તેની ચાલુ અવસ્થાની નાશક જ છે. પહેલી હિંસા તેના વર્તમાન માનવ કે તિર્યંચ વગેરે પર્યાયની નાશક છે, બીજી હિંસા તેની સુખી અવસ્થાની નાશક છે તથા ત્રીજી હિંસા તેની પ્રસન્ન અવસ્થાની નાશક છે. “આત્માને નિત્યઅપરિણામી” માનવાથી જે આવી એકે ય પ્રકારની અવસ્થાને નાશ થાય જ નહિ, તે હિંસા કેની અને કયી રીતે થાય?” ન જ થાય, તે સમજાવવું. (અ) ૨-૫૭)
૫૫. એમ આત્માને એકાન્ત નિત્ય માનતાં જેમ હિંસા વગેરે તેમાં ઘટે નહિ, તેમ એકાન્ત અનિત્ય માનતાં પણ તેમાં હિંસા વગેરે ઘટે નહિ; કારણ કે-તે પ્રતિક્ષણ (સમય સમય) નાશ પામતે અનિત્ય આત્મા સ્વયમેવ મરતે હોવાથી શિકારી, ચંડાળ વગેરે કઈ પણ તેને હિંસક મનાશે જ શી રીતે? અને હિંસક પોતે પણ અનિત્ય-ક્ષણવિનશ્વર હોવાથી તે હિંસા કરશે પણ કેવી રીતે? કારણ કે–તેને પણ એકાન્ત અનિત્ય (ક્ષણવિનાશી) જ માન પડે.” આમ આત્મા પદાર્થને એકાન્ત અનિત્ય માનવામાં પણ પોતાની ઉત્પત્તિક્ષણની બીજી જ ક્ષણે સ્વયં નાશ પામવાથી જગતમાં કઈ કઈનું હિંસ્ય કે હિંસક બને જ નહિ. (અધ્યાય ૨-૫૮)
૫૬-૫૭. એ રીતે એક તે આત્માને એકાન્ત (નિત્ય કે) અનિત્ય માનવાથી હિંસા વસ્તુ જ ઉડી જાય. બીજું “આત્મા અને શરીર બંને તદ્દન જુદા જ છે અને પરસ્પર કાંઈ સંબંધ જ નથી, ” એમ માનવાથી પણ સ્ત્રીને કે શયન, આસન વગેરેને શરીરને થતે ઈષ્ટ સ્પર્શ અથવા કાંટા, અગ્નિ વગેરેને અનિષ્ટ સ્પર્શ, કે જે કેવળ સ્પર્શનેન્દ્રિયને વિષય છે, તે આત્માને કાંઈ સુખ-દુઃખને અનુભવ કરાવી શકે જ નહિ. જેમ દેવદત્ત અને અગ્નિદત્ત નામના માણસે જુદા છે તે દેવદત્તનું ખાધેલું અગ્નિદત્તની ભૂખ ભાંગતું નથી, તેમ શરીર અને આત્મા અને જુદા જ છે તે શરીરના સ્પર્શનો અનુભવ આત્માને શી રીતે થઈ શકે? એટલું જ નહિ પણ શરીરે પુષ્પમાળા પહેરવી, ચંદન પડવું, સ્ત્રીસંગ વગેરે ક્રિડા કરવી અને વસ્ત્રાલંકાર ધારણ કરવા,-એ બધે ઉપકાર શરીરને જ થશે, આત્મા અત્યન્ત ભિન્ન હોવાથી તેને કાંઈ ઉપકાર નહિ થાય. એ જ રીતે શરીરને કરાતી શિક્ષા કે પીડા વગેરે અપકારે પણ આત્મામાં ઘટશે જ નહિ અને શરીરથી શરીરના ઘાતરૂપ થતી હિંસા પણ હિંસ્ય કે હિંસક શરીરની ક્રિયારૂપ હોવાથી આત્મા તે હિસ્ય કે હિંસક પણ થશે નહિ. પરિણામ એ આવશે કે આત્મામાં હિંસા-સુખ–દુઃખ વગેરે ન ઘટવાથી શા અને અનુભવે બધું ય જૂ ૬ ઠરશે. (અધ્યાય ૨/૫૯-૬૦)
૫૮-૫૯. જેમ એકાન્ત શરીર કે આત્માને જુદા માનવાથી ઉપર પ્રમાણે હિંસાદિ ઘટતાં નથી, તેમ એકાન્ત “શરીર એ જ આત્મા ”-એમ (અભેદ) માનવાથી પણ હિંસાદિ ઘટશે નહિ. જેમ કે-જેઓ “ચૈતન્યયુક્ત શરીર તે જ આત્મા છે” એમ માને છે, તે નાસ્તિકવાદીઓના મતે આત્માનું મરણ જ ઉડી જાય છે, કારણ કે-શરીર કે આત્મા જુદા છે જ નહિ તે મરણ નું કહેવું? જે મૃતકદેહમાં પણ દેહના આરંભક (દેવસ્વરૂપ બનેલા) પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org