________________
[ ધ સં. ભા. ૧-વિ૦ ૧-ગ. ૧૯ ક્રોધ, માન, માયા અને લેભ”—એ દશ પ્રકારના જે આત્માના દુષ્ટ પરિણામો (અધ્યવસાયે), તે દુઃખમય સંસારના બીજભૂત જે પાપકર્મરૂપ બંધને, તેનાં કારણો છે. જેમ બંધનરૂપે કર્મ આત્માની સાથે રહ્યું છે, તેમ બંધનના કારણભૂત આ દશે ય પ્રકારના પરિણામો (અધ્યવસાયે) પણ આત્માની સાથે રહેલા જ છે. આથી જ બંધનરૂપ કર્મથી આત્માને બંધાવું પડે છે. એ બંધનાં કારણોથી વિપરીત
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, ત્યાગ, તત્ત્વશ્રદ્ધા, ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ’-એ દશ પ્રકારના શુભ અધ્યવસાયે મોક્ષ(કર્મબંધનમાંથી છૂટવા)નાં કારણે–હેતુઓ છે. સર્વ કાર્યો પોતાનું કારણ જેવું હોય તેવાં બને છે, અર્થાત્ શુદ્ધ કારણથી શુદ્ધ અને અશુદ્ધ કારણથી અશુદ્ધ કાર્ય બને છે, વગેરે સમજાવવું. ( અ૦ ૨–૫૧ ).
૪૯. ઉપર જણાવેલાં હિંસા, જૂઠ વગેરે હતુઓથી થતું કમરૂપ બંધન પ્રવાહની અપેક્ષાએ અનાદિકાલીન છે, એટલે ક્યારથી જીવને આ બંધન શરૂ થયું તેને આદિકાળ કઈ છે જ નહિ, જીવની જેમ તે પણ અનાદિમાન છે. અહીં કેઈને પ્રશ્ન થાય કે–પ્રતિસમય બંધાતું કર્મ એ કાર્યરૂપ છે, તે તેને અનાદિમાન કેમ કહેવાય ? (કારણ કે-જે કાર્યરૂપ હોય તે ઉત્પત્તિધર્મવાળું હેય અને ઉત્પત્તિને કાળ તે જ તેને આદિકાળ કહેવાય.) કર્મ પણ જે પ્રતિસમય નવું બંધાય છે, તે તે ઉત્પન્ન થતું હોવાથી તેની આદિ છે, અનાદિ કેમ કહેવાય?” ત્યાં શાસ્ત્રકારમહર્ષિ સમાધાન કરે છે કે-કર્મ એ પોતે કાર્ય છે, તે પણ અતીત(ભૂત)કાળની જેમ તેનું અનાદિપણું અસત્ય નથી. જેમ કાળના દરેક સમયમાં વર્તમાનપાડ્યું હોવા છતાં પોતપોતાના ઉત્તર સમયની અપેક્ષાએ તે બધા ભૂતકાળરૂપ છે તથા અત્યારના વર્તતા સમયની અપેક્ષાએ પણ તે બધા સમયનું ભૂતકાળપાણું છે, અર્થાત્ તેમાં તે તે કાળે વર્તમાનતા તે હતી, છતાં વર્તમાનમાં બધા ય ભૂતકાળ છે અને તેની આદિ નથી, તેમ અહી બંધનરૂપ કર્મની પણ આદિ નથી. જેમ અતીતકાળના અનંત સમયેમાં તે તે કાળની અપેક્ષાએ વર્તમાનતા (વર્તમાનકાળપણું) છે, તેમ અહી પ્રતિસમયે સ્વહેતુથી થતા કર્મબંધમાં પણ કાર્યધર્મ (ઉત્પત્તિધર્મ) વર્તમાનતા રૂપે છે; પણ ઉત્તર ઉત્તર સમયે બંધાતા કમની અપેક્ષાએ તે પૂર્વ પૂર્વ સમયને બધે કર્મબંધ ભૂતકાલીન જ છે અને ભૂતકાળની જેમ તેની પણ આદિ નથી, માટે પ્રવાહથી તે અનાદિકાલીન છે” એમ સમજવું. (અ) ૨-પર )
૫૦. અહીં કરાતું અને કરાયેલું એ બે શબ્દમાં કરાતું “ચાલુ ક્રિયાને' કહેવાય છે અને કરાયેલું “જે ક્રિયા સમાપ્ત થઈ હોય તેને કહેવાય છે. સંસ્કૃત ભાષામાં ચાલુ કાર્યમાં “બિચમા” અને સમાપ્ત કાર્યમાં “ત” શબ્દ વપરાય છે, તથાપિ અહીં કર્મબંધનની ક્રિયા પ્રતિ સમય ચાલુ છતાં તેને “તવા” જણાવીને તેના અનાદિપણની સિદ્ધિ કરી છે. તે એ રીતે કે- માને
’–કરાતું હોય તે પણ કર્યું એ પર્યાયાસ્તિકાય નિશ્ચયનયના અભિપ્રાયથી “શિવમાન? કરાતું છતાં “ત” કર્યું, એમ કહી શકાય છે. આ નય પર્યાયને મુખ્ય માનતે હોવાથી પ્રતિસમયની ક્રિયાને પ્રતિસમયે મુખ્ય (પૂર્ણ) માને છે, અર્થાત તેના મતે “ક્રિયાકાલ એ જ સમાપ્તિકાલ” છે. ભલે પટ હજાર તંતુને હોય, પણ પ્રત્યેક તંતુની ક્રિયા છે તે તંતુ જોડતાં જ સમાપ્ત થાય છે. એક તંતુ શું એટલે હજાર તંતુને પટ હજારમા અંશમાં તૈયાર થયે–એ જેમ સત્ય છે, તેમ અહીં પણ જે સમયે જે કર્મ બાંધવાની ક્રિયા ચાલુ હોય છે, તે જ સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org