________________
.
ન.
: *
-
* * *
* *
=
=
=
ધર્મદેશના દેવાને વિધિ-કમ]
૩૨. શ્રતધર્મની શ્રદ્ધા અને ઓળખ વિના આવા ભાવે સમજાય નહિ, માટે પહેલાં શ્રતધર્મની મહત્તા અને પછી તેનું સાચું સ્વરૂપ ઓળખાવવું. જેમ કે-“સકલ કલ્યાણના કારણભૂત (ચારિત્રધર્મરૂપ) ધર્મકલ્પવૃક્ષને ઊગવા માટે કૃતધર્મ એક ઉત્તમ ક્યારા સમાન છે, અર્થાત શ્રુતક્યારામાં ધર્મવૃક્ષ ઊગે છે અને તેની ઉપર સકલ કલ્યાણરૂપ (મોક્ષ) ફળ આવે છે. ધર્મવૃક્ષના ક્યારા સમાન આ કૃતધર્મ “વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા—એ પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપ છે. તેને મહિમા અનંત છે, કારણ કે–એ જ આત્માનાં સાચાં નેત્રે છે. જેઓ શ્રુતજ્ઞાનરૂપ નિર્મળ નેત્રથી જગતમાં દષ્ટ–અદષ્ટ અને હેય-ઉપાદેયસ્વરૂપ સર્વ પદાર્થોને દેખે છે, તેઓ જ સાચા દેખતા (આંખેવાળા) છે,” વગેરે સમજાવવું. (અ) ૨-૩૫)
૩૩. શ્રતધર્મ દરેક દર્શનમાં જુદા જુદે છે. તેમાંથી “સત્ય-અસત્ય કયો?” એ વિવેક કરવાની શ્રોતામાં શક્તિ પ્રગટી નથી, માટે તેની પરીક્ષા કરવા તેને સમજાવવું કે-“શ્રતધર્મ સ્વરૂપે એક જ છે, છતાં દરેક ધર્મવાળા પોતપોતાનાં શાસ્ત્રોથી શ્રતધર્મને જુદા જુદે માને છે. એ બધામાંથી સાચે કર્યો? તે નક્કી કરવા માટે શ્રતધર્મની પણ સેનાની જેમ કષ, છેદ અને તાપથી પરીક્ષા કરવી. બીજાઓ પણ કહે છે કે-જગતમાં સર્વ લેકે શબ્દથી ધર્મ-ધર્મ કહે છે, પરંતુ તેનું સ્વરૂપ વિચારતા નથી. જેમ આકડાનું દૂધ એ દૂધ કહેવાય છે છતાં દૂધનું કામ કરતું નથી, તેમ અહીં પણ દરેકનાં શાસ્ત્રો પ્રતધર્મ તરીકે મનાવા છતાં તે દરેકમાં વિચિત્રતા છે, અર્થાત બધાં ઉપકારક નથી, માટે જ વિચારક પુરુષે, સર્વ પ્રકારની સુંદર સુખસંપત્તિ પ્રાપ્ત કરાવવામાં સમર્થ, જગત માત્રને હિતકારી અને દુર્લભ એવા શ્રતધર્મને, ઠગાઈ જવાના ભયથી સોનાની જેમ પરીક્ષા કરીને જ ગ્રહણ કરે છે,” ઈત્યાદિ કહીને તેનામાં આગમની પરીક્ષા કરવાને ભાવ પ્રગટ કરાવ. (અ) ૨-૩૬).
૩૪. પછી તેના ઉપાયનું વર્ણન કરતાં જણાવવું કે–જેમ સુવર્ણરૂપે સમાન છતાં સેનું શુદ્ધ અને અશુદ્ધ હોય છે, છતાં ભેળા મનુષ્યો તેની શુદ્ધિ-અશુદ્ધિને વિચારતા નથી અને બુદ્ધિમાન પુરુષ તેને કટીથી કસીને, કાપીને કે તાપથી તપાવીને પરીક્ષા કરે છે, તેમ કૃતધર્મમાં પણ બુદ્ધિમાનેએ કષ, છેદ અને તાપથી તેની પરીક્ષા કરવી તે જરૂરી છે, એમ સમજાવવું. (અ૨-૩૭)
૩૫. કષનું સ્વરૂપ-જે આગમમાં “સ્વર્ગના કે મેક્ષસુખના અથએ તપ, ધ્યાન વગેરે કરવું, તેમ જ પાંચ સમિતિ–ત્રણ ગુપ્તિના પાલનપૂર્વકશુદ્ધ અનુષ્ઠાન કરવું,” વગેરે અવિરુદ્ધ કાર્યને કરવાનું જણાવનારાં વિધિવાક્યો હોય અને કોઈ જીવને હણ નહિ, જુઠું બોલવું નહિ વગેરે” અધમ કાર્યોને નિષેધ કરનારાં પ્રતિષેધ વાક્ય હેય; તાત્પર્ય કે–આવાં વિધિ-પ્રતિષેધ વાક્યો જે શાસ્ત્રમાં સ્થલે સ્થલે પુષ્કળ હોય, તે શાસ્ત્ર કષ(કસોટી)થી શુદ્ધ છે, તેથી ઊલટું “જેમ વિષ્ણુએ અસુરેને ઘાત કર્યો તેમ બીજાએ પણ અન્ય ધમીઓનો ઘાત કરો, કારણ કે-તેવાઓને મારી નાખવામાં પાપ નથી; આવાં અકર્તવ્યનું વિધાન કરનારાં, વગેરે વાક્યો જે શાસ્ત્રમાં હોય તે શાસ્ત્ર કષ-કટીથી શુદ્ધ નથી, વગેરે સમજાવવું. (અ. ૨-૩૮).
૩૬. છેદનું સ્વરૂપ-જે શાસ્ત્રમાં જણાવેલાં અનુષ્ઠાન-ક્રિયાઓ એવી હોય કે તે ક્રિયાઓ કરવાથી પૂર્વે જણાવેલાં વિધિવાક્યો કે પ્રતિષેધવાક્યોનું સંપૂર્ણ–યથાર્થ પાલન થાય અને જે વિધિ કે પ્રતિષેધ પ્રગટરૂપે શાસ્ત્રમાં ન મળતા હોય, તેવા પણ વિધિનિષેધે તે ક્રિયાઓ દ્વારા સમજાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org