________________
------
--
------
--
---
-
-
--
-
-
ધર્મદેશના સેને વિધિ-કમ ]
પપ જ નહિ અને દર્શનાચાર પાળવા છતાં દર્શનગુણ પ્રગટે નહિ, પછી મોક્ષ તે થાય જ ક્યાંથી ? માટે ગુણ અને ગુણી (દર્શન અને દર્શની) કથંચિત્ (અપેક્ષાએ) અભિન્ન છે, એમ સમજાવવા અહીં ગુણદ્વારા ગુણનું સ્વરૂપ જણાવ્યું છે. હવે પછીના ત્રણ આચારમાં પણ એ પ્રમાણે સ્વયમેવ સમજી લેવું.
(a) “નિષ્કાંક્ષિત આચાર –અહીં કાંક્ષા એટલે બીજા કોઈ દર્શનની અભિલાષા, તે જેને ન હોય તે “નિષ્કાંક્ષિત કહેવાય. શંકાની જેમ કાંક્ષા પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. ૧-દિગમ્બર આદિ કઈ એક દર્શનની અભિલાષા તે દેશકાંક્ષા અને ૨-સર્વ દશનોની અભિલાષા તે સર્વકાંક્ષા. આવી દેશથી કે સર્વથી પરદર્શનની અભિલાષા કરનારો એમ નથી સમજાતે કે-તે તે દર્શનકારોએ પોતાના શાસ્ત્રોમાં અહિંસાને ધર્મ જણાવવા છતાં તેમાં છકાય જીની હિંસા થાય તેવી ક્રિયાઓનું વિધાન કર્યું છે અને તેમાં કહેલું આત્મા, પરમાત્મા વગેરેનું સ્વરૂપ પણ અસત છે, કારણ કે–તેમાંના કેટલાકે મોક્ષને જ માનતા નથી, તે કઈ આત્માને એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય માને છે, વગેરે તે દર્શનકારોનાં વચનની અસત્યતા છે. આવા દૂષિત ધર્મોની જ્યાં સુધી અભિલાષા હોય ત્યાં સુધી જૈનદર્શનની સત્યતા સમજાય નહિ અને શ્રદ્ધા ટકે નહિ, માટે પરદર્શનની કાંક્ષા તજવી તે આચાર છે.
| (m) “નિર્વિચિકિત્સા આચાર-વિચિકિત્સા એ બુદ્ધિના શ્રમરૂપ છે. આ ભ્રમ જેને ને હિય તે “નિર્વિચિકિત્સક” કહેવાય. કેઈ એ સદેહ કરે કે-જૈનદર્શન સર્વશ્રેષ્ઠ છે, છતાં ખેતી વગેરેમાં જેમ કેઇને લાભ થાય છે અને કેઈને નથી પણ થતું, તેમ મને પણ આ ધર્મકાર્યોથી (જૈનદર્શનથી) લાભ થશે કે નહિ? –આવા સંદેહનું મૂળ અજ્ઞાન છે, માટે તેને છેડી નિશ્ચય કરે જોઈએ કે વિધિપૂર્વક યથાગ્ય પ્રવૃત્તિ કરનારને તેનું ફળ ન મળે તેમ કદાપિ ન બને.પર આ નિશ્ચય કર તે નિર્વિચિકિત્સ આચાર છે. અને બીજે “નિgિya' એ પણ શબ્દપર્યાય છે. તેને અર્થ “નિંદા-અણગમ ન કરે તે છે. અર્થાત્ સાધુસાધ્વીઓનાં અસ્નાન, મેલવાળા શરીર–અવયે કે મેલાં કપડાં વગેરે દેખી તેઓ તરફ અણગમે કે તેઓની નિંદાદિ ન કરવું, તે “નિર્વિજુગુપ્સા' નામને ત્રીજે દર્શનાચાર છે.
પર. ખરી રીતે કર્મની વિચિત્રતાદિના વેગે ક્રિયા કરવા છતાંય કોઈને તત્કાલ ફળ મળે, કોઈને કાળાન્તરે ફળ મળે, વળી કેઈને Bળીની સજા સોયથી સરી જવાની જેમ ઘણું નુકશાનમાંથી બચી જવારૂપ ફળ મળે અને કોઈને લાભ થવારૂપ પણ ફળ મળે. એ રીતે શ્રીજિનકથિત ધર્મની યથાવિધિ આરાધના કરનારે ફળથી વંચિત રહે જ નહિ એ સુનિશ્ચિત છે. છતાં આ ભ્રમ થવામાં એ કારણ છે કે-જીવને “જેટલી ફળ મેળવવાની ઈચ્છા છે, તેટલી તે ફળના મૂળ કારણરૂપ ક્રિયાની રુચિ નથી.' આવી ઈચ્છા એ “ઉસુક્તારૂપ હોવાથી જીવને “કુલ મળશે કે નહિ ?' એ ભ્રમ પેદા કરે છે. ધીરપુ ફળની ઈછાએ વૃક્ષના પાલનપષ
ને જ મુખ્ય કર્તવ્ય માની વૃક્ષની સંભાળમાં તન્મય બને છે તેથી અવશ્ય ફળ મેળવે છે અને કુળની ઉત્સુક્તાવાળા અધીરા મનુષ્યો વૃક્ષની રક્ષા, સંભાળ કે સિંચનમાં બેદરકાર બની ફળથી અને આખરે વૃક્ષથી પણ વંચિત રહે છે, તેમ ધર્મમાં પણ આવા ઉત્સુકતાવાળા જીવો ક્રિયામાં અનાદર તેમ જ કંટાળે લાવીને નિરાશાથી ધર્મ-અનુષ્ઠાનને વચ્ચે જ છોડી દે છે અને ફળથી વંચિત રહે છે. એ રીતે આવા જ બહુધા ઉભય ભ્રષ્ટ થાય છે, માટે બુદ્ધિમાને કદી પણ ફળની ઉતાવળી ઉત્સુકતાથી ક્રિયા પ્રત્યે બેદરકાર બનવું નહિ. આવી ઉત્સુક્તાને શાસ્ત્રકારોએ આર્તધ્યાનમાં ગણી છે.. . . . . . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org