________________
પs
ધર્મ દેશના દેવાને વિધિ-કમ ]
(૪) “વિનયાચાર –જેમની પાસે શ્રત ભણવાનું હોય તે વિદ્યાગુરુ આવે (ઉભા હોય) ત્યારે ઉભા થવું, સામે જવું, બેઠા પછી બેસવું, તેઓના પગ ધોવા, આસન આપવું વગેરે તેમને વિનય કરે; કારણ કે-વિનય વિના જ્ઞાન મળતું નથી, મળે તે પણ તે ઈષ્ટફળ આપતું નથી. તેથી ઊલટું અવિનયથી મળેલું જ્ઞાન અજ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમથી પ્રગટેલું હોવાથી તે અજ્ઞાનરૂપે સંસારમાં ભમાવે છે.
(1) “બહુમાનાચાર”—વિદ્યાગુરુ પ્રત્યે હૃદયગત પ્રેમ (આંતરિક પ્રીતિ-રાગ) ધરે, ગુરુ પ્રત્યે હાર્દિકે પૂજ્યભાવ ધરાવનારને અલ્પ કાળમાં કર્મો તૂટવાથી જ્ઞાન પ્રગટ થાય જ છે અને તે જ્ઞાનથી બાકીનાં કર્મો પણ તૂટવા માંડે છે, માટે સાચે જ્ઞાની ગુરુસેવાને છોડતું નથી. અહીં બાહ્ય સેવારૂપ વિનય તથા હદયપ્રેમરૂપ બહુમાન–એ બન્નેના વેગે ચાર ભાંગા થાય છે. ૧–વિનય હોય પણ બહુમાન ન હોય, બહુમાન હોય પણ વિનય ન હોય, ૩-વિનય અને બહુમાન બને હોય અને ૪–અને ન હોય. (આ ચાર ભાંગામાં ત્રીજો ભાંગે સર્વ ઇ, બીજે ભાગે સામાન્ય અને પહેલો તથા ચેાથે ભાગો અગ્ય સમજવો.)
() “ઉપધાનાચાર–છૂતને પુષ્ટ કરે તે ઉપધાન એક પ્રકારે તપ. શ્રુતજ્ઞાનની ઈચ્છાવાળાએ એ ઉપધાન–તપ કર જોઈએ, તે જે જે અધ્યયનને ઉદ્દેશીને એટલે જેવો આગાઢ (કારણે પણ અધૂર છેડાય નહિ તે) કે અનાગાઢ (કારણે અધૂરો છોડાય તે) શાસ્ત્રમાં કહ્યો હોય તેટલે તે તે તે અધ્યયનમાં કરવો જોઈએ, કારણ કે–તે તપ કરવાથી જ્ઞાનાવરણીય કર્મો ખપે છે અને એ રીતે પ્રાપ્ત થયેલું શુદ્ધ જ્ઞાન આત્માને સફળ બને છે.૫૦
(“અનિવાચાર–જે જે જ્ઞાન જેઓની પાસેથી મળ્યું હોય તે તે જ્ઞાન તેઓની પાસેથી મળ્યું છે–એમ સ્પષ્ટ કહેવું જ જોઈએ, પણ મારી જાતે સ્વયં કે બીજાની પાસેથી ભયે છુંએમ કહી વિદ્યાગુરુને છુપાવવા ન જોઈએ. એમ કરવાથી ચિત્ત મલિન થાય છે અને પ્રાપ્ત થયેલું જ્ઞાન ચાલ્યું જાય છે કે નિષ્ફળ થાય છે.
(-૪-૪) “યંજન, અર્થ અને તદુભય આચારે”-શ્રુતજ્ઞાન ભણીને તેનું ઉત્તમ ફળ મેળવવાની ઈચ્છાવાળાએ તેને એક અક્ષર, કાન, માવા, શબ્દ કે વાક્ય કાંઈ પણ ન્યૂનાધિક કરવું નહિ તે વ્યંજનાચાર છે. જેમ કે- “મો મંગુણિ'પદ છે, તેને બદલે “પુvi orો ” એમ બદલો કરવો વ્યંજનભેદ છે. વળી આચારાંગસૂત્રમાં “આઘતી સાવંતી ઢોલિ વિરાતિ” એવું વાક્ય છે અને તેને “કેમાં કેટલાક પાખંડી લેકે (કે જેઓ અસંયમી) છે તેઓ છકાય જીવોને ઉપલાપ કરે છે એવો અર્થ છે, છતાં કઈ “નાથ ” એ ન્યાયે દરેક શબ્દના અનેક અર્થો થતા હેવાથી “અવંતિ દેશમાં દેરડું કુવામાં પડવાથી લકે ઉપતાપ કરે છે” એવો અર્થ પણ કરે તે થઈ શકે, પણ તે તત્વથી અસત્ય છે. આવો કર્તાના આશયથી
૫૦. સામાન્ય દેવ-દેવીને પ્રસન્ન કરવા માટે પણ જે ઉપવાસ, બ્રહ્મચર્ય પાલન વગેરે કરવું પડે છે, એક વ્યાપારીની કે અધિકારીની પ્રસન્નતા માટે પણ તેઓનાં કાર્યો કરવાં વ્યાજબી મનાય છે, તે શ્રુતજ્ઞાન જેવું અમૂલ્ય રત્ન મેળવવા માટે શાસ્ત્રકથિત તપ કરે તેને અગ્ય કેમ મનાય? જે વ્યાપારી જેવાને પ્રસન્ન કરવા માટે તેની આજ્ઞા ઉઠાવવી પડે છે, તે જેઓનું કહેલું આગમ ભણવું છે તે શ્રીજિનેશ્વરદે એ જ બતાવેલ તપ કર્યા વિના કાર્યસિદ્ધિ શી રીતે થાય? જેમ તપ કરીને સિદ્ધ કરેલી વિદ્યા કામ આપે છે, તેમ જ્ઞાનગુણ પણ તપ દ્વારા આત્મસાત્ કરવાથી જ કાર્યસાધક બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org