________________
કાય
.
પર
[ ધ સંભા. ૧-વિ ૧-ગ. ૧૯ માટે શાસ્ત્રમાં આદર કરે તે જ હિતકર છે. અર્થ-કામનો ઉપદેશ નહિ સાંભળવાથી કે તેમાં ઉદ્યમ નહિ કરવાથી મનુષ્યને વધારેમાં વધારે નુકશાન હોય તે દરિદ્રતા છે, પણ ધર્મના શ્રવણમાં કે ધર્મક્રિયામાં ઉદ્યમ નહિ કરવાથી મહા અનર્થે થાય છે, તે (પન્નવણાસ્ત્રમાં કહેલા રર મા) ક્રિયાપદના ઉદાહરણથી સમજી લેવું; માટે સદાય શાસ્ત્રશ્રવણમાં પ્રયત્ન કરનારા ધર્માથીનું જીવન પ્રશંસાપાત્ર બને છે. મેહરૂપી કાળી રાત્રી સમા આ જગતમાં શાસ્ત્રો એ જ દીવે છે, શાસ્ત્રો જ સન્માર્ગે ચઢાવે છે. શાસ્ત્રો જ પાપગનું ઔષધ અને પુણ્યનું કારણ છે, શાસ્ત્રો સર્વતનેત્ર એટલે સઘળી વસ્તુઓને સર્વદા બતાવનારાં છે અને સઘળા સુખનાં સાધક છે. જેને શાસ્ત્રમાં ભક્તિ નથી તેની ધર્મક્રિયાઓ આંધળાની લેવાની પ્રવૃત્તિની જેમ નિષ્ફળ જ નિવડે છે, કારણ કે–તેના કર્મના દેશે તે સફળ થતી નથી. જે શ્રદ્ધાળ અભિમાનનો ત્યાગ કરીને (દેવ-ગુરુ-ધર્મ વગેરે) માનનીય ભામાં બહુમાન ધરાવે છે, તે ગુણરાગી મહા ભાગ્યવંત છે, તેની ધર્મકિયા શ્રેષ–ઉત્તમ છે, પણ જેને શાસ્ત્રો પ્રત્યે જ અનાદર છે તેના શ્રદ્ધા-કિયા વગેરે ગુણે વાસ્તવિક નહિ પણ ઉન્માદીના ઉન્માદ જેવા છે, પુરુષે તેના ગુણને કરી પ્રશંસતા નથી. (માટે શાસ્ત્રના રાગી બનવું.) મલિન વસ્ત્રને જેમ પાણી અત્યંત શુદ્ધ કરે છે, તેમ શાસ્ત્રવચને અંતઃકરણનો મેલ સાફ કરી ચિત્તરૂપી રત્નને શુદ્ધ બનાવે છે. “ શ્રીતીર્થકરદેએ શાસ્ત્રભક્તિને મુક્તિસ્ત્રીની મુખ્ય દૂતી કહી છે, માટે મુક્તિસ્ત્રીને જલદી વરવાની ભાવનાવાળાએ તેની દૂતીરૂપ શાસ્ત્રોની ભક્તિ કરવી તે વ્યાજબી છે.” ( અધ્યાય ૨-૧૨ )
૧૦ ધર્મદેશનોમાં આક્ષેપિણું કથાને ઉપયોગ કરે. “જે કથા કહેવાથી ભવ્ય જી મેહના પાશમાંથી છૂટી તત્વસત્ય તરફ ખેંચાય તે આક્ષેપિણી કથા છે. તેના ચાર પ્રકારે આ પ્રમાણે છેઃ ૧-લેચ કર, સ્નાન ન કરવું વગેરે આચારનું વર્ણન જેમાં મુખ્ય હોય તે “આચારઆક્ષેપિણી; રક્રિયાદિમાં કઈ પ્રસંગે અતિચાર વગેરે લાગી જાય તો પ્રાયશ્ચિત્ત લેવું વગેરે વ્યવહાર ધર્મનું વર્ણન જેમાં મુખ્ય હોય તે “વ્યવહાર–આક્ષેપિણી ૩-શ્રોતા સંશયવાળો હોય તે મીઠા વચનથી તેને સમજાવ, સંશય દૂર કરે; વગેરે જ્ઞાન કરાવવાને ઉદ્દેશ જેમાં મુખ્ય હોય તે “પ્રજ્ઞપ્તિ–આક્ષેપિણું,” અને ૪–શ્રેતાના સ્વરૂપ-શ્રદ્ધા–બુદ્ધિ પ્રમાણે સૂક્ષ્મ જીવાજીવ ભાવના કથનરૂપ દષ્ટિવાદનું વર્ણન જેમાં મુખ્ય હોય તે “દષ્ટિવાદ–આક્ષેપિણી” કથા સમજવી. (અધ્યાય ૨-૧૩)
૧૧. જ્ઞાનાદિ પાંચ આચારોરૂપ ધર્મનું સ્વરૂપ જણાવવું તે આ પ્રમાણે–
૧. જ્ઞાનાચાર-જ્ઞાનપ્રાપ્તિ (તથા રક્ષણ) માટે સદાચારનું પાલન, તે નીચે મુજબ આઠ પ્રકારે છે–
() “કાલાચાર -દ્વાદશાંગીગત કે દ્વાદશાંગીભિન્ન શ્રતને ભણવા-ભણવવાદિ સ્વાધ્યાય માટે જે જે સમય શાસ્ત્રમાં કહ્યો છે તે તે સમયે સ્વાધ્યાયાદિ કરવું–નિષિદ્ધ અવસરે ન કરવું, કારણ કે-શ્રીજિનેશ્વરદેવેની આજ્ઞા “શ્રત એગ્યકાળે ભણવું” એવી છે. જગતમાં પણ પ્રસિદ્ધ છે કે-ખેતી વગેરે કામે જે જે રતુમાં કરવા એગ્ય છે તે તે તુમાં કરવાથી જ તે સારાં ફળો આપે છે બીજી તુમાં તે નુકશાનકારક પણ થાય છે તેમ જ્ઞાન પણ જે કાળે મૃત ભણવાનું હોય તે કાળે તે ભણવાથી કમનાશક-ગુણપ્રાપક બને છે.
જીવને ધર્મના અભાવે પ્રાણાતિપાતિકી વગેરે ક્રિયાઓથી કર્મબંધ અને તે દ્વારા સંસારભ્રમણ ચાલુ જ રહે છે, માટે તે ક્રિયા-કર્મબંધથી બચવા ધર્મની પૂર્ણ આવશ્યકતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org