________________ 42 ઉપદેશક, પાંત્રીસ વાણીગુણે કરી સુશોભિત, છત્રીસ રિગુણે કરી વિરાજમાન, શ્રી કુંથુનાથના સાડત્રીસ ગણધરના પ્રરૂપક, શ્રી પાર્શ્વનાથના અડત્રીસ હજાર સાધવીના પ્રરૂપક, મનુષ્ય ક્ષેત્રમાંહિ ઓગણચાલીસ કુલપર્વતના પ્રરૂપક, શ્રી મેરુ પર્વતની ચૂલિકા ચાલીસ જેયણ ઉન્નત તેહના પ્રરૂપક, શ્રી નમિનાથનિ એક્તાલીસ હજાર સાધવીને પ્રરૂપક, શ્રી મહાવીરઈ બઈતાલીસ વરસ સાધુપણું પાડ્યું તેહના ઉપદેશક, ત્રઈતાલીસ કર્મવિપાક અધ્યયનનાં જાણે, ધરણેન્દ્રના ચઉઆલીસ લાખ ભવનના પ્રરૂપક, શ્રી ધર્મનાથ પઈતાલીસ ધનુષ ઉન્નત તેહના પ્રરૂપક, દષ્ટિવાદના છઠતાલીસ માત્રિકા પદ તેહના જ્ઞાપક, શ્રી અગ્નિભૂતિ ગણધરનિ સડતાલીસ વરસ ગૃહસ્થપાયના જાણુ, અડતાલીસ હજાર પાટણના સ્વામી શ્રી ચક્રવર્તિ તેહનીં. પૂજ્યનીક, ત્રઈન્દ્રિનું ઉલ્ફહું ઓગણપચાસ દિવસનું આઉખું તેહના પ્રરૂપક, શ્રી મુનિસુવ્રતસ્વામીનિ પચાસ ધનુષનું શરીર માન તેહના પ્રરૂપક, પ્રભનામિ બલદેવ તેહનું એકાવન લાખ વરસનું આઉખું તેહના જાણ, મોહની કર્મને બાવન નામ તેહના જાણ, સમૃદ્ધિમ ઉર પરિસર્પનું પ૩ હજાર વરસનું ઉખું આઉષ તેહના જાણ, શ્રી નેમિનાથના ચઉપૂન દિવસ છદ્મસ્થપર્યાયના જાણ, શ્રી મહાવીરદેવઈ પંચાવન અધ્યયન કલ્યાણફલ વિપાકી આ છેલી રાત્રે પ્રરૂપ્યાં તેહના જાણ, પહેલી, બીજી, પાંચમી, ત્રણે પૃથિવી મલિનિ અઠ્ઠાવન લાખ નરકાવાસાના જાણ, શ્રી મલ્લિનાથનિ ઓગણસઠિસઈ અવધિજ્ઞાનીના જાણ, એક અહેરાત્રિની સાઠિ ઘડી તેહના જાણુ, મેરુપર્વતનું પહિલ કાંડ એકસઠિ હજાર જેયણ ઉન્નત તેહના જાણ, એક યુગનિ વિષે બાસઠ પુનિમ તેહના જાણ, શ્રી ઋષભદેવપ્રભુએ