________________ કમળ, મદરહિત, નિસ્પૃહ, દંભ વગરના, વિદ્યાવાળા-સેભાગી શરીરવાળા–સુન્દર સંયમ શ્રેષ્ઠ-પૂજ્ય ગુરુમહારાજની આજ્ઞા-વિનય કરવામાં કુશલ એવા સાધુઓથી સેવાતા, ત્રાયશિ દેવાથી પરિવરેલા, દેવસભામાં બેઠેલા ઇન્દ્રની સમાન શ્રદ્ધાળુ શ્રાવકેની મોટી સભામાં પ્રૌઢ પ્રતાપથી વિરાજેલા, આ યુગમાં સર્વને હિતકર શ્રી તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજને હે જલધિનન્દન ચન્દ્ર ! તું વન્દન કરજે ને પુષ્ટ પુણ્ય પ્રભાવને પ્રાપ્ત કરજે. તારા પૂર્વના અતુલ પુ સફળ થશે તારો જન્મ સુલબ્ધ બનશે, ને તારી આકાશમાં ગતિ સફળ થશે. પૂજ્યપાદ દર્શનથી ચન્દ્રને લાભ– આજ તારા સર્વ અનર્થો ગળી જશે પાપપંક નાશ પામશે, દેશે ક્ષીણ થશે, અશિવ ચાલ્યા જશે, દુષ્ટ દુઃખે વિલય પામશે, રોગને જ રેગ થશે, મરણ મટી જશે, વિગ વિનાશ પામશે, જે માટે સર્વ વ્યાધિને શમન કરવામાં નિપુણ ગુમહારાજના તું દર્શન કરીશ. તેમના દર્શનથી પુષ્ટ થયેલ પુણ્યથી તારા કલંકની કાળી લેક વાર્તા ચાલી જશે. કલંક રહિત તને હે અમૃતકિરણ! સાગણી પ્રભાવાળે તુરત જ જઈશ એમ હું માનું છું; કારણ કે આવા મહાન પુરુષના દર્શન સત્વર સર્વ અભીષ્ટોને પૂરે છે. શ્રી પૂજ્યપાદના ગુણગાન ને મુનિઓને સ્વાધ્યાય ત્યાં મનેહર, વાચાળ વાજી-મુરજ વગેરે વાગતા હશે, ગાયકે ગીત કરતા હશે, ગુરુમહારાજના ગુણસમૂહને શ્રાવિકાઓ કમળ કંઠે ગાતી હશે, પંડિત મુનિઓ સ્વાધ્યાય કરતા હશે, તચર્ચાના વિચાર ચલાવતા હશે. આ સર્વથી ત્યાંનું વાતાવરણ શબ્દમય બનશે ત્યાં સુધી સ્થિરતા ધારણ કરી ત્યાં તું રહેજે, વિજ્ઞપ્તિ માટે એગ્ય અવસર જેવા સૂચન જો કે ચામર જેવા શીતલ કરવાળા તારા જ ગોત્રના ચાન્દ્ર કુલના