________________ 33 ઉપાધ્યાયમહારાજે પૂજ્યાપ્તપુરુષ સૂરિમહારાજ પાસે રહે છે એટલે તને મારી આ વિનતિ સંભળાવવી દુષ્કર નથી, છતાં અવસર જોઇને જ તું તે કહેજે; કારણ કે નાયકો સમયે જેનારા ઉપર પ્રસન્ન થાય છે માટે ત્યાં રહીને એકાતમાં કઈ ન હોય ત્યારે સ્વચ્છ શીતલ કિરણ કરથી ગુરુમહારાજના ચરણકમળને સ્પર્શ કરી આ પ્રમાણે વિનવજે. વિજ્ઞપ્તિ નિવેદન– આપને નાને શિષ્ય વિનયવિજય દ્વાદશાવતું વજનથી અભિવન્દનિય આપને વન્દીને વિજ્ઞપ્તિ જણાવે છે–પૂર્વે ઈલાદુર્ગમાં (ઈડરગઢમાં) આપશ્રી પૂજ્યજીના ચરણયુગલને મેં વાંધા હતા, તે ઉપકારની જેમ અર્ધક્ષણ પણ હું ભૂલતા નથી. મેટી કૃપા કરી આપે તાતપાદે કહેલા વચને યાદ આવતાં આખા શરીરમાં રોમાંચ ઊભા કરે છે. આ મારું ચિત્ત પ્રણયરસથી ખુશ થાય છે, ઉલ્લસેલી ઈન્દ્રિયોને વિશેષ ઉલ્લસિત કરે છે, આપની પાસે વારંવાર જાય છે, ખૂબ ઉત્કંઠા ધરે છે, નયનને સજલ બનાવે છે, કંઠમાં ગાગ૬ અવાજને સજે છે. એમ અનેક પ્રકારે ચેષ્ટા કરે છે. વિશ્વમાં પ્રસિદ્ધ છે કે નિદ્રા એ દોષ છે ને જાગૃતિ એ અપ્રમાદરૂપ ગુણ છે; પણ અત્યારે મારા હૃદયમાં તેથી ઊંધું લાગે છે. સ્વપ્નમાં આપનું દર્શન આપતી નિદ્રા ગુણ છે ને આપના દર્શનમાં માટે અન્તરાય કરતી જાગૃતિ દેષ છે. . જે પ્રમાણે જાગતા જીભ આપનું નામ જપે છે તે જ પ્રમાણે નિદ્રામાં પણ લીન મન હોવાથી જપે છે, એથી અત્યારે નિપુણ બુદ્ધિમાને પણ ન પરખી શકે એવો “હું જાણું છું કે ઊંધું છું” એ ભેદ લેકે જાણી શકતા નથી. શંકાના રોગથી–અવગુણેથી મલિન પૂર્વપક્ષને છેડી નિશ્ચિત કરેલા આપના આરાધનને હે શુચિવિભવ! પ્રભે ! હું અનુસરું છું. પરમગુરુ આપ સ્નેહાળ પ્રેમદષ્ટિથી સાચવજો કે જેથી ખૂબ સફળ સકળ વાંછિત અર્થવાળો થઉં.”