________________ વાળાની માળાને ગણતા, તે ગણાતી માળા મનમાં ગુરુમહારાજના ગુણનુરાગથી જે રક્ત ન હોય તેવી જણાય છે, સ્નેહાળ કલ્યાણ કમલાએ મેકલેલ વિશાળ કમળ જ ન હોય એવા શોભિતા મેટા ધર્મધ્વજને અંકમાં રાખતા, મોટે ભાગે પદ્માસને બેઠેલા, રાજા મહારાજારૂપ રાજહસૌથી સેવાતા, સ્વાધ્યાયથી કલિત વદનવાળા, બ્રહ્મ સમા રૂપયુક્ત, કાન પાસે સફેદ કેશ ને પળિયાને બહાને પિતાના સ્થાનવિનાશની આકાંક્ષાથી દુઃખી થયેલી વૃદ્ધાવસ્થાવડે વિનતિ કરતા કે-હે સ્વામિન ! આપ સર્વ જનોને અજર અમર પદ પ્રાપ્ત કરવા યોગ્ય બનાવતા પૃથ્વી પર વિચરે છે, હવે મારે કયાં રહેવું ? કેટલાક ઉચ્ચ ભાગ્યશાળીને નેહાળ દષ્ટિથી નીરખતા, કેટલાકને સહજ હાસ્યથી શુભભાવિવાળા બનાવી ખુશ કરતા, પૂર્વજન્મના ઉપાર્જેલા અખંડ ભાગ્યથી સેભાગી, કેટલાકને માથે હાથ મૂકી તેમને સિદ્ધિ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવતા, નમતા પ્રાણિઓને લાંબે હાથ કરી ધર્મલાભ વચનથી જાણે ધર્મ અને લાભ પિતાના હાથમાં જ ન હોય તેમ ધર્મલાભ આપતા, કલ્યાણના નિધાન, મહિમાના મહાસાગર, સદાચારના ઘર, શુદ્ધ ક્રિયાના ભંડાર, ઘણું લેકાના ઉપકાર માટે શરીરધારી જૈન ધર્મ સમા, વિશ્વવિખ્યાત પુરુષરૂપે અવતરેલા, કેવલજ્ઞાનરૂપ અહંત શાસનનું પુણ્ય જ જાણે પ્રત્યક્ષ ન થયું તેવા, મેક્ષસ્થાનરૂપ વૃક્ષના મૂળ, જંગમ ચાલતા કલ્પવૃક્ષ, જાપ અને મૌન દ્વારા મૂકેલા મનહર હું હું એવા નાદમંત્રોથી નમન કરતા સજીતેના કષ્ટોને કાપતા, સારી રીતે નામમાત્ર સ્મરવાથી સર્વના પાપ સત્તાપને શાન કરતા, લાખ સૂર્યના તેજની સ્પર્ધા કરતા તેજને વિશ્વમાં વિરતારતા, વિખ્યાત યશવાળા ધંચ્યથી મેચને જીતતા, મોટા ગાંભીર્યથી સાગરને શરમાવતા, અજોડ પ્રભાવાળા સૌન્દર્યથી કામદેવને તિરસ્કાર કરતા, સંયમ વગેરે પ્રસિદ્ધ ગુણોથી વિશ્વને વશ કરતા, મૈન ધ્યાન વગેરે વિમળ વિધિવિધાનથી આચાર્યમત્રનું આરાધન પૂર્ણ કરેલા, બ્રહ્મચર્યના રાગી, પદમાં આવી રહેલ દેવોની સેવાને ગ્ય, નમતા પ્રાણિની વિવિધ ઇચ્છાઓ પૂર્ણ કરવા કામકુંભ, શાન્ત, દત્ત,