________________ 1 ઉદાહરણની સૂચિ તૈયાર કરવામાં પ. પૂ. મુનિરાજ શ્રી જંબૂવિજ્યજી મ. શ્રીએ પિતાનાં અમૂલ્ય સમયને ભેગ આપીને ઘણી રીતે મને સહાય કરી છે. 2 દેધક વૃત્તિની એક આવૃત્તિ પાટણમાં એક સુશ્રાવક તરફથી વર્ષો પહેલાં છપાયેલ તેના આધારે તૈયાર કરી છે. 3 રૂ૫ માલા પ. પૂ. આ. ભ. શ્રી ચન્દ્રોદયસૂરીશ્વરજી મ.ની “સંક્ષિપ્ત પ્રાકૃત રૂપ માલા”ને આધારે તેઓશ્રીની સંમતિ પૂર્વક તૈયાર કરી છે. પરમ હિત વત્સલ પરમ કૃપાળુ અરિહંત ભગવંતે તથા 5. પૂ. પ્રવચને પ્રભાવક આ. ભ. શ્રી રામચંદ્રસૂરિશ્વરજી મ, . પૂસ્વ. પંન્યાસજી મ. શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર શ્રી. પ. પૂ. આ. ભ. શ્રી પ્રદ્યતન સૂ. મ. શ્રી તથા પ. પૂ. આ. ભ. શ્રી કુંદકુંદ સુ.મ. આદિની અપૂર્વ કૃપા જ આ કાર્યમાં મુખ્ય અવલંબન - રૂપ બનેલ છે. . આ સિવાય આ કાર્યમાં મુનિ શ્રી રત્નસેન વિજયજી, . શ્રી શિવલાલભાઈ (પાટણ) પં. શ્રી. રતિલાલભાઈ (અમદાવાદ) આદિ એ પણ મને આ કાર્યમાં સહાય કરી છે. - પ્રાંતે આવા કાર્યોમાં ભારે પ્રથમ પ્રયાસ હોવાથી ઘણી ક્ષતિઓ થવા સંભવ છે. તે ક્ષતિઓ સજજન પુરુષો મને બતાવે તેવી આશા સાથે ભવિષ્યમાં આવા કાર્યો કરી શકું એવી દેવ અને ગુરૂને પ્રાર્થના કરીને વિરમું છું. મુનિ વસેન વિજય