________________ સંપાદકીય : પ્રાકૃત ભાષા ભણવા માટે સરળતા થાય, તે હેતુથી વિ.સં. ૨૦૩૬નાં પાટણ ચાતુર્માસ દરમ્યાન વિચાર ઉત્પન્ન થયેલ. કે, પૂ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીનું પ્રાકૃત વ્યાકરણ, જે હાલ ઉપલબ્ધ નથી તેને પ્રગટ કરવું. પરમ વાત્સલ્યનિધિ સ્વ. પ. પું. મ. શ્રી ભદ્રંકર વિજ્યજી ગણીવરશ્રીના શિષ્ય રત્ન પ. પૂ. પં શ્રી પ્રવાતના વિજયજી ગણિવરશ્રી (વર્તમાન પૂઆ. ભ. શ્રી પ્રદ્યોતન. સૂ. મ.)ને મારી ભાવના દર્શાવી. તેઓશ્રાએ મને આ કાર્યમાં. આશીર્વાદ આપ્યા અને આ કાર્યને શુભ પ્રારંભ થયે. વિ.સં. 2037 નું ચાતુર્માસ પ. પૂ. વિદ્વદ્વર્ય મુનિરાજ શ્રી અંબૂ.. વિજયજી મ. શ્રીની સાથે થયું. તેઓશ્રી મને પ્રેરણા કરી કે - પ્રાકૃત વ્યાકરણ સાથે તેમાં ઉપયેગી બીજા વિષયે પણ પરિશિષ્ટ રૂપે મુકાય, તે વધુ ઉપયોગી થશે. આથી તેઓશ્રીની સૂચના મુજબ પ્રાકૃત વ્યાકરણ સાથે શબ્દ સૂચિ, ઉદાહરણની અકારાદિ સૂચિ, સંસ્કૃત છાયા તથા શક્ય મૂળ સ્થાને. સાથે ઉદાહરણ તથા અપભ્રંશ ભાષાનાં વ્યાકરણમાં આવતાં દેહની પ્રાચીન વૃત્તિ તથા સંક્ષિપ્ત રૂપાવલિ સહિત લગભગ 600 પેઈજનું પુસ્તક તૈયાર કર્યું તેમાંથી પૂ. સાધુ સાધ્વીજી મ. ને ઉપયોગી બને તે હેતુથી આ અલગ. પુસ્તક તૈયાર કરેલ છે. '