________________ મહારાજશ્રીને નિષ્ઠા પૂર્વકના પ્રયત્ન તથા લાગણનું અપ્રતીમ પ્રતીક છે. પ્રાકૃત વ્યાકરણનું સર્વાગ સુંદર સંપાદન-સંકલન કરીને, તેમણે તે ગ્રંથ પ્રકાશિત થાય, તે માટે પ્રશંસનીય પરિશ્રમ કરીને, પ્રાચીન ભારતીય ભાષાના સાહિત્ય પ્રચાર માટે, જે અપ્રતીમ નજરાણું અભ્યાસી વર્ગના કરકમલમાં ભેટ ધરેલ છે, તે તેમની સાહિત્ય સેવા ખરેખર ધન્યવાદને પાત્ર બને છે. સાથે દેધક વૃત્તિ સહિત આ વિભાગે પ્રાકૃત આદિ ભાષાના જ્ઞાનને સંપાદન કરનારાં સ્વાધ્યાયશીલ વર્ગને માટે, સંકલિત-સજિત કરીને અત્રે મૂકેલ છે તે માટે તે ભાષાના અભ્યાસી આત્માઓ તેમને અવશ્ય યાદ કરશે જ. આચાર્યશ્રી વિજય કનચંદ્રસૂરી. વિદ્યાશાળા-અમદાવાદ ચે. વદ-૧૦ 2038