________________ થયેલ હતા. પણ શ્રી હેમચન્દ્રસૂરિજીના સ્વર્ગગમન સં. 1229 (84 વર્ષની વયે) તથા મહારાજા કુમારપાલ પછી અજયપાલના જૈનષિપણાથી આ વ્યાકરણને જૈનેતર વિદ્વાને વધુ ન થયા. જૈન સાધુઓમાં તે આનો પ્રચાર સવિશેષપણે રહ્યો જ. થોડા વર્ષો પહેલા અધ્યાપકેનો અભાવ તથા સાધુઓની પરિમિત સંખ્યાના કારણે આનું અધ્યયન ઘણું ઘટી ગયું. જેથી જૈન સમાજ આ વ્યાકરણના લાભથી ઘણા વર્ષો સુધી વંચિત રહ્યું, વર્તમાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી આ વ્યાકરણ પ્રચાર પ્રસાર પુનઃ વેગવંત બને છે. અનેક શ્રમણશ્રમણીઓ, મુમુક્ષુ આત્માઓ, જૈન-જૈનેતર વિદ્વાન પણ આ વ્યાકરણના અધ્યયનમાં અનેરે રસ દાખવતા થયા છે. અનેક યુરોપીય વિદ્વાનેએ પણ સિદ્ધ હૈમ વ્યાકરણનું ઉંડું અવગાહન કરી તે તે દેશેથી પ્રકાશિત કર્યું છે. | સામાન્ય બુદ્ધિવાળાને સંપૂર્ણ વ્યાકરણ કંઠસ્થ કરવું તે કઠિન કાર્ય છે. પરંતુ તેઓ સૂત્રમાત્ર કંઠસ્થ કરી સરલતાથી વ્યાકરણના અધ્યયનમાં આગળ વધી શકે છે. તે રીતે વર્તમાનમાં સૂત્રો યાદ કરવાને પ્રચાર પણ ઠીક પ્રમાણમાં છે. પ્રસ્તુત પુસ્તકમાં સિદ્ધ હૈમ વ્યાકરણના સૂત્રો સાથે લિંગાનુશાસન, કાવ્યાનુશાસન તથા ન્યાય સંગ્રહના સૂત્રો પણ આપવામાં આવેલ છે, જે અધ્યેતાઓને વિશેષ સહાયક રુષ બની શકશે. એવી શ્રદ્ધા અસ્થાને નહિ ગણાય.