________________ ભગવાન શ્રી નેમિનાથજીનું સ્તવન નેધ–વિ. સં. 1713 પૂ ઉપાધ્યાયજી મહારાજે મહેસાણામાં માસું રહીને રચેલું સ્તવન અહીં પ્રથમવાર જ પ્રગટ થાય છે. સદ્દગુરૂના પ્રણમી પાય, થુણસું શ્રી યદુપતિરાય; ઉલટ અધિકે રહ્યો થાય, રે! સામલિઆ૦ 1 કરડી રાજુલ બલઈ, અષ્ટભવની પ્રીતિ જ લઈ નવમઈ ભવિ કાં ડમડલઈ, રે! સામલિઆ૦ 2 પૂરવલી પ્રીતિ સંભારો; તુહ દરિસણ લાગઈ પ્યારે; કિમ રાખે નેહ ઉધાર, રે! સામલિઆ૦ 3 કંત અજાણ હોઈ તેહની કહીઇ, નેહ કીજઇ તે નિરવહીઈ, ડું-ડઈ એકમડા ન રહીઈ, રે ! સામલિઆ૦ 4 આવી પાવ સરતિ સુખકારા દસઈ છઈ અતિ મને હાર; | બાપઈ એ કરઈ પુકારા, રે! સામલિઆ૦ 5 પંથી સબહી ધરિ આવઈ, કંદર્પ તે અધિક જગાવઈ; એક નિષ્ફર નેમ ન આવઈ, રે! સામલિઆ૦ 6 સખિ ! શ્રાવણ માસ તે આયે, અંગિં મુઝ મદન જગાયે; વિરહીનઈ અતિ દુઃખદાયે, રે! સામલિઆ૦ 7 ઝિમિર વરસઈ છઈ મેહ, તાપઈ મુંજ દાઝઈ દેહ; એણે અતિ સાલઈ સનેહ, રે! સામલિઆ૦ 8 આવ્યો તે આ માસ, આ એણુઈ આવાસ; પૂરનિ મુઝ મન આસ, રે! સામલિઆ૦ 9 ભાદવદઈ ભેગ મ છરો, અબલાસું કામ ન કરે તુમ્હ સાથિ કિસ્યો ચાલઈ રે! સામલિઆ૦ 10 1. આ રતવનનું હસ્તલિખિત પાનું મલી આવતા તેની નકલ કરી અહિં પ્રસિદ્ધ કર્યું છે. ઉપાધ્યાયજીનાં સ્તવને હજુ પણ છુટક હસ્તપાનાંઓ કે ગુઢકાઓ દ્વારા મળવા જોઈએ.