________________ [ 2 ] श्रुताब्धेः अवगाहनात् साराऽसारसमुद्धृतः / भक्तिर्भागवती बीजं परमानन्दसम्पदाम् // 1 // અર્થ– આગમ શાસ્ત્રોના સાગરમાં ડૂબકી મારી અને સાર મેં એ મેળવ્યું છે કે-પરમાનંદ રૂપ મેક્ષસ્થાનની પ્રાપ્તિ કરવી હોય તો તમે સહુ પવિત્ર એવી ભગવાનની ભક્તિનું આલંબન લઈ લો. અજેનેમાં પણ આના જેવા જ ભાવને વ્યક્ત કરતે લેક જૂઓ - आलोड्य सर्वशास्त्राणि विचार्य च पुनः पुनः / इदमेकं मुनिष्पन्नं ध्येयो नारायणो हरिः // 1 // અર્થ– સર્વશાસ્ત્રોનું વાંચન-મનન કર્યું, પછી તે શાસ્ત્ર વચને પર વારંવાર ચિંતન કર્યું, પણ સરવાળે તે મને એકજ સાર મળે છે કે–આ. વિશ્વની અંદર પરમાત્મા એ એક જ ધ્યાનને લાયક કે પ્રાપ્ત કરવાને લાયક છે. મને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારીએ તે માનવ સ્વભાવને સરળ અને સહજ સાધ્ય માર્ગ વધું ગમતું હોય છે. ભક્તિ માર્ગ અમીર કે ગરીબ, શિક્ષિત કે અશિક્ષિત, બાળ કે વૃદ્ધ સહુને માટે લાભકર્તા હોય છે. વિવિધ પ્રકારના ભક્તિમાર્ગનું શરણું દિવ્યપ્રકાશ આપી અંતિમ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. બીજા બધા સાધનાના માર્ગો કપરા છે. દુર્ગમ છે. કષ્ટ સાધ્ય છે. બુદ્ધિ હોય તે સમજી શકાય તેવા છે અને દીર્ઘ સમય માગે તેવા છે. સામાન્ય કક્ષાના જીત માટે એ સંસાધ્ય નથી. માટે તે એક અજૈન કવિએ સારભૂત નવનીત આપતાં 1. આવશ્યક સૂત્રોમાં, તેત્રો સ્તુતિઓ શાંતિપાઠોમાં તે ભૌતિક લાભોની વાતો પાર વિનાની જણાવી છે.