________________ [ 23 ] ગુણસંપન્ન, સર્વોચ્ચ કોટિએ પહોંચેલા આજ સિદ્ધાત્માઓને ઉપાધ્યાયજીએ વિધવિધ નામે સ્તવ્યા છે. બીજી વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે જિનસહસ્ત્રમાંના સહસ્ત્ર” શબ્દથી પૂરા એક હજાર જ ન સમજવા, પણ એક હજારને આઠ સમજવાના છે. પણ “અષ્ટાધિક જિન સહસ” આવું નામકરણ બરોબર ન લાગે એટલે ગ્રન્થના નામકરણમાં સહસને પૂણુંક રાખ્યા છે, અને તે ઉચિત છે. માનવની પ્રવૃત્તિ હંમેશાં ફલેઘેશ્યક હોય છે. પ્રવૃત્તિનું સારૂં ફળ મળશે એવું લાગે તે શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરે, ન લાગે તે ન કરે. કદાચ કરે તે એ મન વિના. એટલે પ્રશ્ન એ થાય છે કે નામસહસ્રને પાઠ કરવાથી શું લાભ થાય? આનો જવાબ એ કે નામાવલિના રચયિતાએ એને નામસ્તવ કરનારે આત્મા, તીર્થકર નામકર્મ એટલે ઈશ્વર બનવા સુધીનું પુણ્ય બાંધી શકે એટલી હદ સુધીને મહિમા ગાયે છે. એ પ્રાપ્ત થાય એ દરમિયાન–વચગાળાની અવસ્થાએમાં આ સહસ્ત્રનામને પાઠ કરવાથી શુભની અને પરમ શાંતિની પ્રાપ્તિ, પાપોને નાશ, અભીષ્ટ સિદ્ધિ અને સર્વ દુઃખોથી મુક્તિ વગેરે લાભ મળે છે.” ઉપાધ્યાયજી મહારાજે પણ સિદ્ધોને નમસ્કાર કરવાથી 1. ઉપાધ્યાયજીએ સિદ્ધોને ગુજરાતી ભાષામાં પણ સ્તવ્યા છે. જેનું નામ સિદ્ધસહસ્ત્ર નામ વર્ણન છંદ” રાખ્યું છે. જે ગુર્જર સાહિત્ય સંગ્રહ ભાગ એકમાં મુદ્રિત થયેલ છે. યદ્યપિ ઉપલબ્ધ આ કૃતિમાં નામો ઘણાં ઓછાં છે. 2. સુવરતે.... regયુમનવા: સુમન્ (વિષ્ણુસહસ) -સર્વવિૌવા સામઢાવ૬ (ગણેશસહસ્ત્ર) -પરમં રાં ઘરારમા (મહાપુરાણ 25 99 )