________________ [ 22 ] આથી દસ શતકમાં 9 થી 13 ની સંખ્યાના લેકનું ધારણ છે. કર્તાએ પોતાને ઉપાધ્યાય નહિં માત્ર ગણિ તરીકે ઓળખાવ્યા છે. આ કૃતિ પૂ. આ. શ્રી દેવસૂરિજીના સામ્રાજ્યમાં રચી છે. એમના ભક્તજનના શ્રવણ માટે રચી છે. તેવું તેમને શતકના અન્તમાં જણાવ્યું છે. સિદ્ધ એટલે શું? - જેને જે દેવને માને છે તે બે પ્રકારે છે. એક સાકાર અને બીજા નિરાકાર. એક કર્મ સહિત. એક કર્મ રહિત. સાકાર એટલે દેહધારી હોય તે અવસ્થા. દેહધારી હોય ત્યારે જનકલ્યાણ માટે તેઓ અવિરત ઉપદેશની વર્ષા કરે છે. અને એજ સાકાર દેહધારી દેવ પિતાનું માનવદેહનું આયુષ્ય પૂર્ણ થતાં અવશેષ જે ચાર અઘાતી કર્મો હોય તેને સર્વથા ક્ષય કરી સર્વાત્મપ્રદેશે નિષ્કર્મ બની, સકલ કર્મથી મુક્ત થતાં આત્માનું પોતાનું શાશ્વત જે સ્થાન મેક્ષ કે મુક્તિ જે અબજોના અબજો માઈલ દૂર છે ત્યાં આંખના એક જ પલકારામાં પસાર થતી અસંખ્યાતી ક્ષણે –સમયે) પૈકીની માત્ર એક જ ક્ષણમાં પહોંચી જાય છે. ત્યાં અનાદી કાળથી તિરૂપે અન તાનંત આત્માઓ વિદ્યમાન છે. શાશ્વત નિયમ મુજબ એક આત્માની જાતિમાં અનંતાનંત આત્મા. ઓની તિ સમાવિષ્ટ થતી જ રહે છે. (જેમ પ્રકાશમાં પ્રકાશ ભળતું રહે છે તેમ) ત્યાં નથી શરીર, નથી ઘર, નથી ખાવાનું-પીવાનું, કેઈ ચીજ નથી, કેઈ ઉપાધિ નથી, એનું નામ જ મેક્ષ. મેક્ષનું બીજું નામ સિદ્ધ છે, શિવ-મુક્તિ નિવણ વગેરે છે. આ મોક્ષ-સિદ્ધ સ્થાનમાં રહેનાર છે પણ સિદ્ધો જ કહેવાય અને સર્વ કર્મ વિમુક્ત અએવ સર્વ