________________ [ 21 ] હવે પ્રસ્તુત ગ્રન્થના મૂલ મુદ્દા પર આવીયે, જે કૃતિના કારણે ઉપરોક્ત ભૂમિકા બાંધવી પડી તે કૃતિનું નામ છે “સિદ્ધસહસ્ત્રકોશ " જે અગાઉ જણાવી ગયો છું. જિન સહસ્ત્રનામની કૃતિઓ જૈન સંઘ પાસે હતી એટલે ઉપાધ્યાયજીએ એકને એક ચીજમાં વધુ ઉમેરો કરવા કરતાં ન વિષય પસંદ કરવાનું મુનાસિબ માન્યું અને એમનાં મનમાં (જિન અરિહંતની રચનાને છેડીને) સિદ્ધ ભગવંતના સહસ્ત્રનામ રચવાની અભિનવ કલ્પના જ્યુરી અને તેને સાકાર બનાવીને આપણને સિદ્ધસહસ્ત્ર નામની વિશિષ્ટ ભેટ આપી. એ ખરેખર ! ઉપાધ્યાયજીની બુદ્ધિ પ્રતિભાને આભારી છે. જિનસહસ્ત્રમાં જેવી નામોની રચના થાય છે તેવી તે આમાં ક્યાંથી થાય? કેમ કે જિન તીર્થકરોની તે વખતની ગુણાવસ્થા જુદી છે. જિન ત્યારે સદેહી છે. ઉપદેશની પ્રવૃત્તિ વગેરેથી સંકળાએલા હોય છે. અઘાતી ચાર કર્મો પણ બેઠાં હોય છે. ત્યારે સિદ્ધોને આમાનું કશું જ નથી હતું. એટલે સ્વાભાવિક રીતે જ સકલ કર્મ રહિત બનેલા સિદ્ધોને જે ગુણે ઘટમાન થાય તે ગુણોનું નિર્માણ કરવું પડે અને એ રીતે જ નામસંગ્રહ થતા હોય છે. અલબત્ત આમાં જિનસંગ્રહમાંના નામે મળશે ખરાં પણ તે થોડાંક. 1008 નામના સંગ્રહ માટે સ્થાપિત છેરણ મુજબ શતકનું ધોરણ રાખી દશ શતકે નિર્માણ કર્યા છે. આ કૃતિ માટે સંપૂર્ણ અનુકૂળ ગણતા અનુચ્છુપ છંદની પસંદગી આપી છે. દરેક શતકમાં 100 નામને સુમેળ રાખે છે. પણ સે નામ માટેના વિભાગની સંખ્યા સમાન નથી. નામ ટૂંકાક્ષરી હોય ત્યારે તે માટે ઓછા કે રચવા પડે,