________________ |[ 20 ] સહસ્ત્ર નામની સહુથી આદ્ય રચના (અજેન કૃતિ) વિષ્ણુ સહસ્ત્ર નામની છે. અને તેથી ઉપલબ્ધ સહસ્ત્રના વાડમયમાં તે સહુથી વધુ પ્રાચીન છે. જિનસહસ્ત્ર નામ ઉપરાંત વ્યક્તિગત તીર્થકરની એક રચના ઉપલબ્ધ છે તે ભગવાન પાર્શ્વનાથજીની છે. અને એથી એનું નામ “પાર્શ્વ સહસ્ત્ર નામ છે. જે વાત ઉપર જણાવી છે. ભગવાન પાર્શ્વનાથ આ કાળના કપ્રિય તીર્થંકર રહ્યા છે અને સદાએ રહેશે. 23 માં એક જ ભગવાન એવા છે કે જે સેંકડો નામેથી ભારતમાં ઓળખાય છે અને એનાં મંદિર મૂર્તિઓ પણ વધુ છે. જેનેરેમાં શંકર ભગવાનનું જે સ્થાન છે તેવું સ્થાન જૈનેના લોક હદયમાં પાર્શ્વનાથ પ્રભુનું છે. જેમ શંકર આશુતેષ કહેવાય છે એમ ભગવાન પાર્શ્વની ભક્તિ પણ શીવ્રતાષ આપનારી છે. આ ઉપરાંત ગ્રહોમાં જોઈએ તે મુખ્ય સૂર્યગ્રહની તેમજ શ્રી પદ્માવતી આદિ દેવ-દેવીઓની પણ સહસ્ત્ર નામની રચનાઓ મળે છે સહસ્ત્રનામની રચનાઓ સંસ્કૃતથી અનભિન્ન છ માટે ભાષામાં પણ રચાઈ છે. તેના કર્તા તરીકે બનારસીદાસ, વહર્ષ અને ઉપાધ્યાયજી તો છે જ. ઈસ્યા સિદ્ધ જિનનાં કહાં સહસ્ત્ર નામ, રહો શબ્દ ઝઘડો કહાં લો શુદ્ધ ધામ, 1. આ કૃતિ મહાભારતના અનુશાસનપર્વમાં છે. 2. આશુ એટલે જલદી તે–પ્રસન્ન થાય, સંતોષ આપે છે, 3. જૈનેતરમાં એમને માન્ય અંબિકાસહસ, રેણુકા સહસ્ત્ર આદિની અનેક દેવીઓની કૃતિઓ છે.