________________ [ 18 ] ઘણી વિશિષ્ટ કૃતિ લાગી છે. આશાધરને કવિકાલિદાસ તરીકે ઓળખાવ્યા છે. તેઓ ગૃહસ્થ વિદ્વાન હતા. 1. ભારત વિવિધ ધર્મો અને પન્થોનો દેશ છે. આવા દેશમાં પ્રજા પ્રજા વચ્ચે સહિષ્ણુતાનો સેતુ ટકી રહે, સંપનો દોરો પરોવાએલો રહે, તો જનતા વિવિધતામાં પણ એકતાને અનુભવે, જેથી ભાતૃભાવ, પ્રેમ અને મિત્રીની ભાવના મજબૂત થતી રહે. આ માટે જૈનાચાર્યોએ પ્રસંગ આવે સાહિત્યના ક્ષેત્રમાં ઉદાર ઉદાહરણ પૂરાં પાડ્યાં છે. એમાં પ્રાચીનમાં સુપ્રસિદ્ધ મહાન આચાર્યોમાં સૂરિપુંગવ શ્રી હરિભદ્રજી, તે પછી શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી માનતુંગસૂરિજી અને તે પછી ઉપાધ્યાયજી યશોવિજયજી આદિને ગણાવી શકાય. દિગમ્બરમાં પંડિત પ્રવર શ્રી આશાધરજીને રજૂ કરી શકાય. આશાધરજીએ સહસ્ત્રનામના શતકેમાં અર્થની દૃષ્ટિએ જેનદૃષ્ટિને ખ્યાલમાં રાખીને બ્રહ્મશતક, બુદ્ધિશતકની કરેલી રચનાઓ પ્રસ્તુત બાબતના પ્રબુદ્ધ પુરાવા છે. આ, ભગવાન મહાવીરે આ દેશને આપેલી તદન નવી, અદ્ભુત અનેકાન્તદષ્ટિની સર્વતોમુખી દષ્ટિને " આભારી છે. ભેદમાં અભેદ અને અભેદમાં ભેદને સ્થાપન કરી સત્યને જીવંત રાખવું એ આ દૃષ્ટિની ફલશ્રુતિ છે. સાપેક્ષદષ્ટિ એ અનેકાન્તનું બીજુ નામ છે. તમામ સંધર્ષોના ઉકેલ માટે આ એક મહાન સિદ્ધાન્ત છે. અને આ અનેકાન્તના સિદ્ધાન્તને “યાદવોદલી દ્વારા જૈનાચાર્યોએ ખૂબ ખૂબ વિકસાવ્યો છે. ઉપાધ્યાયજીએ પણ ઉપરોકત પરંપરાને આદર ચિત કર્યો છે. એમને જ શાબ્દિક ઝઘડાથી દૂર રહેવાનું જણાવતાં ભાષામાં રચેલ સિદ્ધ સહસ્ત્રનામ વર્ણનની કૃતિમાં કહ્યું છે કે