________________ [ 18 ] રચાયેલી રચના સહુથી પ્રથમ આચાર્ય શ્રી જિનસેનની છે. એમ પ્રાપ્ત સાધને જોતાં કહી શકાય. . જિનસેનજીની કૃતિ પછી લગભગ ત્રણ સૈકા પછી (વિ. સં. 1229) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી આવી જ કૃતિ આપણને આપે છે. ફક્ત નામમાં શેડોક ફરક કરીને, અહંનૂર નામસહસ્ત્રસમુચ્ચય” નામ રાખીને આપે છે. અર્થ દ્રષ્ટિએ અહંન કે જિન એક જ અર્થના વાચક છે. જો કે આ કૃતિને “જિન સહસ”થી પણ ઓળખવામાં તે આવે જ છે. જિનસહસ્ત્રનામ સ્તોત્ર અથવા અહંન્નમસ્કાર તેત્ર, આવા નામની અતિમ મુદ્રિત કૃતિ સત્તરમી શતાબ્દિ (સં. 1731) ની મલે છે. જેના કર્તા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ છે. જિનસહસ્ત્રની રચનાઓ એકંદરે સાત મળી છે. એમાં ત્રણ દિગમ્બરની અને ચાર વેતામ્બરની છે. દિગમ્બરની ત્રણેય કૃતિઓ મુદ્રિત થઈ ગઈ છે. જ્યારે વેતામ્બરની બે મુદ્રિત થઈ છે અને બે અમુદ્રિત છાણ અને પુનાના ભંડારમાં હસ્તલિખિત પ્રતિ રૂપે વિદ્યમાન છે. એમાં મને દિગમ્બરીય શાયર પંડિત (વિ. સંવત 1287) વિરચિત રચના એની વિશિષ્ટ ક્રમબદ્ધ ગોઠવણ અને નામમાં વ્યક્ત થતી પ્રતિભાના કારણે રચનાની દ્રષ્ટિએ 2. દિગમ્બરીય જિનસહસ્ત્રનાં નામો અને વેતામ્બરીય અહેન સમુચ્ચયના નામમાં ગ્રન્થગત નવમા શતકની રચનાને બાદ કરીએ તો બાકીના શતકના નામમાં અસાધારણ સામ્ય દેખાઈ આવે છે. આજે આ પ્રથાને એક સમસ્યા રૂપ લેખવા કરતાં સાહિત્યના ક્ષેત્રમાં પરસ્પર એક બીજાનું આદાન પ્રદાન કરવાની કેવી પ્રથા હતી તે રૂપે સમજવું વધુ ઉચિત રહેશે.