________________ " [ 17 ] પણ ક્ષેત્રમાં રહેલી ઈશ્વરીય વ્યક્તિઓ અસ્તુત્ય રહી ન જાય, અને તેથી પરમ મંગલ-કલ્યાણની પ્રાપ્તિ થાય. સહસ્ત્ર નામની રચના અરિહંત-અહેતો સિવાય વર્તમાન ચોવીશીના કોઈ પણ તીર્થકરને ઉદ્દેશીને પણ કરી શકાય છે. પણ આ વીશીમાં સહસ્ત્ર નામે રચી શકાય કે પ્રાપ્ત થાય તેવા ભગવાન જે કોઈ પણ હોય તે તે પાર્શ્વનાથ ભગવાન છે. તેથી તેઓશ્રીના નામની સ્તુતિ રચાણ છે. જેનું નામ “પાર્શ્વનાથ નામસહસ” છે. અરિહંતથી વધુ ઉચ્ચ સ્થાન ધરાવતા સિદ્ધાત્માઓના સહસ્ત્ર નામ ઉપાધ્યાયજી સિવાય બીજા કોઈએ કર્યા હોય એવું જાણવામાં નથી, એટલે જ સહસ્ત્ર નામની રચના ઉપાધ્યાયજી સુધી અરિહંતેને અનુલક્ષીને જ થતી હતી તે ધ્યાનમાં રાખવું ઘટે. આ પ્રથાનો આદર વેતામ્બર-દિગમ્બર બંને સંપ્રદયમાં થયે છે. એમાં સહસ્ત્રની સહુથી જુની રચના કહેતા મ્બર આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરજીની છે. અને તેને સમય થી શતાબ્દિને છે. ત્યારપછી લગભગ 500 વરસ બાદ વિદ્વાન દિગમ્બર આચાર્યશ્રીએ . “જિનસહસ્ત્ર નામના તેત્ર-સ્તવની રચના કરી. આ રચનાને સમય નવમી શતાબ્દિને છે. પણ આમાં એક વિવેક કરે જરૂરી છે કે દિવાકરજીની રચનામાં નામ ભલે હજાર હોય પણ તે ગદ્ય પદ્ધતિએ સંગૃહીત થયા છે. પદ્ય-કલેક રૂપે નહિં. અને શૈલીને પ્રકાર પણ ભિન્ન છે. એટલે વાસ્તવિક રીતે લેકબદ્ધ પદ્ધતિઓ 1. એમના જ બનાવેલા આદિ પુરાણના એક અંશ–ભાગ રૂપ આ કૃતિ છે. પણ સ્વતંત્ર રચના નથી.